Last Update : 07-August-2012, Tuesday

 
પ્રિય ખંજન
 

પ્રિય ખંજન,
આજે રજાનો દિવસ હતો. સવારથી જ વાતાવરણ આલ્હાદક હતું અને અમે ગાંધીનગર જવા નીકળ્યા... સાચું કહું તોે મારું જરાય જવાનું મન ન હતું. મારે તો પથારીમાં પડ્યા પડ્યા ચોપડી વાંચવી હતી પણ તારા પપ્પા અને સખીની જીદ આગળ મારું ચાલ્યું નહીં અને એમની સાથે ગયા પછી મને ખરેખર લાગ્યું કે જોે હું ના ગઈ હોત તો મે મેં ઘણું ગુમાવ્યું હોત.... આપણે બધાં ય રજાના દિવસની આળસુ સાંજને થાકી જવાના અથવા તો આરામ કરવાના બહાના હેઠળ ટી.વી. પર કોઈ ગંભીર ફિલ્મ જોતાં જોતાં અથવા તો ફોન પર નક્કામી વાતો કરવામાં વેડફી નાખીએ છીએ.
સિમેન્ટ કોંક્રિટના જંગલ વચ્ચે રહેવા આપણે ટેવાઈ ગયા છીએ. ક્યારેક લાગે છે કે પ્રદૂષણ વિનાની હવા આપણા ફેફસાંને માફક આવતી નથી. કુદરતીના સાન્નિઘ્યમાંમ જવાની કેટલીય તકો આપણી સામે આવીને ઊભી રહી છે. પરંતુ સમયના અભાવે કે બીજા કોઈ કારણસર આપણે એ તક જવા દઈએ છીએ અને કુદરતી દૂર થતાં જઈએ છીએ. મોટા ઊંચા બિલ્ડંિગમાં રહેતા કેટલાય બાળકો એવા હશે કે જેમણે ખિસકોલી, ચકલી કે દરજીડો માત્ર ચોેપડીના પાનમામં જોેયા હશે અથવા તો મોર કે નોળિયો ટી.વીના સ્ક્રીન પર કે પ્રાણ સંગ્રહાલયમાં જોયા હશે. હાઈવે પર જતી ગાડીમાંથી બંને બાજુ લહેરાતા લીલા લીલા ખેરો, વચ્ચે ક્યાંક કયાંક હજી યે હળ લઈને ખેતી કરતો ખેડૂત, ટેહૂક ટેહૂકના ટહૂકા સાથે કળા કતો મોર. રસ્તાની બાજુએ દોડી નોળિયો...
હું જ્યારે નાની હતી ત્યારે વેકેશનમાં ગામડે જતી. ત્યારનું એ નાનકડા ગામડાનું ચિત્ર મારા હૈયા પર કોરાઈ ગયું છે... ટ્રેનમાંથી ઊતરીને, બસમાં મુસાફરી કરવાની અને તેના પછી ઘૂળિયા રસ્તા પર બળદ ગાડામાં થોેડું અંતરિયાળ કહી શકાય તેવું સાવ જ નાનકડું ગામ.... કાચી માટીની ઈંટોથી બનેલી દીવાલો અને સૂકા ઘાસથી છવાયેલી છત... આંગણામાં હંમેશા ગાય બાંધેલી રહેતી. ઘરની દિવાલોમાંથી છાણની આછી સુગંધ આવ્યા કરતી. જ્યારે મારા દાદી કે ફોેઈ દિવાલોને છાણથી લીંપતા હું કલાકો સુધી જોયા કરતી. અમે ઊનાળામાં ત્યાં જતા એટલે મોટે ભાગે એ સમય એટલે ઘરને રીપેર કરાવીને વરસાદ માટે તૈયાર કરવાનો સમય રહેતો. શહેરના એશો આરામમાં રહેલી હું મારા માટે દરવખતે મારી દુબળી પાતળી ફોઈ જ્યારે કૂવામાંથી પાણી ખેંચતી ત્યારે એની ઝડપ અને તાકાત હું જોઈ રહેતી. ઘરના ફળિયામાં ક્યારેક વીંછી કે નાનકડો સાપ દેખાઈ જતો. લોકો આસાનીથી એને પકડીને મારી નાખતા અથવા તોે દૂર ક્યાંક નાખી આવતા. જો કે અમારા ઘરના આંગણામાં સાપ નીકળે તો તેને મારવાની મનાઈ હતી. ઘરની રસોઈ વળી વધારે નવાણી પમાડે એવી હતી. ત્યાની દાળનો સ્વાદ અહીં શહેરની દાળ કરતાં કંઈક અલગ જ આવતો. એ સ્વાદ હજીય મારી દાઢમાં ક્યાંક સચવાઈ રહ્યો છે. બપોરે ભૂખ લાગે ત્યારે જવનો લોટની કોઈ વાનગી બનતી. તેનું નામ હું ભૂલી ગઈ છું પણ એ હતી મજેદાર.... રાત્રે આંગણામાં ખાટલો ઢાળીને સૂવાનું અને તારાઓથી ભરેલું આકાશ જોવાનું .... ખુલ્લા આંગણામાં ખાટલો ઢાળીને જ્યારે આંખો ખોલીને પડ્યા હોઈએ ત્યારે ઉપર ઝળુંબતું આકાશ કેટલુ સુંદર લાગે છે એ વર્ણવી શકાય તેમ નથી. ત્યાં આજુબાજુ કોઈ ઊંચુ બિલ્ડંિગ હોય જ નહીં એટલે દ્રષ્ટિને કોઈ બંંધન નડતા નહીં. તારાથી ભરેલા ચંદરવા હેઠળ સૂતા હોઈએ એવો જ ભાસ થાય. એ વખતે દૂર દૂર શિયાળની લાળી પણ સંભળાય.. રાતનું આ સૌંદર્ય તો માણીએ ત્યારે જ ખબર પડે... આપણી નિયોન લાઈટના કૃત્રિમ અજવાળામાં રાત તો શોેધીય જડતી નથી તો તારા કે ચંદ્ર તરફ ઘ્યાન ક્યાંથી જાય?
કુદરતનું આ સાન્નિઘ્ય અમે તને આપી શક્યા નથી કારણ કે પછી તો ગામમાં ઘર ખેતર રહ્યા જ નહી અને ગામડે જવાનું ય સાવ ઓછું થઈ ગયું. તે છતાં ય કુદરત અને પ્રકૃતિ તોે હજી સુંદરતા પોતાનામાં સાચવીને બેઠી જ છે ... તને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અને સમય ના મળે તો તારી વ્યસ્ત જીવનમાંથી સમય ચોરીને પણ એકાદ આંટો કુદરતના ખોેળે મારી આવજે. માટીની ભીની સુગંધ તારા શ્વાસમાં ભરી લેજે. ખેતરોની સુંદરતા તારી આંખમાં આંજી લેજે.... મોરના ટહુકા અને કોયલની કૂંજ સાંભળી લેજે... જીવન થોેડું વધારે જ ખૂબસુરત બની જશે... આપણી વ્યસ્ત જંિદગી જરૂરી છે તો જ.... પણ કુદરતનું સાન્નિઘ્ય એ જંિદગીને ઓક્સિજન પૂરું પાડે છે. મને આજે સાથે ઢસરડી જવા બદલ સખીનો ખૂબ ખૂબ આભાર...
- તારી વ્હાલી મમ્મી
- ડૉ. રેણુકા પટેલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved