Last Update : 07-August-2012, Tuesday

 
પત્ની ‘ગુણસુંદરી’ હોય, તો સુંદરતા ‘ગૌણ’ છે
 

મોટા ભાગની મહિલાઓ પોતાના ગુણ વધારવાને બદલે રૂપને સજાવવા પાછળ વઘુ ઘ્યાન આપતી હોય છે. તેઓ માનતી હોય છે કે સુંદરતાના જોરે જ પતિને મુઠ્ઠીમાં રાખી શકાય છે. તેમની આ માન્યતા ખોટી છે, કેમ કે સુંદરતા તો પળવાર માટે જ આકર્ષણ ઊભું કરે છે, જ્યારે ગુણનું આકર્ષણ તો હંમેશાં જળવાઈ રહે છે. આમ તો દરેક પતિ તેની પત્ની સુંદર હોય તેવી આશા રાખતો હોય છે. જો કોઈ પુરુષ છોકરીની ફક્ત સુંદરતા જોઈને જ તેની સાથે લગ્ન કરી સંસાર માંડે અને તે છોકરીમાં ગુણોની ઊણપ હોય, તો થોડા સમય પછી પતિને એવું લાગવા માંડે છે કે સુંદરતાની સાથે તેની પત્નીમાં થોડા સદ્‌ગુણ પણ હોત, તો વઘુ સારું થાત.
આ પરથી પુરવાર થાય છે કે ગુણની સામે સુંદરતા ઝાંખી પડી જાય છે, કેમ કે દરેક પતિ બધા જ ગુણ ધરાવતી પત્નીને ઇચ્છતો હોય છે.
સુંદરતા ટકાવવાની સાથે સાથે પત્નીએ પતિને પોતાના સારા ગુણોથી રાજી રાખીને તેની ‘વહાલી’ બનવું જોઈએ, નહીં તો તે પતિની નજરમાં ઊંચી આવી શકતી નથી.
આરસની પૂતળી જેવી સરોજનાં લગ્ન એક બહુ સુખી ઘરમાં થયા. તેનો પતિ સુભાષ તો સરોજની સુંદરતા જોઈને છક થઈ ગયો. શરૂઆતના દિવસોમાં તો તે પોતાનાં બધાં જ કામકાજ ભૂલીને સરોજની પાછળ પાછળ જ ફર્યા કરતો.
એક દિવસ સરોજ મેકઅપ કરતી હતી. સુભાષ તેની સામે જ બેઠો હતો. સરોજે તેને પૂછ્‌યું, ‘‘એય કહોને, હું કેવી લાગું છું? મારી હેરસ્ટાઇલ કેવી છે? આ સાડી મને કેવી લાગે છે? ચાંદલો બરાબર છેને? અને આ લિપસ્ટિકનો ‘નેચરલ કલર’ કેવો લાગે છે. હું તો તારા આ કુદરતી રૂપનો જ દીવાનો છું.’’ પછી સરોજના હાથ ચૂમતાં બોલ્યો, ‘‘મને થાય છે કે તને બસ આમ ને આમ જોયા જ કરું.’’
‘‘તો જુઓને, કોણે રોક્યા છે?’’ સરોજે લટકો કરતાં કહ્યું. આમ ને આમ થોડા દિવસ વીતી ગયા. એક દિવસ ઓફિસે જતી વખતે સુભાષે સરોજને કહ્યું, ‘‘આ રોજ રોજ રસોઈયાના હાથની રસોઈ ખાઈને હું કંટાળી ગયો છું, એટલે હું આજની તારા હાથની રસોઈ ખાવા માગું છું.’’
મોંઢા પર બનાવટી હાસ્ય લાવી સરોજ બોલી, ‘‘હા, હા, તમે જરાય ચંિતા ન કરો. તમારા માટે હું મારા હાથે જ રસોઈ બનાવું એ તો મારું સૌભાગ્ય ગણાય.’’ સરોજ બોલતાં તો બોલી ગઈ. પણ તેને તો રસોઈ બનાવવાના નામથી જ ગભરામણ થઈ જતી હતી અને પાછું આજે તો સુભાષને ખાસ તેના હાથની રસોઈ ખાવી હતી, એટલે તે વધારે મૂંઝાઈ ગઈ.
સાંજે સુભાષ ખુશખુશાલ ઘરમાં આવતાં જ બોલ્યો, ‘‘સરોજ ડીઅર, ક્યાં છે તું? જમવાનું તૈયાર છે ને? મને કકડીને ભૂખ લાગી છે. ફટાફટ થાળી પીરસ, ત્યાં સુધીમાં હું જરા ફ્રેશ થઈને આવું.’’
હાથ-મોં ધોઈને સુભાષ ડાઇનંિગ ટેબલ પર આવ્યો, એટલે સરોજે થાળી પીરસી. પડેલા મોંએ તે સુભાષની બાજુમાં બેઠી.
તેનો ઉદાસ ચહેરો જોઈ સુભાષે પૂછ્‌યું, ‘‘શી વાત છે? સરુ, આટલી ઉદાસ કેમ છે?’’
‘‘કંઈ નહીં, અમસ્તું જ.’’ સરોજે ટૂંકાણમાં પતાવ્યું.
પહેલો કોળિયો મોંમાં મૂક્યા પછી સુભાષે, એકદમ નવાઈ પામતાં પૂછ્‌યું, ‘‘અરે, આ તો રસોઈયાના હાથની રસોઈ લાગે છે. રસોઈ તેં નથી બનાવી?’’
‘‘ના.’’ સરોજે નીચા મોંએ જવાબ આપ્યો.
‘‘પણ ન બનાવવાનું કંઈ કારણ?’’
‘‘તમારા ગયા પછી હું બ્યુટિપાર્લર ગઈ હતી. ત્યાંથી આવતાં મોડું થઈ ગયું, એટલે રસોઈ ન બનાવી શકી, પણ કાલે ચોક્કસ બનાવીશ,’’ સરોજે વાત વાળતાં કહ્યું.
‘‘બ્યુટીપાર્લરમાં જવું તારા માટે એટલું બઘું જરૂરી હતું કે મારી એક વાત પણ તું ન રાખી શકી? જો તું કાલે રસોઈ બનાવવાની હો તો પછી હું પણ કાલે જ જમીશ.’’ આમ કહી સુભાષ ચિડાઈને ઊભો થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે જે સ્ત્રી ફક્ત સુંદરતાને જ સર્વસ્વ સમજતી હોય, તે તેના પતિને ગમતી-નગમતી વાતને કેવી રીતે સમજે?
બીજા દિવસે પણ સરોજે માથું દુખવાનું બહાનું કાઢીને રસોઈ ન બનાવી.
રોજેરોજ નવાં નવાં બહાનાં કાઢી રસોઈ બનાવવાના કામમાંથી છટકી જતી સરોજને હવે સુભાષ બરાબર ઓળખી ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે સરોજ ગુણને નહીં, પણ રૂપને જ મહત્ત્વ આપે છે.
છેવટે એક દિવસ નાછૂટકે સરોજને રસોઈ બનાવવી પડી, પરંતુ એ ખાવાનું એવું હતું, જે ઢોર પણ ન ખાય. એકદમ ફિક્કું અને સ્વાદ વગરનું. આવું જમવાનું ચાખતાં જ સુભાષે ગુસ્સે થઈને સરોજને પૂછ્‌યું, ‘‘સરોજ, આ તેં રસોઈ બનાવી છે કે વેઠ ઉતારી છે? તારા પિયરમાં પણ શું આવી જ રસોઈ બને છે?’’ પિયરનું નામ આવતાં જ સરોજ છંછેડાઈને બોલી, ‘‘જુઓ, કહી દઉં છું, મારા પિયરને વચ્ચે ન લાવતા. નહીં તો... સરોજ ત્યાં જ અટકી ગઈ.
‘‘નહીં તો શું?’’ સુભાષે પૂછ્‌યું.
‘‘નહીં તો હું મારે પિયર જતી રહીશ.’’ સરોજે કહ્યું.
‘‘તો આ રહ્યો રસ્તો, ચાલવા માંડ. તને કોઈ નહીં રોકે અને હા, પાછી આવે ત્યારે કંઈક સારું શીખીને જ આવજે. અહીં ફક્ત તારા રૂપની જ જરૂર નથી, થોડા ગુણ પણ જરૂરી છે.’’
આખરે સુભાષના હૈયે હતું તે હોઠે આવી જ ગયું કે તેને ફક્ત સુંદર જ નહીં, પણ ગુણિયલ પત્ની જોઈતી હતી. જો સરોજમાં રૂપની સાથે થોડા સદ્‌ગુણ હોત, તો સુભાષને આવું કહેવાનો દિવસ જ ન આવ્યો હોત. ઉલટાનો એ તો સરોજને વખાણતો હોત. અને જે પોતાના ગુણોથી પતિને ખુશ ન રાખી શકતી હોય એને પત્ની કહેવાય?
અહીં તો પોતે સુંદર છે તેવા ગુમાનમાં રહેતી સરોજ માત્ર રૂપના જ જોરે પતિનું મન જીતવામાં સફળ ન થઈ શકી. આથી આપણે કહી શકીએ કે પત્નીએ પોતાના રૂપની જાળવણીની સાથે સાથે સારા ગુણો પણ કેળવવા જોઈએ, જેથી પતિનો પ્રેમ પામી શકે.
ક્યારેક એવો સવાલ ઊભો થાય છે કે તો પછી પત્નીમાં કેવા ગુણ હોવા જોઈએ?
પત્નીમાં મીઠો વ્યવહાર, મીઠી બોલી, ધીરજ અને રસોઈ બનાવવાની આવડત, આટલા ગુણો તો હોવા જ જોઈએ, જેથી પતિ હંમેશાં તેને પ્રેમ કરતો રહે. એક વાર પતિનું મન જીતી લેશો, તો એ તમારા કહ્યામાં રહેતો થઈ ગયો સમજો.
એ વાત પણ એકદમ સાચી છે કે પત્ની ભલે ને ગમે તેટલી રૂપાળી હોય, પરંતુ જો તેનામાં સદ્‌ગુણોની કમી હશે, તો તે પતિને બહુ લાંબા સમય સુધી વશ નહીં રાખી શકે. એટલે પત્નીએ પોતાનું કર્તવ્ય બરાબર નિભાવવું જોઈએ. તેણે પતિને પૂછવું જોઈએ કે, ‘‘મારામાં કયા ગુણોની કમી છે?’’ અને પછી તે ગુણ વિકસાવવા જોઈએ. ખામી કોનામાં નથી હોતી? પરંતુ વ્યક્તિને પૂછીને તે ખામી સુધારી લેવામાં જ શાણપણ છે. માટે જ હવે સુંદરતાના ભ્રમમાં રહ્યા વગર પોતાના ગુણોને સમજી લઈ તેમને કેળવવાનો પ્રયત્ન કરો. પછી જુઓ કે તમારા પતિ કેવા તમારા કહ્યામાં રહે છે.
સરિતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved