Last Update : 07-August-2012, Tuesday

 

‘પરાકાષ્ઠા’ની પળો

 

પરાકાષ્ઠાની ક્ષણોમાં અનાયાસે મોંમાંથી સિસકારા નીકળે છે એનું કારણ શું?

પરાકાષ્ઠાની ક્ષણોમાં મારા પગ ઘૂ્રજી જાય છે અને તરત પછીની ક્ષણોમાં હું જાણે ‘વીક’ થઈ જાઉં છું. હું પચ્ચીસ વર્ષની છું. મારા લગ્ન થયાને છ માસ થયા છે. શું મારામાં કોઈ ખામી છે?
- એક બહેન, રાજકોટ

 

 

ના, કોઈ ખામી કે નબળાઈ નથી. આવું બીજી સ્ત્રીઓને કે પુરુષોને પણ ઓછુવધતું થાય. કામોત્તેજના જેમ વધતી જાય તેમ માંસપેશીઓમાં, સ્નાયુઓમાં ‘તનાવ’ પણ વધતો જાય છે. પરાકાષ્ઠાની ક્ષણો આવતાં તો આ મસ્ક્યુલર ટેન્શન અતિ તીવ્ર હોય છે. અને પરાકાષ્ઠા આવતાની સાથે તંગ તનાવ અચાનક ઓસરી જાય છે. શરીરની માંસપેશીઓ સ્નાયુમાં ‘તનાવ’ રૂપે અને તનાવના ઓસરી જવારૂપે જ મસ્ક્યુલર રિસ્પૉન્સિઝ પ્રકટ થતા અનુભવાય છે તે વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય. કેટલાકમાં પગોમાં આ ‘તનાવ’ વિશેષ રૂપે હોય અને પરાકાષ્ઠાની ક્ષણોમાં અને ખાસ તો પરાકાષ્ઠા પૂર્ણતાએ પહોંચ્યા પછીની ક્ષણોમાં તાણ ઓસરતાં પગમાં ઘૂ્રજારી જેવો અનુભવ થાય. પગમાં ઓચંિતા અને જોરદાર જર્ક્‌સનો પણ અનુભવ કેટલાંકને થતો હોય છે. વ્યક્તિ પરાકાષ્ઠાની ક્ષણોમાં આ વિશે સભાન ન પણ હોય. વળી આવી ઘૂ્રજારી કે જર્ક્‌સ કંઈ વ્યક્તિ કન્ટ્રોલમાં રાખી શકે નહીં. તેમ કરવાની જરૂર પણ નથી. ઓછું કે વધતું થાય તેમાં કોઈ ખામી કે નબળાઈ નથી.
એક બીજી દ્દષ્ટિએ વાત કરીએ. જેમ જેમ કામોત્તેજના વધતી જાય છે તેમ તેમ વ્યક્તિના હૃદયની લોહી ફેંકવાની ક્રિયા, પમ્પંિગ વધતું જાય છે. પરાકાષ્ઠાની ક્ષણોએ વ્યક્તિ પહોંચે છે ત્યારે તેના જનન-અવયવોમાં, ગુપ્તાંગોમાં રક્તનો સંચાર અને સંચય પરાકાષ્ટાએ પહોંચ્યો હોય છે. એટલે કે આ ક્ષણોમાં જે તે વ્યક્તિનું બ્લડપ્રેશર વધી ગયું હોય છે અને પરાકાષ્ઠા આવી જતાં રક્તનો સંચય ઓસરવા માંડે છે. તનાવ ઓસરી જાય છે ત્યારે બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડપ્રેશરની બે અંતિમ ભૂમિકાની આ ક્ષણો છે. પ્રેશર ઘટી જતાં પગની માંસપેશીઓને પણ રક્તનો સંચાર ઓછો પડે છે. તેવી ક્ષણોમાં પગની માંસપેશીઓમાં ઘૂ્રજારીનો અને જર્ક્‌સનો અનુભવ થાય છે. આ સ્વાભાવિક નૅચરલ બાબત છે. તે અંગે લેશમાત્ર ચંિતા કરવાની જરૂર નથી.

 

પરાકાષ્ઠાની ક્ષણોમાં અને તેની સમાપ્તિની ક્ષણોમાં હું અવાજ મોંમાથી નીકળે તેમ હસ્યા કરું છું. આવા અવાજને હું રોકી શકતી નથી. શું તે રોકી શકાય? રોકવાની જરૂર છે? આમ હસવું તે કોઈ વિચિત્ર બાબત છે?
- એક યુવતી (મુંબઈ)

 

ના, કામોત્તેજના તેની પૂર્ણતાએ પહોંચ્યા પછીની કામપરાકાષ્ઠાની ક્ષણોમાં અને તેના સુખપૂર્વકમાં અનુભવ પછીની તરતની ક્ષણોમાં વ્યક્તિએ ભિન્ન ભિન્ન અનૈચ્છિક અભિવ્યક્તિ જોવા મળે છે. કણસવાનો અવાજ, પ્રેમભરી લવરી કે તમારા કિસ્સામાં જોવા મળે છે તેવો હસવાનો અવાજ બઘું જ નોર્મલ છે. તેમાં કશી વિચિત્રતા નથી. તેને રોકવાની જરૂર નથી. અને સાચી બાબત એ છે કે આ નોર્મલ અનૈચ્છિક વર્તન છે. આવું હાસ્ય સ્વાભાવિક છે. તે પરાકાષ્ઠાના કામસુખની ક્ષણોમાં અનાયાસ, અભાનપણે પ્રકટ થતા પરમસુખની અભિવ્યક્તિ છે. તેને રોકવાનો વિચાર ન કરશો.

 

જેમ પુરુષને મૈથુનક્રિયા પછી પરાકાષ્ઠા આવતાં વીર્યસ્ત્રાવ થાય છે તેવો સ્ત્રાવ શું સ્ત્રીને પરાકાષ્ઠા આવતા થાય છે? મારા વાઈફની ઉંમર ચોવીસ વર્ષની છે. તે કામોત્તેજિત થાય છે તમે તમારા વિભાગમાં લખો છો તેમ તેની યોનિની દીવાલો ભીની પણ થાય છે. અને ફૂલે છે. પણ ખરી. પણ ઓર્ગેઝમના અનુભવ પછી તેને પાણી છૂટતું નથી. તો શું સ્ત્રીને પરાકાષ્ઠા પછી સ્ત્રાવ થવો જોઈએ.
- એક યુવક (ઉપલેટા)

 

હજી આ વિષયમાં સંશોધકો કોઈ એક નિર્ણય પર આવ્યા નથી. શું ખરેખર સ્ત્રીને જાતીય પરાકાષ્ઠાના અનુભવ સાથે જેમ પુરુષને વીર્યસ્ત્રાવ (ઈર્જક્યુલેશન) થાય છે તેમ કોઈ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે ખરો? કેટલાક સંશોધકોનું કથન છે કે સ્ત્રીઓને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ૪૦ ટકા સ્ત્રીઓએ ‘એકવાર’ પરાકાષ્ઠા વખતે થયેલા સ્ત્રાવના અનુભવની વાત કરી હતી. બીજા સંશોધકો તો આના કરતાં પણ ઓછા ટકાના આ પ્રકારના સ્ત્રાવની રજૂઆત કરે છે. વળી આ સંશોધકોમાં આવો સ્ત્રાવ ક્યાંથી આવે છે તે બાબતમાં પણ ‘સમાન’ અભિપ્રાય નથી. યોનિપ્રદેશમાં આવેલી કોઈ ગ્રંથિઓમાંથી આવતા સ્ત્રાવની કે કોઈ મૂત્રમાર્ગમાંથી નીકળતા સ્ત્રાવની વાત કરે છે. ટૂંકમાં પરાકાષ્ઠા વખતે ‘સ્ત્રાવ’નો અનુભવ થતો હોય કે ન થતો હોય તે બાબત ચંિતાનો વિષય નથી. હા, સંશોધકો હજી આ બાબતમાં ગડમથલ અનુભવે છે તે એક વાત છે. અને બીજી ગમ્મતભરી વાત છે કામકથા લખનાર લેખકોની. તેઓ તેમની કલ્પિત કથાઓમાં અતિરેકભર્યા વર્ણનો કરે અને અદ્‌ભુત મૈથુનશક્તિ ધરાવતા નરબંકા સાથે મૈથુન સુખ અને તૃપ્તિ અનુભવતી અનેક સ્ત્રીઓના ‘‘પાણી છૂટી ગયા’’નાં આલખનો કરે, પણ તે તો બધી અવૈજ્ઞાનિક કાલ્પનિક વાતો , તેવી કામકથાઓ વાંચીને મન-મગજમાં સેક્સના સંદર્ભમાં પાર વગરનું અજ્ઞાન ધરબાયું હોય તો તે ખંખેરી નાખવું જોઈએ.

 

હું એક અપરિણીત યુવાન છું, મને રાતે ઊંઘમાં ઘણીવાર નાઈટડિસ્ચાર્જ થઈ જાય છે. શું યુવાન વયની છોકરીને પણ સ્વપ્નદોષ થાય?
- એક પુરુષ (ઈન્દોર)

 

કેટલાંક જાતીય વર્તન ‘ઓટોમેટિક’ કે ‘ઈનવોલન્ટરી’ હોય છે. રાત્રિ દરમ્યાન ઉંઘમાં સ્ત્રી કે પુરુષને જાતીય ઉત્તેજના પ્રતિરાત્રિ એક કરતાં વધારે વખત થતી હોય છે. સ્ત્રીને આવી ઉંઘમાં થતી ઉત્તેજના વખતે યોનિ આર્દ્ર બની જતી હોય છે અને ફૂલતી હોય છે. પુરુષને પેનિસમાં ઈરેક્શન થતું હોય છે. આવું પ્રતિરાત્રિ નિદ્રામાં અમુકવાર થતું હોય છે. અભ્યાસીઓ તો એમ કહે છે કે દર નેવુ મિનિટે એકંદરે આવું થતું હોય છેે. ઊંઘ વખતની આવી ખાસ ક્ષણો આવે છે. જેને રેપિડ આય મુવમેન્ટ કહે છે. પુખ્ત થયાં ન હોય તેવાં કિશોર-કિશોરીમાં આવી પરાકાષ્ઠા ‘ઓટોમેટિક’ જોવા મળે છે. હા, રાત્રિ દરમ્યાન પુખ્ત ન થયાં હોય તેવાં કિશોર કિશોરીને પણ ‘પરાકાષ્ઠા’ (ઓર્ગેઝમ)નો અનુભવ થતો હોય છે. સગીરવયની બાળાઓમાં આવી પરાકાષ્ઠાને અંગ્રેજીમાં નૉક્ટર્નલ (રાત્રિના સમયે ઉંઘમાં થયેલ) ઑર્ગેઝમ કહે છે. કિશોરોમાં આવા અનુભવને પણ તેવા નામથી ઓળખવામાં આવે છે. પણ પુખ્ત થયેલા સચનીજ ને રાત્રિના આવા પરાકાષ્ઠાના અનુભવ સાથે ડિસ્ચાર્જ થતો હોય છે. તેથી ‘સ્ત્રાવ’ થતો હોવાથી નાઈટ ડિસ્ચાર્જ , નૉક્ટર્નલ ઈમિસન કે ‘વેટ ડ્રીમ’ જેવા શબ્દ પ્રયોગથી સૂચવવામાં આવે છે. આપણે ‘સ્વપ્નદોષ’ શબ્દ વાપરીએ છીએ તેમાં ‘દોષ’ શબ્દ સાવ ખોટો છે. ‘સ્વપ્નસ્ત્રાવ’ પ્રયોગ ગુજરાતીમાં કરવો જોઈએ. સંસ્કૃતમાં ‘સ્વપ્ન’ શબ્દના બે અર્થો થાય છે. સ્વપ્ન એટલે ઉંઘ અને સ્વપ્ન એટલે ડ્રીમ /સપનું. એ જાણવું પણ જરૂરી છે કે ‘રેમ સ્લીપ’ની ક્ષણોમાં ક્લિટોરિસમાં પણ ઉત્તેજના આવે છે અને તે ફૂલે છે. ઊંઘમાં થતી કામોત્તેજના વખતે અભ્યાસી નિરીક્ષકોએ યોનિમાં ભીનાશ અને તેના ફૂલી જવાના લક્ષણો તો નોંઘ્યા છે.

 

શું તે આશ્ચર્યની વાત નથી કે રાતે ઊંઘમાં કશું જ કર્યા વિના કામોત્તેજના એવી તીવ્રતાએ પહોંચે છે કે રીતસર વીર્યસ્ત્રાવ થઈ જાય છે? નથી જનન અવયવને સ્પર્શ કરવામાં આવતો. નથી કોઈ બીજું વાસ્તવમાં હાજર, જેના દર્શનથી કે સ્પર્શથી આવી પરાકાષ્ઠાનો અનુભવ શક્ય બને. તો ઉંઘમાં ને ઉંઘમાં પરાકાષ્ઠાના કામસુખનો અનુભવ કઈ રીતે પ્રાપ્ત થાય છે? ટ
- એક યુવાન (ભરુચ)

 

હા, સાચે જ તે પરમ આશ્ચર્યની વાત છે. કોઈ પણ પ્રકારની ક્રિયા વગર, કોઈના પણ સ્પર્શ વગર ઈન્દ્રિયાનુભવ વગર પણ પરાકાષ્ઠાનો સુખદ અનુભવ થતો હોય છે તે આશ્ચર્યજનક છે. મગજ સાથે જોડાયેલા સંવેદનશીલ જ્ઞાનતંતુઓ. કર્મશીલ જ્ઞાનતંતુઓ તેમ જ વિવિધ પ્રકારના જ્ઞાનતંતુઓ મગજના સૂચન-સંકેત આજ્ઞાનું વહન કરે છે. કામસુખ મનુષ્યનો પરમ સુખદ ભૌતિક અનુભવ છે તે અનુભવની સ્મૃતિઓ મગજનાં-કરોડરજ્જુનાં ખાસ કેન્દ્રોમાં અંકિત થયેલી હોય છે. આ સ્મૃતિઓ સળવળે છે. વળી અતૃપ્ત ઈચ્છાઓ પણ સળવળે છે. અને જે ‘નથી’ બન્યું તે સ્વપ્નમાં બને એવી માત્ર નાટકીય ઘટના કહો કેે તરંગકલ્પનાની ઘટના રીતસર મનમાં ભજવાય છે, જેને આપણે ‘સ્વપ્ન’ કહીએ છીએ. આવા સ્વપ્નનો અનુભવ પણ એવી તીવ્ર સંવેદનાનો અનુભવ કરે છે. મગજના કોષોમાંથી જ આજ્ઞા થતાં રક્તસંચાર જનન-અવયવોમાં વધે છે. તેમ થતાં જનન અવયવ (પુરુષમાં પેનિસ) ટટ્ટાર, તંગ થઈ જાય છે. સ્ત્રીમાં યોનિ ફૂલે છે અને તેમાં લુબ્રિકેશન થાય છે. આવા ચૈતસિક, માનસિક, અનુભવની ક્ષણોમાં ક્લિટોરિસ પણ તંગ થઈને ફૂલે છે. પુરુષને તો આવા પરાકાષ્ઠાના અનુભવની સાથે વીર્યસ્ત્રાવ પણ થઈ જાય છે. બન્નેને પૂર્ણ પરાકાષ્ઠાનો અનુભવ થાય છે. સ્ત્રીઓ તો આવી નિદ્રામાં અનુભવાતી પરાકાષ્ઠામાં ‘સ્વપ્ન’ હમેશા ન પણ હોય તેવું નિવેદન કરતી હોય છે. આવી પરમ પરાકાષ્ઠાના અનુભવના સંદર્ભમાં વીસીમાંથી પસાર થતા યુવકને કમસે કમ એક વખત અનુભવ થયાનું (એંશી ટકા) કબૂલે છે, તો વળી તેમની ચાળીસીમાં આવી ઉંઘમાં અનુભવેલી પરાકાષ્ઠાના ઓછામાં ઓછા એક અનુભવની કબૂલાત ચાળીસ ટકા સ્ત્રીઓ કરે છે.
મગજ, જ્ઞાનતંતુઓનું તંત્ર અને જનનઅવયવો વચ્ચે સૂક્ષ્મ, અતિગાઢ સંબંધ છે. આ ત્રણે વચ્ચેનો સંબંધ બરાબર છે તે જાણવા માટેની પરીક્ષાઓમાંની એક કુદરતી પરીક્ષા છે. ઉંઘમાં થતા જાતીય પરાકાષ્ઠાના અનુભવની. સ્વપ્નમાં, ઉંઘમાં થતા આવા અનુભવમાં કોઈ ‘દોષ’ કે ‘પાપ’ નથી. તેનાથી કોઈ હાનિ પણ નથી. બલકે આ તો પરમ સુખનો અનુભવ છે.
- ડૉ.વિક્રમ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved