Last Update : 07-August-2012, Tuesday

 
દાદીમાના નુસખાનાં લેખાંજોખાં
 

તમારા ઘરમાં કોઈ દાદા-દાદી કે નાના-નાની છે? જો હોય તો તેઓ જરૂર તમને તંદુરસ્તીની બાબતમાં સલાહ આપતા હશે. આજે પ્રૌઢાવસ્થાએ પહોંચેલી વ્યક્તિએ પોતાના નાનપણમાં ક્યારેય વડિલોની સલાહનું ઉલ્લંઘન કરવાનો વિચાર પણ કર્યો નહિ હોય. પણ સમજ્યા વિના સ્વીકારી લીધેલી જૂના જમાનાની માન્યતાઓ, ભ્રમો અને ક્વિદંતીને વિજ્ઞાને પ્રમાણ સહિત ખોટી ઠરાવી છે.
પગ ભીના રાખવાથી શરદી થાય જેના જડબાનો આકાર પહોળો હોય તે વ્યક્તિ ચારિત્ર્યવાન હોય, અથવા રોજ એક સફરજન ખાવાથી ડોક્ટરને દવાખાને જવાની તમને જરૂર નહિ પડે. આવી બધી ભ્રામક, કલ્પિત અને મિથ્યા વાતોમાં સત્ય કેટલું છે અને અસત્ય કેટલું છે એ વિજ્ઞાનની મદદથી નવા જમાનાના લોકો સમજતા થયા છે. ‘‘પાલકની ભાજી રોજ ખાવ, તેમાં લોહતત્ત્વ છે, તેનાથી શરીરને તાકાત મળશે’’ એ સિદ્ધાંત વાક્ય ઉપર દાદીમાં ખૂબ ભાર મૂકતા, પણ વાસ્તવમાં પાલકમાં લોકો પહેલાં ધારતા હતા તેના કરતા દસમા ભાગનું જ લોહતત્ત્વ છે. આ હકિકત પાછળ એક રસીક કિસ્સો છે એક વૈજ્ઞાનિકે તેની ગુણવત્તાની પરિક્ષા કરવામાં દશાંશ ચિન્હ્‌ મુકવામાં ભૂલ કરી હતી. ચાલો, આપણે કેટલીક ભ્રમણાઓ ભાંગીએ. વાળને જેમ કાપતા રહો તેમ તે ઝડપથી ઉગે છે. આ વાત બિલકુલ ખોટી છે. વાળ નિર્જીવ છે. જેવા તે ખોપરીમાંથી બહાર આવે છે તેવા જ તે મૃત બની જાય છે. તેનો જથ્થો વધારવાની કે તેને ઝડપથી ઉગાડવા માટેની કોઈ દવા નથી.
વિટામીનની ગોળીઓથી શરીરમાં શક્તિ વધે છે.
ડૉ. જુલિયન રુથફિલ્ડ લંડનના આહારવિદ છે, તેના કહેવા પ્રમાણે, ‘‘જો તમે તંદુરસ્ત હો તો તમને વિટામીનની ગોળીઓની જરૂર નથી. સમતોલ આહારક લેશો તો જરૂરી વિટામીનો તેમાંથી મળી રહેશે. જો તમારામાં વિટામીનોની ખરેખર ખામી હશે તો જ તે ગોેળીનો ઉપયોગ થશે. વિટામીન ‘એ’ અને વિટામીન ‘ડી’ નો વઘુ પડતો મારો તમને માંદા કરી નાંખશે.
સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો વઘુ તાકાતવાન હોય છે.
આ પણ દાદીમાની એક ભૂલભરેલી માન્યતા છે. સાધારણ રીતે સ્ત્રીઓ કરતાં પુરુષો વઘુ તાકાતવાન હોય છે. ખરુ છે, પણ આપત્તિમાં સ્ત્રીઓ વઘુ સહનશીલતા અને ધૈર્ય બતાવે છે. આ વાતની સાબિતી આપવા લંડનની સેંટ બાર્થોલોમ હોસ્પિટલના પ્રોફેસર પોટલ ટર્નરે એક પ્રયોગ કર્યો. તેમણે સ્ત્રીઓ અને પુુરુષોની આંગળીઓમાંથી એક ઈલેક્ટ્રિક કરંટ
પસાર કર્યો.
પુરુષો તો કરંટ બંધ કરવા માટે ચિસાચીસ કરવા લાગ્યા, જ્યારે સ્ત્રીઓ હસવા લાગી. આ ઉપરથી સાબિત થાય છે કે વિપરીત સંજોગોમાં પણ સ્ત્રીઓ ગભરાતી નથી. સ્ત્રીના શરીરનું બંધારણ કોમળ હોય તો પણ મન મજબૂત હોય છે.
જીભ ઉપરની સફેદી છારી એ નાદુરસ્ત તબિયતની નિશાની છે.
આ વાત બિનપાયાદાર છે, એમ વિજ્ઞાન કહે છે. ખરું પૂછો તો તંદુરસ્ત માણસની જીભ જ સફેદ હોય છે. જેમને પોચો ખોરાક ભાવતો હોય અને જેઓ મોં ખુલ્લુ રાખીને સૂતાં હોય કે ઘૂમ્રપાન કરતા હોય તેમની જીભ ઉપર કાંટા જેવું દેખાય છે.
લાંબા સમય સુધી ટીવી જોવાથી આંખ બગડે છે.
વઘુ પડતો ટીવીનો પ્રોગ્રામ જોવાથી આંખ બગડે છે એ ખોેટું છે. તેનાથી આંખને નુકસાન નથી થતું બહુ બહુ તો આંખની આસપાસના મસલ્સના ઉપર દબાણ આવે છે.
લંડનના ડૉ. એન્ડ્રુ વિલ્કીસનને આ વિષયનો ઊંડો અભ્યાસ કરીને તારણ કાઢ્‌યું છે કે, ‘‘ટીવીને વઘુ વખત નજદીકથી જોવાથી નુકસાન થઈ શકે છે. બાળકોમાં બેભાન થઈ જવાના અને ફેફરુના જેવા લક્ષણો પણ કેટલીકવાર જોવામાં આવે છે.’’
પહોળા જડબાવાળી વ્યક્તિ પ્રભાવશાળી અને ચારિત્રવાન હોય છે.
ઓગણીસમીા સદીના વૈજ્ઞાનિકો આ વાત સાબિત કરવા ખૂબ મથ્યા પણ તેમને એક પણ પુરાવો મળ્યો નહિ. ન્યુયોર્કના ડોક્ટર એલીસન ડેબ્રીસ કહે છે, ‘‘શરીરનું આકૃતિવિજ્ઞાન અહીં ખોટું પડે છે, કારણ નાની હડપચીવાળા માણસો હલકા ચારિત્ર્યવાળા હોય છે એવો કોઈ પુરાવો મળતો નથી, કે રતાશ પડતા વાન વાળા માણસોનો સ્વભાવ ઉગ્ર હોય છે, કે વિશાળ ભાલપ્રદેશ બુઘ્ધિમત્તા બતાવે છે, તેવી જ રીતે ઊંડી ઊતરી ગયેલી હોય તેવી આંખો ગુનાખોર વૃત્તિ બતાવે છે. આ બધી માન્યતાઓ ખોટી છે. વ્યક્તિના બાહ્યદેખાવ ઉપરથી તે ચારિત્ર કે બુઘ્ધિમત્તાનું માપ કાઢી શકાતું નથી.
ભીના પગથી શરદી થાય છે
શરદી થવાનું કારણ તેના વાયરસ છે, ટોરોન્ટોના ડૉ.મોર્લી એન્ડરસનના કથન પ્રમાણે, ‘‘પગ ભીના રાખવાથી, ભીના વાળે બહાર જવાથી, કે ખુલ્લી હવામાં ફરવાથી શરદીના વાયરસ સામે લડવાની કુદરતી તાકાત ઓછી થાય છે અને તેથી જ શરદીનો ચેપ જલદી લાગે છે.
સ્વસ્થ વાળમાં ચમક સારી હોય છે.
આ હકીકત પણ હંમેશા ખરી નથી હોતી. વાળને નિયમિત ધોવામાં આવતા હોય અને તેમની સારી કાળજી લેવામાં આવતી હોય તો વાળ ચમકતા રહી શકે છે. પણ ઘણીવાર વાળની ઉપરનું રક્ષાત્મક પડ નષ્ટ થયું હોય અથવા વાળ તૈલી હોય તો વાળ ચમકતા લાગે છે.
દાંતનો દુખાવો મટાડવો હોય તો દાંત ઉપર એક એસ્પીરીન રાખો.
દાદીમાની આ સલાહ તો જરાય માનશો જ નહિ, કારણ એસ્પીરીનથી દુઃખતા દાંતના ઉપરના પડને ઘસારો પહોંચે છે. તેમજ આસપાસના પેઢાને પણ નુકસાન થાય છે.દુખાવો ઓછો થાય એ માટે એસ્પીરીનને પાણી સાથે ગળી જાવ અને તે પછી દાંતના ડોક્ટરને બતાવો.
રોજનું એક સફરજન ખાવ અને ડોક્ટરની દવાથી બચો.
કોઈ પણ ફ્રૂટ તંદુરસ્તી માટે સારું છે. વળી, સફરજનમાં વિટામીન ‘સી’ છે અને આંતરડાને સાફ કરે છે, પણ એમ જુઓ તોે બીજા અનેક ફળો આ જ કામ કરે છે. કઠણ ફળો મોઢામાં લાળ ઉત્પન્ન થવામાં મદદરૂપ થાય છે. જ્યારે બીજા ફળોમાં રહેલો એસિડ દાંતને નુકસાન કરે છે.
સફરજનની ગુણવત્તા વિશે શંકા ત્યારે ઉત્પન્ન થઈ જ્યારે એક વિશેષજ્ઞે જાહેર કર્યું સફરજનથી લોકો માંદા પડે છે. ડબ્લીનના એલર્જી એક્ષપર્ટ ડૉ. જીનમનરો એમ માને છે કે બીજા બધા ફળોની જેમ જ સફરજન ઉપર પણ સાચવણી માટે જંતુનાશક દવા છાંટવામાં આવે છે. આ જંતુનાશક દવા પેટમાં જવાથી માંદગી આવે છે. તેના શરૂઆતના ચિન્હોમાં ગળામાં-સોજા, થાક, હૃદયના અનિયમિત ધબકારા અને ચક્કર આવે છે.
વિજ્ઞાન અને દાદીમાના વૈદાને ખોટું ઠરાવે, પણ દાદીમા પાસે પણ અનુભવે ઘડાયેલું ડહાપણ હોવું જોઈએ. નહિ તો આટલું લાંબુ આયુષ્ય કેમ પ્રાપ્ત થાય?

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved