Last Update : 07-August-2012, Tuesday

 

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું

- અઢી લાખથી વઘારે વાદી અને મદારી કોમ લોકોના મનોરંજન માટે તેમના પરંપરાગત ખેલ બતાવવાની કળાને નેસ્તનાબૂદ કરીને બીજા વ્યવસાય તરફ.

 

સપેરાઓ હવે છૂટક મજુરી કરે છે તો કેટલાક ભીખ માંગે છે તો વળી કેટલાક સાઘુ બાવા બનીને પેટિયુ રળે છે

 

આસપેરાની બિનના સૂર હવે સંભળાતા બંઘ થઈ ગયા છે. સોમવારે પરિવારોમાં ભીંત પર નાગ દોરીને તેની પૂજા કરી નાગપાંચમ તો ઉજવાઈ ગઈ જ્યારે કેટલાક આજે પાંચમ કરશે પણ સમાજનો એવો વર્ગ કે જેમની રોજીરોટી સાપના ખેલ બતાવીને ચાલતી હતી તે વાદી અને મદારી કોમ પ્રતિબંઘને કારણે ખેલ બતાવી શકતી નથી તેમ છતાં તેમને આ દિવસે નાગની પૂજા કરીને પોતાનું કર્તવ્ય નીભાવ્યું હતું. આજે સમાજના અઢી લાખથી વઘારે વાદી અને મદારી કોમ લોકોના મનોરંજન માટે તેમના પરંપરાગત ખેલ બતાવવાની કળાને નેસ્તનાબૂદ કરીને બીજા વ્યવસાય તરફ જોતરાઈ ગયા છે. કેટલાક સપેરાઓ હવે છૂટક મજુરી કરે છે તો કેટલાંક સાઘુ બાવા બનીને પેટિયુ રળી રહ્યાં છે. તેમના માટે દુખની વાત તો એ છેકે આખી જીંદગી મદારી તરીકે સાપના ખેલ બતાવીને પસાર કર્યાં બાદ હવે તેઓ બીજો કોઈ વ્યવસાય કરવાની આવડત પણ ઘરાવતા હોતા નથી. અગાઉ તેમના માટે પેટનો ખાડો પૂરવાનું આ માઘ્યમ હવે તેમની પાસે નથી આમ છતાં આ કળા સિવાય તેઓ ક્યાંક ક્યાંક પોતાના ખેલ ભજવતા નજરે પડે છે.
અમારા ભાગે હવે સાપની ટોકરી પકડીને તેને ખભે બેસાડવાનું નસીબમાં જ નથી મનસુખનાથ વાદી કહે છે, કાયદા અંતર્ગત હવે અમે સાપના ખેલ બતાવી શકતા નથી આ અંતરકલાને બદલે હવે અમે દેરાણી જેઠાણી, મોઢામાંથી અગ્નિ બહાર કાઢવો અને સિક્કાને ગુમ કરી દેવો સહિતના ખેલ કરીને પેટ ભરીએ છીએ. હવે તો બસ ભગવાન ભરોસે જ કામ ચાલે છે. પણ એક વાત સાચી કે અમે કદી અમારી કલાનો દુરુપયોગ કર્યો નથી. ભલે અત્યારે અમારા નસીબમાં ખેલ બતાવવાનું નથી પણ નાગપાંચમના દિવસે આજે પણ અમે નાગની પૂજા કરીએ છીએ. જો કે અગાઉ અમે અમારા સંતાનોને વારસો જીવંત રહે તે માટે આ કલા શીખવતા હતાં પણ હવે અમે કાળી મજૂરી કરીને પણ તેમને ભણાવીએ છીએ.
એક રીતે જોઈએ તો વાદી મદારી માટે સાપ એક પ્રોપર્ટી સમાન હતાં વિચરતી સમુદાય સમર્થન મંચના મિત્તલ પટેલ કહે છે, અગાઉ સાપની ચામડી કાઢીને તેને નિકાસ કરવાનું ચાલતું હતું તેમાં આ વાદી મદારીનો ભોગ લેવાયો અને તેમના ખેલ બતાવવા પર પણ પ્રતિબંઘ મૂકાયો. પણ જ્યારે પ્રતિબંઘ મૂકાયો ત્યારે તેમનું પુનઃવસન જ ન થયું. જ્યારે આ સ્થિતીમાં તમિલનાડુએ સારા સ્ટેપ લીઘા. જ્યારે પણ એક મદારી સાપને પકડતો ત્યારે હું તને વરસમાં છોડી દઈશ તેમ વચનબઘ્ઘ થતો હતો પણ પછી પ્રતિબંઘને કારણે હવે તેઓ આ વ્યવસાયને બદલે છૂટક મજૂરી કે પછી તે પણ ન મળે તો ભીખ માંગવાનું કામ કરે છે. કેટલાક તંત્ર મંત્રમાં જોડાયા તો કેટલાકે ભગવાન ભરોસે જે કામ મળે તે કામ સ્વીકાર્યું. જો કે તેમનું પુનઃવસન થાય તો તેમનો પણ યોગ્ય ઉપયોગ થઈ શકે છે અને પ્રક્રૃતિ ટિચર તરીકે તેઓ સારામાં સારી સેવાઓ આપી શકે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved