Last Update : 07-August-2012, Tuesday

 

ચહેરાના મેકઅપમાં કાનનું ધ્યાન રાખો

 

મોટાભાગે જોવા મળે છે કે સ્ત્રીઓ ચહેરાને મેકઅપ ખૂબ જ કાળજીપૂર્વક કરે છે પણ કાનને એમને એમ જ મેકઅપ કર્યા વગર જ રહેવા દે છે અને એમાં આભૂષણો પહેરી લે છે, જેથી ચહેરાની ત્વચાના રંગ અને કાનની ત્વચાના રંગમાં ખૂબ જ અંતર પડી જાય છે, જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે અને ચહેરો વરવો લાગે છે. એથી ચહેરાના મેકઅપની સાથોસાથ ગરદન તથા કાનની ઉપર પણ મેકઅપ કરવો જરૂરી બને છે, જેથી સમગ્ર મસ્તકના અંગો, મોં (ચહેરો), ગરદન, કાન, બધાંની ત્વચા એકસરખી લાગે.
મેકઅપ કરતી વખતે સૌ પહેલાં ફાઉન્ડેશનને ટપકાંરૂપે ચહેરા, ગરદન અને કાન ઉપર લગાવો અને ત્યારબાદ હળવા હાથે બધે એક સરખો પ્રસરી જાય એમ લગાવો. કાનની અંદરની બાજુ પણ ધીરે ધીરે આંગળીથી ફાઉન્ડેશન લગાવો, ત્યાર પછી આછો કોમ્પેક્ટ ચહેરા, ગરદન અને કાન ઉપર લગાવો. ચહેરા ઉપર રૂઝ લગાવો, તે સમયે કાન ઉપર પણ હલકા હાથ રૂઝ ફેરવી લો.
ચોરસ ચહેરોઃ ચોરસ ચહેરા ઉપર ગાલનાં હાડકાં ચોરસ હોવાને લીધે તે ભારે- ભારે લાગે છે અને તેથી કાન નાના દેખાય છે. કાનને લાંબા દેખાડવા માટે જ કાનના છેડા પર હલકું ફાઉન્ડેશન લગાડવું. બ્રશની મદદથી રૂઝને બંને છેડા વચ્ચે લંબાઈમાં લગાડવી.
લાંબો ચહેરોઃ લાંબા ચહેરા પર કાન પાતળા અને લાંબા લાગે છે. કાનને પહોળા દેખાડવા માટે ફાઉન્ડેશનને વચ્ચે ઘટ્ટ અને કાનથી થોડે નીચે સુધી ફાઉન્ડેશનની લાઈન આપો. રૂઝને કેવળ નીચેના છેડા પર પહોળાઈમાં થોડુંક હલકું લગાડો.
ત્રિકોણ ચહેરોઃ માથું નાનું અને હડપચીનો ભાગ પહોળો હોય, તો કાન પણ નાના લાગે છે એને લાંબા દેખાડવા માટે ફાઉન્ડેશન લગાડી એના બહારના છેડા પર ગાલને સ્પર્શ કરતાં હલકા હાથે બ્રશ કાનની હડપચી સુધી ફેરવી દો.
અંડાકાર ચહેરોઃ જો માથું પહોળું અને હડપચી પાતળી હોય, તો ગાલ બેસી ગયેલ લાગે છે અને કાન લાંબા દેખાય છે. કાનને નાના દેખાડવા માટે કાનની વચ્ચે હલકા ફાઉન્ડેશન અને છેડા પર ઘેરા ફાઉન્ડેશનની લાઈન આપો, પણ બંને એક સરખી એવી રીતે ભેળવો, કે ફાઉન્ડેશનના ડાઘા દેખાય નહીં. રૂઝ ફક્ત વચમાં જ લગાવો.
મોટાભાગે નકલી આભૂષણો પહેરવાને કારણે સ્ત્રીઓના કાન પાકી જાય છે અને લાલ થઈ જાય છે, જેથી તે સૂજી જવાની ફરિયાદ તેઓ કરે છે. જો કાન ઉપર જરા પણ જખમ થઈ જાય, તો તુરત ડોક્ટર પાસે ઈલાજ કરાવવો જોઈએ. નકલી ઘરેણાંને પણ થોડોક સમય પહેરીને ઉતારી નાંખવાં જોઈએ. કારણ કે કાનની ત્વચા ખુબ જ સંવેદનશીલ હોય છે. આ કારણે ત્વચાને એલર્જી થવાને લીધે આવાં આભૂષણ અનુકૂળ થતાં નથી.
ઝૂમખાં અથવા કાંપ કે ટોપ્સ પહેરવાથી કાન સૂજી ગયા હોય અને દુઃખે તો મેકઅપની અગાઉ થોડીક બોરોલીન અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમથી એકાદ મિનિટ સુધી બંને કાનના વીંધ પર માલિશ કરીને કાનના કાંપ પહેરો.
પણ જો પરૂ નીકળે તો સોના અથવા ચાંદીનાં આભૂષણો જ પહેરો, હંમેશાં કાપ અથવા ટોપ્સ પહેરતાં પહેલાં એ ભાગનો ડેટોલ અથવા સ્પિરિટથી કીટાણુરહિત કરી લો. ટોપ્સ ઉતાર્યા પછી પણ ડેટોલથી કાનના વીંઘને કીટાણુરહિત કરો.
યાદ રાખો કે કાન માત્ર સાંભળવા માટે જ નથી. આપણી મુખાકૃતિ કાન વિના અઘૂરી અને ચીબા જેવી લાગે. કાન ચહેરાનો આકાર સંપૂર્ણ બનાવે છે. એટલે મુખારવંિદને સુંદર દેખાડવામાં કાનની ઉપેક્ષા ન થવી જોઈએ.
કેતકી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved