Last Update : 07-August-2012, Tuesday

 
છૂટાછેડા લેતાં દંપતીની પીડા
 

દંપતીનો સંબંધ વિચ્છેદ સંતાનોને વાળે છે ગુનાઇત વૃત્તિ તરફ
શુંશિક્ષણના વ્યાપ સાથે ભારતીય માનુનીઓનું જીવનધોરણ ખાસ્સુ ઊંચુ આવ્યું છે. પગભર બનેલી યુવતીઓ પુરુષ પ્રધાન સમાજમાં દબાઈ-કચડાઈને રહેવાને બદલે સ્વમાનભેર જીવવા લાગી છે. પરંતુ ઉચ્ચ શિક્ષિત યુવતીઓ હવે પતિ કે સાસરિયાઓની જોહુકુમી સહન કરવા તૈયાર નથી થતી. માતાપિતાના સંસ્કારોને કારણે અને પરંપરાગત માન્યતાઓને પગલે તેઓ પતિગૃહે શક્ય એટલો તાલ મિલાવવાનો પ્રયાસ કરે છે. તેમનું શિક્ષણ તેમને ઘરના વડીલોને માન આપવાનું અને પતિનું સન્માન કરવાનું શીખવે છે. પરંતુ જ્યારે તેની ભલમનસાઈને તેની મૂર્ખતા માની તેનું શોષણ કરવામાં આવે ત્યારે તે તેનો વિરોધ કરે છે. પતિ કે સાસરિયા તેની વાત સમજી જાય તો બઘું થાળે પડી જાય છે, પણ જો તેઓ તેનું શોષણ જારી રાખે તો તેને સંબંધોનો અંત જ એકમાત્ર ઉપાય લાગે છે. અલબત્ત, સંબંધ તોડવાની વેદના સહેવી સહેલી નથી હોતી. તે પતિ-પત્ની બન્નેના તન-મન પર ભારે આઘાત કરે છે. છૂટાછેડાની આડઅસર ઘણી વાર અકલ્પનીય હોય છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે છૂટાછેડા લેનાર પતિ-પત્ની સૌથી પહેલા પોતાનો આત્મવિશ્વ્વાસ ગુમાવે છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે તેઓ ભારે અવઢવ અનુભવે છે. તેમને સતત એમ લાગ્યા કરે છે કે તેઓ ખોટો નિર્ણય તો નથી લઈ રહ્યાં ને?
છૂટાછેડા પછી ઘણાં પુરુષો આલ્કોહોલ કે અન્ય નશાના બાંધણી બની જાય છે, જ્યારે માનસિક તાણને કારણે સ્ત્રીઓની ભૂખ મરી જાય છે. પરિણામે તેમનું વજન ઘટે છે. તો કેટલાંક કેસમાં તેનાથી બિલકુલ ઊંઘુ બને છે. આ માનુનીઓની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સામાન્ય સ્ત્રી કરતાં પાંચ ગણી વધારે હોય છે.
છૂટાછેડા જે તે યુગલની સંવેદનાને હચમચાવી મૂકે છે. તેમાંય બન્નેમાંથી જે વગર વાંકે દંડાયુ હોય તે ભાવનાત્મક રીતે વિખેરાઈ જાય છે. આ તો થઈ માનસિક ક્ષતિની વાત. નિષ્ણાતો કહે છે કે છૂટાછેડા કેન્સર, હૃદય રોગ જેવી જીવલેણ વ્યાધિને નોતરું આપે છે, તેવી જ રીતે આત્મહત્યા કરવાની વૃત્તિ પણ તેજ બને છે.
છૂટાછેડા લેનાર દંપતીના સંતાનો પર માતાપિતાના સંબંધ વિચ્છેદની ઘેરી અસર પડે છે. તેઓ જલદી મિત્રો બનાવી શકતા નથી. જો પહેલેથી મિત્રો હોય તોય તેઓ તેમની સાથે અગાઉની જેમ ભળી શકતા નથી. તેઓ લધુતાગ્રંથિનો શિકાર બને છે. જ્યારે ઘણીવાર આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયેલી સંિગલ મધરના સંતાનો અપરાધ તરફ વળી જાય છે. સંબંધ વિચ્છેદ પછી માનસિક કે ભાવનાત્મક રીતે ભાંગી પડેલી સ્ત્રીને સાંત્વન આપવાના બહાને આગળ આવેલા પુરુષો પછીથી તેનું જાતીય શોષણ કરે એવી સંભાવના ઘણા અંશે વધી જાય છે. જ્યારે ઘણાં પુરુષો એકલી પડેલી માનુનીને ‘સહજ પ્રાપ્ય’ માની બેસે છે. તેથી છૂટાછેડા લેનાર સ્ત્રીએ ડગલે ને પગલે આવા પુરુષોથી સાવધાન રહેવું પડે છે.
ત્યકતા અગાઉથી જ પગભર હોય તો તે ઝડપથી પોતાની જાતને સંભાળી લે છે. કામમાં મન પરોવીને તે ભૂતકાળને ભૂલવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે પોતાના સંતાનોને ઉછેરવામાં પણ નાણાંભીડ નથી અનુભવતી. જો સંતાનો ન હોય તોય તેને માતાપિતા કે ભાઈ-ભાભીના સહારે નથી જીવવું પડતું. પરંતુ જો તે ગૃહિણી હોય તો તેના માટે મુસીબતોની વણઝાર શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તેને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની અને પોતાના સંતાનોની જવાબદારી તેણે પોતે ઉપાડવી જોઈએ. જેથી તે પિયરમાં પણ સ્વમાનભેર જીવી શકે.
જો છૂટાછેડા મેળવેલી માનુનીને ભરણપોષણ મળે તો તેની રકમ સમજી-વિચારીને વાપરવી જોઈએ. આનું કારણ એ છે કે સામાન્ય રીતે પુરુષો ભરણપોષણ આપવાનું ટાળે છે. આમ છતાં નાછૂટકે આપવું જ પડે તો તે શક્ય એટલી ઓછી રકમ આપવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર તો જ સંબંધિત સ્ત્રીને નજીવી રકમથી કામ ચલાવી લેવું પડે છે. સ્ત્રી અથવા પુરુષ, બન્નેનું જીવન છૂટાછેડા પછી થોડા સમય માટે જાણે કે થંભી જાય છે. પરંતુ તેમને આ સ્થિતિમાંથી શક્ય એટલું જલદી બહાર આવીને ભવિષ્યની યોજના બનાવવી જોઈએ. નવા જીવનસાથીની તલાશ, નવી ખુશીઓની શોધ તેમને અવસાદ-પીડામાંથી જલદી બહાર આવવામાં મદદગાર પુરવાર થશે.
જયના

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved