Last Update : 07-August-2012, Tuesday

 

શોપિંગ ગાઈડ

જરૂરિયાત હોય કે શોખ પરંતુ ખરીદી કરતી વેળા તકેદારી રાખવી જોઇએ
એક સમયે દિવાળી ,જન્મદિન કે ઘરે શુભ પ્રસંગ આવતાં આપણે ખરીદી કરવા જતાં હતા. ઘરના વડીલ કે પતિ અથવા ભાઇ ચોક્ક્સ દુકાન કે માર્કેટમાં જઇને ખરીદી કરવાની સલાહ આપતાં હતા જેથી છેતરાઇ ન જવાય .કેટલાક ઘરોમાં તો ખરીદી કરવાની સંપૂર્ણ જવાબદારી ઘરના પુરુષ વર્ગની રહેતી. જે કોઇ વસ્તુ લાવવાની હોય તેની યાદી બનાવીને આપવામાં આવતા ંતેઓ બઘું લઇ આવતાં હતા. જો કે આજે સમયની સાથે આ બધી બાબતો પણ બદલાઇ ગઇ છે. આપણું જીવન ધોરણ બદલાઇ જતાં સુવિધાનું સ્થાન જરૂરિયાતે લઇ લીઘું છે. ગણતરીની વસ્તુઓથી આપણને ચાલતું નથી. આજે બાળકો પણ પોતાની પસંદના કપડાં અને વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. દર થોડા દિવસે બદલાતી ફેશન અનુરુપ ખરીદી કરવાની ઇચ્છા મહિલાઓ ધરાવતી હોય છે. વળી પુરુષ વર્ગ કામ ધંધામાંથી ઊંચો આવતો નથી એટલે તેમના માટેની ખરીદી કરવાની જવાબદારી પણ મહિલાઓ પર જ આવી ગઇ છે.
આજે શોપિગ કરવા જવું મનગમતી પ્રવૃત્તિ બની ગયું છે.જો કે આપણે ધારીએ છીએ એટલું આ કામ સરળ પણ નથી .વધતાં જતાં મોલ અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના પ્રવેશ સાથે શોપંિગ એક પડકારજનક પ્રક્રિયા બની ગઇ છે. શોપંિગ કરતી વખતે છેતરાઇ ન જવાય તેની ખાસ તકેદારી રાખવી પડે છે. પૈસા તથા સમયનો વેડફાટ ન થાય તેની કૌળજી રાખીને શોપંિગ કરવું જોઇએ. આ માટે કેટલીક બાબતો ખાસ ઘ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે શોપંિગ માટે જતી વેળા સિમ્પલ ડ્રેસ પહેરવો અને મોટી કેરી બેગ લઇ જવી. ઊંચી એડીના સેન્ડલ પહેરવાને બદલે સાદા પગરખાં પહેરવા .આનાથી ફરતી વેળા પગને આરામ રહે તથા થાક ઓછો લાગે.
જો તમારે પોતાના માટે કપડાં ખરીદવા હોય તો એવો ડ્રેસ પહેરીને જવું જેને કાઢવા તથા પહેરવામાં સરળતા રહે. આ કારણે વારંવાર ટ્રાયલ લેવું સરળ રહેશે. શકય હોય તો વન પીસ ડ્રેસ પહેરવો .શોપંિગ કરવા જતી વેળા પોકેટ હોય તેવો પોશાક પહેરવો જેથી છૂટા પૈસા કે કૂપન વગેરે મૂકવામાં આસાની રહે. ચંપલની ખરીદી કરવી હોય તો થોડા ટૂંકા વસ્ત્રો પહેરવા જેથી પગરખાં પગમાં કેવા દેખાય છે તે જોઇ શકાય .
આઉટફિટની શોપંિગ કરતી વખતે શાર્પ એજવાળી એટલેકે વાગે તેવી જવેલરી પહેરવી નહિ કારણકે ટ્રાયલ લેતી વખતે આવી જવેલરી કપડાંમાં ભરાઇ જઇને તેને નુકસાન પહોંચાડી શકે છે. શોપંિગ પર જતી વેળા વાળને ખુલ્લા રાખવાને બદલે પોનીટેલ બાંધવી. જેથી ગરમી થાય નહિ અને વાળ વિખરાયેલા લાગે નહિ. વઘુ ખાના ધરાવતી બેગ સાથે રાખવાથી છૂટા પૈસા અને નાની નાની વસ્તુઓ મૂકવા કે શોધવામાં સરળતા રહે છે. વઘુ મેકઅપ પણ કરવો નહિ. જો મેકઅપ વઘુ હશે તો ટ્રાયલ લેતી વખતે તે નવા કપડાને લાગીને તેને ખરાબ કરશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે શોપંિગ માટે ઘરેથી નીકળતાં અગાઉ બજેટનું પ્લાનંિગ કરવું જોઇએ અને તે પ્રમાણે પૈસા લઇને નીકળવું જોઇએ. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં પૈસા હશે તો નકામી વસ્તુ પાછળ પૈસા વેડફાશે નહિ.
કપડાં ખરીદવા જતાં પહેલાં થોડો સમય કાઢીને મેગેઝીન ,ટીવી કે ઇન્ટરનેટ પર લેટેસ્ટ ફેશન ટ્રેન્ટ વિશે જાણકારી મેળવો. કોઇપણ જાણકારી વગર શોપંિગ કરવાથી શકય છે કે તમે આઉટડેટેડ ડ્રેસ ખરીદો અને પાછળથી પસ્તાવાનો વારો આવે.
બજારમાં કે મોલમાં જઇને ફટાફટ ખરીદી કરવાને બદલે પહેલાં થોડું વિન્ડો શોપંિગ કરવું જેથી કઇ વસ્તુ કયાં કેટલી સસ્તી કે મોઘી પડે છે તેની જાણ થાય. આ બાબતે આળસ કરવાથી એવું પણ બને કે તમે જે વસ્તુ ખરીદી લો તે બીજી જગ્યાએ ઓછા પૈસે અને સારી કવૉલિટીની મળતી હોય .નવી દુકાનેા તથા માર્કેટમાં આંટો મારવો. નવી દુકાનમાં ગ્રાહકોને આકર્ષવા માટે સારી સ્કીમ હોય છે એટલે તેનો લાભ લેવો.
ચોક્ક્સ બ્રાન્ડની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો સારી વાત છે પણ લોકલ બ્રાન્ડની કોઇ વસ્તુ પસંદ આવે અને તે સારી હોય તો તેને ખરીદતાં અચકાવવું નહિ. તે જ પ્રમાણે કલાસિક અને એવરગ્રીન વસ્તુ પર પૈસા ખર્ચતા સંકોચ કરવો નહિ. જે વસ્તુની ફેશન કયારેય જવાનીજ ન હોય તેને વઘુ પૈસા આપીને પણ ખરીદી લેવી .આમાં પૈસાનો વેડફાટ નહિ થાય પરંતુ તમે સમજદારી દાખવ્યાનું ગણાશે. સીઝનલ ટ્રેન્ડ તથા થોડો સમય ફેશનમાં રહેનારી વસ્તુ પર ઓછા પૈસા ખર્ચવા.
શોપંિગ કરવા નીકળ્યા છીએ એટલે કંઇક તો લઇને જ જવું પડે એવું વિચારવું નહિ. જો કોઇ વસ્તુ કે પરિધાન પસંદ ન આવે તો ખાલી હાથે પાછા જવામાં જ ભલાઇ છે. મહેનતની કમાણીના પૈસા નકામી કે ન ગમતી વસ્તુ પાછળ વેડફાય ન જાય તેની ખાસ તકેદારી રાખવી.
કયારેક એવું પણ બને કે પસંદ આવેલી વસ્તુ ખરીદવી કે નહિ તેની અવઢવ થાય છે. આવી સ્થિતિમાં મન પર કાબૂ રાખવો અને તે દુકાનમાંથી નીકળી જવું. એક સ્પતાહ સુધી તેને ખરીદવાનો વિચાર છોડી દેવો .જો એક અઠવાડિયા બાદ પણ તે વસ્તુનું આકર્ષણ યથાવત રહે તો તે ખરીદી લેવી .
જો તમને કોઇ વસ્તુ ખરીદવાની ઇચ્છા થાય તો સૌથી પહેલા તમારી જાતને પ્રશ્ન પૂછો કે શું ખરેખર તેની જરૂર છે? શું તેના વગર ચાલશે નહિ?શું તમારી પાસે તેના જેવું બીજું કઇ નથી? આ સવાલોનો જવાબ તમને તે વસ્તુ ખરીદવી કે નહિ તેનું માર્ગદર્શન આપશે. ઘણી વખત શોપંિગ કરતી વેળા અનાવશ્યક વસ્તુઓની ખરીદી થઇ જાય છે અને પૈસા વેડફાય છે.આવી ખરીદી ન થાય તે માટે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવીનહિ. ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવતી વખતે ખર્ચનો અંદાજ રહેતો નથી. રોકડ રકમ આપવાથી આપણા પર્સમાંથી પૈસા ઓછા થતાં જતાં આપણે બીનજરૂરી ખર્ચ કરતાં અટકી જઇશું. એક સંશોધનમાં જાણવા મળ્યા પ્રમાણે ક્રેડિટ કાર્ડથી બિલ ભરનારા રોકડથી ખરીદી કરનારા કરતાં ૧૨ થી ૧૮ ટકા ખર્ચ વઘુ કરે છે. આથી શકય હોય ત્યાં સુધી શોપંિગ કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.
ભાવિકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved