Last Update : 07-August-2012, Tuesday

 
ચોમાસામાં ચામડીની સમસ્યા
 

ઉનાળાના ગરમ હવાના ચાબખા પડવાના બંધ થયા અને આવી વરસાદી મોસમ. ચારે બાજુ બઘું જ સ્વચ્છ, સુંદર અને નયનરમ્ય. પણ આ શું? ગરમ પવનનું જોશ ઓછું થયું તો તેને બદલે બફારા સાથેની ગરમી શરૂ થઈ ગઈ. ઝરમર ઝરમર વરસાદ પછી કાળાં વાદળોની આડશમાંથી નીકળતા સૂરજની ગરમીથી શરીર બળે છે અને બફારાની ગરમીથી પરસેવો ખૂબ થાય છે, પરંતુ તેનાથી ગભરાવાનું શું, એ તો મોનસૂનનો અંદાજ છે. પણ એવામાં જે વસ્તુ પર સૌથી વધારે અસર થાય છે તે આપણી ત્વચા.
બ્યૂટી એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ‘‘આ મોસમમાં પરસેવાની ચીકાશથી હવામાં રહેલા બેક્ટેરિયા, ઘૂળમાટી ચહેરા પર ચોંટી જાય છે, જેનાથી વ્હાઈટ અને બ્લેકહેડ્‌સ થવાની સમસ્યા થઈ જાય છે. તૈલી ત્વચા પર આ મોસમની સૌથી વધારે અસર પડે છે, ખીલ, ફોડકીઓ પણ હેરાન કરે છે. સનસ્ક્રીન પણ વધારે પરસેવો થવાથી ધોવાઈ જાય છે અને સ્કિન ડલ અને ટેન થઈ જાય છે.
‘‘આ સ્કિન પ્રોબ્લેમથી બચવા માટે ઓઈલી સ્કિનવાળી મહિલાઓએ ક્લીઝીંગ પર ખાસ ઘ્યાન આપવું પડે છે. રાત્રે ચહેરો સારી રીતે સ્વચ્છ કરવો ખૂબ જરૂરી છે. આખા દિવસમાં ૩-૪ વખત સારી રીતે એસ્ટ્રીજન્ટ લોશનથી ચહેરો સાફ કરો અને પછી સ્કિન ટોનરનો ઉપયોગ કરો. ડ્રાય સ્કિનવાળી મહિલાઓએ વધારે નહીં, ૧-૨ વાર જ ક્લીઝીંગ મિલ્કથી ચહેરો સાફ કરવો જોઈએ અને જો ઘરમાં કાચું દૂધ હોય તો તેનાથી ચહેરો સાફ કરી શકો છો.’’
મોનસૂનમાં ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતા ઘણી વધી જાય છે. આ સમયે પરસેવો વધારે થાય છે અને વરસાદમાં પલળી જવાય છે તેથી શરીરની અંદરના ભાગો જેવા કે બગલ, પગની વચ્ચે, છાતી વગેરેમાં સતત ભીનાશ રહેવાથી ફંગલ ઈન્ફેક્શન થઈ જાય છે. આના માટે તમે એન્ટિફંગલ સોપનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તે માત્ર જે જગ્યા પર ઈન્ફેક્શન થવાનો ભય છે ત્યાં ઉપયોગ કરો, કારણ કે તેનો વધારે ઉપયોગ કરવાથી ડ્રાયનેસની સમસ્યા પણ વધી જાય છે.
ક્લીઝીંગ અને મોઈશ્ચરાઈઝંિગ
ડર્મેટેલોજીસ્ટ અનુસાર, ‘‘મોનસૂનમાં મોટાભાગની મહિલાઓ ક્લીઝંિગના ચક્કરમાં ઓવર ક્લિઝીંગ કરી લે છે, જેનાથી સ્કિનનું નેચરલ ઓઈલ ખલાસ થઈ જાય છે. આપણી ત્વચાનું પ્રોટેક્ટિવ લેયર ઊતરી જાય છે અને પછી ઈન્ફેક્શનનો ભય વધી જાય છે એટલે ઓવર સ્ક્રબંિગ, હાર્શ સોપ અને ક્લંિઝરનો ઉપયોગ કરવાથી દૂર રહો. જો ચહેરાને ધોવાની ઈચ્છા થતી હોય તો માત્ર સ્વચ્છ અને ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખો. એવું ના કરવાથી ડ્રાય સ્કિન વધારે ડ્રાય અને ઓઈલી સ્કિન વધારે ઓઈલી થઈ જાય છે, જેનાથી ખીલ થવાની શક્યતા વધી જાય છે.’’
આ વખતે વધારે પરસેવાને થવાને કારણે વાતાવરણમાં રહેલી ઘૂળમાટીનાં રજકણો ત્વચા પર ચોેંટી રહે છે, જેને ઘરે પહોંચીને સારી રીતે સાફ કરવું ખૂબ જરૂરી છે. આ કારણે તમે કોઈ પણ નોન સોપી ક્લંિઝરનો ઉપયોગ કરી શકો છો, જે ડીપ પોર ક્લિઝીગ કરતું હોય. આખા દિવસમાં દરેકને માટે વારંવાર મોં ધોવાનુ શક્ય ના હોય તેવું બને એવી મહિલાઓ વેટ ફેસ ટિશૂનો ઉપયોગ કરી શકે છે.
ડર્મેટોલોજિસ્ટના મત અનુસાર, ‘મોનસૂનમાં પણ સ્કિન કેરનું રૂટીન ક્લિઝીંગ, ટોનંિગ અને મોઈશ્ચરાઈઝંિગ દરરોજ ફોલો કરવું જોઈએ. ડ્રાય સ્કિનવાળા માટે ઓઈલ બેસ્ડ મોઈશ્ચરાઈઝર અને ઓઈલી સ્કિનવાળા માટે લાઈટ અને વોટર બેસ્ડ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો સારો છે. આ વખતે સ્ક્રબંિગ પણ ઓછું કરવંું જોઈએ. મહિનામા ંબે વખત કરવું પૂરતું છે, તેના બદલે ટોનંિગ વધારી દેવું જોઈએ. મોટાભાગે મહિલાઓ વાદળા જોઈને સનસ્ક્રીન લગાડતી નથી તે યોગ્ય નથી.
ઘરગથ્થુ નુસખા
મોનસૂનમાં સ્ક્રબંિગ કરવું જરૂરી છે. તમે ઘરમાં પણ આ વસ્તુઓમાંથી સહેલાઈથી સ્ક્રબર તૈયાર કરી શકો છો. ચણા, અડદ, મસૂર અને ચોેખાને સરખા પ્રમાણમાં લઈને તેને કરકરુ પીસી લો. તેમાં મુલતાની માટી, ચંદન પાઉડર, હળદર, કેસર અને ઓરેન્જ પીલ મિક્સ કરી સૂકું જ પીસી લેવું. પછી આ મિશ્રણને રોજ થોડું થોડું લઈને વેજિટેબલ જ્યૂસ અને કોઈપણ ફ્રૂટનો પલ્પ મિક્સ કરી, લગાડો અને પછી સ્ક્રબ કરો.
૧૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આનાથી બ્લેકહેડ્‌સ નહીં થાય અને ખીલ થવાની શક્યતા ઓછી થઈ જશે. જો ખીલ હોય તો ફુદીનાને પીસી તેનો રસ લગાડો અને જાયફળને થોડા દૂધમાં પીસીને લગાડી શકો છો.
પરસેવાની ગંધની સમસ્યા પણ મોનસૂનમાં ખૂબ હેરાન કરે છે. વધારે પરસેવાને રોકવા માટે રાત્રે સૂતાં પહેલાં એલ્યુમિનિયમ હેક્સાઈડ્રેટ લોશન લગાડો. ફંગલ ઈન્ફેક્શન અને રેશીઝથી બચવા માટે એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરી સ્કિનની ડ્રાઈંગ ઈફેક્ટ બનાવી રાખો. આ ઓરલ મેડિકેશન તમે કોઈ ડોક્ટરી સલાહ વિના રોજ લઈ શકો છો. રોેજ ૩-૪ કલાક પછી સનસ્ક્રીન ફરીવાર લગાડવાનું ના ભૂલો તેનાથી ટોનંિગ નહીં થાય.
સારી કંપનીના પફ્‌ર્યૂમ્સ, ડિઓડરન્ટ કે આજકાલ માર્કેટમાં મળતી અરોમા ઓઈલ થેરપી બેસ્ડ પફ્‌ર્યૂમનો ઉપયોગ કરવાની સાથે દિવસમોં બે વખત સ્નાન લાભદાયક થશે. બને ત્યાં સુધી સુતરાઉ કપડાં જ પહેરો. સ્નાન કરતાં પહેલાં ઘરમાં જે કોઈ પણ ફૂલ હોય જેમ કે ગુલાબ, વેલા વગેરે તેને ઓરેન્જ પીલની સાથે ૧ કપ પાણીમાં પલાળી રાખો. તે પાણી ગાળી ગઈ સ્નાન કરવાનાં પાણીમાં ભેળવો. આનાથી આખો દિવસ ફ્રેશનેસ રહેશે અને પફ્‌ર્યૂમ લગાડવાની જરૂર નહીં રહે.
વર્ષાૠતુમાં મેકઅપ લાઈટ કરવો જોઈએ. ફાઉન્ડેશનને બદલે ફેસ પાઉડરનો ઉપયોગ કરવો વધારે સારો છે. બધી જ બ્યૂટી આઈટમ વોટરપ્રૂફ હોય, કારણ કે વરસાદમાં રેલાતો અને ફેલાયેલા મેકઅપ બહુ ખરાબ લાગે છે. જ્યાં સુધી કલરનો પ્રશ્ન છે તો એ વખતે તમે સ્મોકી મેકઅપ વાઈબ્રન્ટ અને મલ્ટિકલરથી કરી શકો છો, જેમ કે ઓરેન્જ, પીચ, પંિક, લાઈટ મજેન્ટા વગેરે.
ઈન્ફેક્શનથી દૂર રહો
મોનસૂનમાં હાથપગની ત્વચાનું પણ ખાસ ઘ્યાન રાખવું પડે છે. વરસાદમાં પલળી જવાથી અથવા આખો દિવસ શૂઝમાં બંધાયેલા પગ ભીનાશથી ફૂલી જાય છે. આ કારણથી આ સમયે બની શકે તો સેન્ડલ્સ અને સ્નીકર્સ પહેરો અને લેધર ફુટવેરને સારી રીતે પોલિશ કરીને જ પહેરો જેથી તેમાં ફંગસ થઈ નુકસાન ના કરે. પગની આંગળીઓની વચ્ચે ફંગલ ઈન્ફેક્શન થવાનો ભય સૌથી વઘુ રહે છે. એટલે સમયસર પેડીક્યોર કરાવીને પગની સ્વચ્છતા જાળવી રાખો અને તેને સારી રીતે સૂકવીને પછી તેની આંગળીઓની વચ્ચે ટેલ્કમ પાઉડર લગાડવાનું ક્યારેય ના ભૂલવું. ડૉકટરના કહેવા અનુસાર, હાથને ડ્રાય અને મોઈશ્ચરાઈઝર રાખવા જોઈએ અને નખની આજુબાજુની ત્વચાને વધારે ઘસવી ના જોઈએ. ઘરનું કામ કરવાથી નખ ફૂલવાથી તેને ઈન્ફેક્શનથી બચાવવા માટે હાર્ડનંિગ જેલ (ઈનેમલ)નો ઉપયોગ કરી શકો છો. પગને બને તેટલાં ડ્રાય રાખો. સ્નાન કર્યા પછી સારી રીતે સુકાયા પછી એન્ટિપર્સપરેન્ટ અથવા ડસ્ટંિગ પાઉડર લગાડીને જ શૂઝ વગેરે પહેરો.
આ રીતે જ્યારે વર્ષાૠતુમાં મોસમ દગો કરે અને તમારી સ્કિન પર ખરાબ અસર થાય ત્યારે આ બધી બાબતોથી તેને દૂર કરો અને મોનસૂનમાં પણ ખૂબ સુંદર અને ચમકતી સ્કિનની સામ્રાજ્ઞી બની રહો.
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved