Last Update : 07-August-2012, Tuesday

 

વરસાદમાં તમારો વોર્ડરોબ બરાબર છે ને ?

 

ભેજને કારણે વસ્તુઓને ખરાબ થતી અટકાવો
વરસાદમાં મુંબઇની ખારી હવા વઘુ ભેજવાળી બની જાય છે અને આ હવા એવી હોય છે, જે ભલભલા લોકોના મોંઘા વોર્ડરોબને નુકસાન પહોંચાડી શકે છે. મુંબઇનું ચાર ચાર મહિના લાંબુ ચાલતું ચોમાસું અમુક વસ્તુઓ સાચવવા માટે ઘણીવાર માથાના દુઃખાવા સમું બની જાય છે. સિલ્વરફીશ (સફેદ ચળકતાં કીડા), વાંદા, કંસારી, ફૂગ- આ બઘું સામાનને નુકસાન પહોંચાડી શકે છે. પણ જો થોડી ઘણી કાળજી લેવામાં આવે તો વરસાદમાં ભેજને કારણે ખરાબ થઇ જતી ઘણી વસ્તુઓને બચાવી શકાય છે.
ચામડાના જૂતા અને બેગને સાચવવા માટે સિલિકા જેલ લગાડી તેને પેક કરીને રાખી શકાય. તમારો કબાટ અંદરથી ખુલ્લો હોય એટલે કે બધાં કપડાં અંદરના ભાગમાં ખુલ્લાં જ રહેતાં હોય તો તેને સાચવવા માટે પ્લાસ્ટિક બેગ લઇ શકાય. જરૂર પડ્યે કંિમતી વસ્તુ સાચવવા માટે થોડી મોંઘી, એન્ટી ફંગસ અને ભેજ વિરોધી બેગ ખરીદી શકાય. તે બ્લ્યૂ ફેલ્ટ જેવી દેખાય છે અને તેમાં ૧૫થી ૨૦ હેંગર એક સાથે રહી શકે છે. વળી, બધી વસ્તુઓ જો એરકંડીશન વાતાવરણમાં રહેતી હોય તો પણ તેને જલદી ભેજ લાગતો નથી. વસ્તુઓને ભેજથી ખરાબ થતી અટકાવવાનો એકમાત્ર ઉપાય તેને સૂકી રાખવાનો છે. જોકે, મુંબઇ જેવા ભેજવાળા શહેરમાં માત્ર ચોમાસું જ નહીં, વસ્તુઓને આખું વર્ષ ભેજથી બચાવવી પડે છે.
વોર્ડરોબ સાચવવાનો અન્ય સરળ ઉપાય એ છે કે વસ્તુઓને હવાદાર કહી શકાય તેવા વોર્ડરોબમાં રાખવું. તે માટે કબાટના દરવાજા માટે નેતરની જાળીનો ઉપયોગ કરી શકાય. તેને લીધે તેમાં વાસ આવતી નથી કે ફૂગ ચઢતી નથી. કબાટની અંદર ઓછા વોલ્ટેજનો બલ્બ સળગતો રાખવાથી પણ તેને લીધે ઊભી થતી ગરમીથી અંદર ભેજ થતો નથી અને કપડાં સૂકા રહી શકે છે.
ઘણાં લોકો વસ્ત્રોની પસંદગી જ એવી કરે છે કે તેને સૂકા રાખવાની સમસ્યા ઊભી થાય નહીં. કોટન અને પાતળા ડેનિમ જેવા કપડાં શુદ્ધ અને હવાની અવરજવર થઇ શકે તેવા હોવાથી તેને સરળતાથી ધોઇ શકાય છે. તથા તે જલદી સૂકા થઇ જાય છે. કપડાંને થોડીવાર ખુલ્લી હવામાં રાખવાથી પણ તે સૂકા રહે છે. કોટનને સ્ટાર્ચ કરવાથી તે કડક રહે છે. કબાટમાં જુદી જુદી ફળોની સુગંધ ધરાવતી નેપ્થેલીનની ગોળીઓ રાખી દેવાથી કીડા થતાં નથી અને સુગંધ આવતી રહે છે.
સરળ ઉપાય તરીકે ચોમાસાના દિવસો પહેલાં જ્યારે પણ કડક તડકો હોય ત્યારે જ ગાદલા, સાડી, જૂની ચાદરો અને કાપડ તપાવી લેવાં જોઇએ. તેથી તેમાં સફેદ જીવાત પડવાનો ડર દૂર થઇ જાય છે. ઉનાળાના સમય દરમિયાન જ વોર્ડરોબને બેથી ત્રણ દિવસ ખુલ્લો રાખવો, જેથી તેમાંથી હવાની સારી એવી અવરજવર રહેતાં તે સૂકા રહે.
કપડાં, હેન્ડ બેગ્સ અને શૂઝની સાથે જ્વેલરીની પણ એટલી જ સંભાળ લેવાય તે જરૂરી છે. ખાસ કરીને ચાંદી અને કોશ્ચ્યુમ જ્વેલરીને ખારી હવાને લીધે ઓક્સિડેશન થાય છે અને તે કાળી પડી જાય છે. શરીરના પરસેવા અને ભેજને કારણે પણ ચાંદીના ઘરેણાંની રાસાયણિક પ્રક્રિયા થતાં ત્વચા ઉપર ફોડલી કે ચેપ થઇ શકે છે. ચાંદીના ઘરેણાં ઉપર રંગ વગરની નેઇલપોલીશ લગાડી દેવાથી તે કાળી પડતી નથી તથા ત્વચા ઉપર ખરાબ અસર પણ થતી નથી. ચાંદીના ઘરેણાં ધોવા માટે તેને સહેજ
ગરમ પાણીમાં ડિટરજન્ટ નાખીને ધોઇ શકાય. પણ માત્ર ધાતુના ઘરેણાંને જ આ રીતે ધોવા. જો તેમાં સ્ટોન હોય તો તેની સફાઇ ડિટરજન્ટથી કરવાની ભૂલ કરવી નહીં કારણ કે કોસ્ટીક સોડા, સ્ટોન ઉપર શું અસર કરે તે કહી શકાય નહીં. તેથી દાંતે ઘસવાનો સૂકો ટુથ પાઉડર પાણી વગર ઘરેણાં ઉપર ઘસી કાઢવાથી ઘરેણાં પર આવેલી કાળાશ દૂર થઇ શકે છે.
કંિમતી ધાતુ અને સ્ટોનને હંમેશા સૂકા વાતાવરણમાં જ રાખો. થોડો ખર્ચ કરીને પોર્ટેબલ ડીહ્યુમીફાયર ખરીદી શકાય. નહીં તો સુંવાળા મલમલના કપડાંથી તેને સાફ કરી, સૂકા કરી સાચવીને રાખી શકાય.
ચોમાસાના ભેજથી દૂર રહેવાના કેટલાક સરળ કિમીયાઃ
* લીમડાના સૂકા પાનને વાટીને તેની નાની નાની પોટલીઓ બનાવો. તેને કપડાં ઉપર રાખવાથી તે સૂકા રહે છે.
* સૂકા તંબાકુના પાન એ કુદરતી રીતે ભેજ શોષી લે છે. તેમને વસ્તુઓ પર છાંટી દો અથવા કપડાં સાથે ઘડી કરીને મૂકો. તેની સાથે થોડી સૂકા ગુલાબની પાંદડીઓ અને એક બે ટીપાં લવંડર તેલનાં નાખો કારણ કે તંબાકુના પાનની વાસ તીવ્ર હોય છે. વરસાદ દરમિયાન આ રીતે તમારી કાર્પેટ સાચવવાથી તે ખરાબ નહીં થાય. કાર્પેટ ઉપર સૂકા લીમડાના પાન પણ ઘસી શકાય.
* જૂના સુખડના હાર ફેંકી દેવાને બદલે તેનો ભૂકો કરી પાથરી દેવાથી જીવાત થતી નથી અને તેની સુગંધ પણ સારી આવે છે.
* બને ત્યાં સુધી ઘરમાં ઠેકઠેકાણે કપૂરની ગોળીઓ નાખી રાખવાથી વાતાવરણમાં તો ભેજ શોષાયા કરે છે.
નયના

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved