Last Update : 07-August-2012, Tuesday

 
 

સતત બીજી ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને કાર્લ લુઇસની સિધ્ધી જોડે બરાબરી કરી
બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

'બેટમેન' તરીકે જાણીતા બનેલા બોલ્ટના નામે 'સુપરસોનિક સન્ડે'

તેના કટ્ટર હરિફ બ્લેકને (૯.૭૫) ને સિલ્વર અને ગેટાલીનને (૯.૭૯)ને બ્રોન્ઝ મેડલ

 

લંડન, તા. ૬
જમૈકાના યુસેન બોલ્ટે ૯.૬૩ સેકંડના સમય સાથે ઓલિમ્પિકના ૧૦૦ મીટર દોડની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેના સૌથી નજીકના હરિફ અને છેલ્લી બે રેસમાં તેને હરાવનાર જમૈકાના જ યોહાન બ્લેકે ૯.૭૫ સેકંડના સમય સાથે સિલ્વર અને અમેરિકાના ગેટલીના ૯.૭૯ સેકંડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોલ્ટે ઓલિમ્પિક રેકોર્ડ તોડતા આ વિજય મેળવ્યો હતો.
કાર્લ લુઈસ પછી તે ઓલિમ્પિકના ઇતિહાસનો બીજો એથ્લેટ બન્યો છે જેણે ૧૦૦ મીટર દોડનો ઇવેન્ટ સતત બીજી ઓલિમ્પિકમાં જીત્યો હોય.
૧૦૦ મીટર દોડમાં આઠમાંથી સાત સ્પર્ધકો એ ૧૦ સેકંડથી ઓછા સમયમાં તેમનું અંતર પાર કર્યું હતું. તેના પરથી આ ઇવેન્ટમાં કેટલી હદે દોડવીરોનું સ્તર સુધર્યું છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે.
આમ તો બોલ્ટની જ આ ઇવેન્ટમાં ઇજારાશાહી પ્રવર્તતી હતી પણ બ્લેકે તેને જમૈકા કવોલીફાઈંગ ઇવેન્ટમાં અને તે અગાઉ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો.
તેથી બ્લેક અપસેટ સર્જી શકે તેવો ભય સેવાતો હતો. આ ઉપરાંત બોલ્ટને પગના સ્નાયુની ઇજા હોવાની શંકા પણ ચર્ચામાં આવી હતી.
લુઇસે ૧૯૮૪ અને ૧૯૮૮ની ઓલિમ્પિકમાં ૧૦૦ મીટરનું ટાઇટલ જાળવ્યું હતું. જયારે બોલ્ટે ૨૦૦૮ અને હવે ૨૦૧૨માં આ સિધ્ધિ મેળવી હોઇ તે ૨૧મી સદીનો પ્રથમ આવો એથ્લેટ બન્યો છે.
આ વિજય સાથે જ તે ખુશીથી ઝુમી ઉઠયો હતો. જમૈકાનો ફલેગ ઓઢીને તેણે સ્ટેડિયમમાં ફરીને તેના ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. જાણે ઇતિહાસ સર્જવાના તનાવમાંથી મુદત થયો હોય તેમ લાગતું હતું. બોલ્ટે આ સાથે તેનું નામ લુઇસ, મુહમ્મદ અલી, ફેલ્પ્સ, જોર્ડન જેવા ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ ખેલાડીઓની યાદીમાં મુકી દીધું છે. જો તે આ ઓલિમ્પિક ચેમ્પિયન ના બન્યો હોત તો માત્ર બેઇજીંગની સિધ્ધીના સહારે તે આ હદે મહાન દરજ્જો ના પામી શકયો હોત.
બોલ્ટને તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ 'બેટમેન'નું હુલામણુ નામ મળ્યું છે. ઓલિમ્પિકના મધ્યે જ બોલ્ટે જે ચમકારો બતાવ્યો છે તેને બ્રિટિશ મિડિયાએ 'સુપર સોનિક' સન્ડ ેતરીકે ઓળખાવ્યો છે. એટલે સુધી કે ટેનિસ સ્ટાર મરેએ તેના ઘર આંગણામાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો તે સમાચાર પણ ઝાંખા પડી ગયા હતા.
છ ફૂટ ચાર ઇંચ ઉંચો બોલ્ટ હજુ ૨૫ વર્ષનો જ છે. 'બાર્સેલોના ઓલિમ્પિકમાં લીન્ફર્ડ ક્રીસ્ટીએ ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તે ૩૨ વર્ષનો હતો. આગામી બ્રાઝિલમાં યોજાનાર ઓલિમ્પિકમાં ૨૦૧૬માં બોલ્ટ ૨૯ વર્ષનો હશે. તેણે જણાવી દીધું છે કે તે બ્રાઝિલમાં ભાગ લઇને 'ગોલ્ડન હેટ્રીક'નું સ્વપ્ન ધરાવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved