Last Update : 07-August-2012, Tuesday

 

આભૂષણોના ટ્રેન્ડ પર ટીવી સિરિયલોનો પ્રભાવ

 

 

જ્વેલરી ડિઝાઈનરો કોશ્ચ્યુમ જ્વેલરી બનાવવા લે છે પ્રાંત પ્રાંતની ખૂબી ધરાવતા અલંકારોનો સહારો

આભૂષણોની ડિઝાઈનની બાબતમાં ભારત હજારો વર્ષથી વિશ્વભરમાં અગ્રેસર રહ્યું છે. આપણા રાજામહારાજાઓ અને શહેનશાહોના સમયના ઘરેણાંની ડિઝાઈન, તેના કંિમતી રત્નો જોતાં આંખો ન ધરાય. વળી આપણે ત્યાં જુદા જુદા રાજ્ય કે કોમમાં પણ ચોક્કસ પ્રકારની જ્વેલરી પહેરવાનું ચલણ છે. ચોેક્કસ ડિઝાઈનના દાગીના જોઈને આપણે કહી શકીએ કે તે રાજસ્થાનના છે, ગુજરાતના છે, પંજાબના છે કે દક્ષિણ ભારતના. વળી છેલ્લા બે-એક દશકથી ટી.વી. પર આવતી સિરિયલોમાં જુદાં જુદાં પ્રાંતના ઘરેણાં જોવા મળતાં હોવાથી સામાન્ય દર્શકોેને પણ જે તે પ્રાંત કે કોમમાં પહેરાતા અલંકોરોને પરિચય મળ્યો છે. જેમ કે રાજસ્થાનના લોકોની કહાણી પર આધારિત સિરિયલમાં રાજસ્થાનની ડિઝાઈનના દાગીના જોવા મળે. મહત્ત્વની વાત એ છે કે સિરિયલ સર્જકો તેમની કહાણી મુજબ જે તે કોમ કે પ્રાંતના આભૂષણો પોતાના પાત્રને પહેરાવે છે. પણ તેને જોઈને સામાન્ય સ્ત્રીઓ પણ આવા અલંકારો તરફ આકર્ષાઈ છે. લગ્ન સમારંભો અને નવવઘૂને પહેરાવવામાં આવતાં ઘરેણાંમાં સિરિયલોની ફેશન સ્પષ્ટ જોવા મળે છે.
સિરિયલ સર્જકો પણ મોટા ભાગે ઉત્પાદકને ઓર્ડર આપીને પોેતાના પાત્રને અનુરૂપ જ્વેલરી બનાવડાવી લે છે. આપણને સહેજે થાય કે આટલા બધા આભૂષણો તેઓ શી રીતે બનાવડાવતા હશે? પણ જરૂરી નથી કે દરેક વખતે જોવા મળતી નવી ડિઝાઈન નવેસરથી જ બનાવવામાં આવી હોય. ઘણી વખત મૂળ ડિઝાઈનમાં થોડાં ફેરફાર કરીને તેને નવો ઓપ આપી દેવામાં આવે છે.
જ્વેલરી ડિઝાઈનરો આભૂષણ બનાવવાથી પહેલાં જે તે પાત્રનો અભ્યાસ કરે છે અથવા તેના વિશે જરૂરી માહિતી મેળવી લે છે. ત્યારબાદ પાત્રને અનુરૂપ દાગીના ઘડે છે. ‘દિયા ઔર બાતી હમ’ સિરિયલનો જ દાખલો લઈએ તો તેમાં ‘ભાભોે’નું પાત્ર ભજવતી ઘરની વડી સ્ત્રીના ગળામાં કે કાનમાં અત્યંત આકર્ષક ડિઝાઈનના અલંકાર જોવા મળે છે. પણ તે તેની વયને અનુરૂપ હોય છે. જેમ કે ગળામાં ચેન સાથે પરંપરાગત ડિઝાઈનનું અત્યંત આકર્ષક પેન્ડન્ટ અને એવી જ ડિઝાઈનની બુટ્ટી. હા, કપાળે બંને બાજુથી સેર નીકળતી હોય એવી વચ્ચે થોેડા મોટા પેન્ડન્ટ ે જેવી ડિઝાઈનવાળો ટીકો તો ખરો જ. જ્યારે આ રાજસ્થાની સિરિયલમાં ‘ભાભોે’ની વહુ સંઘ્યાને રાજસ્થાની ડિઝાઈનના થોેડા ભરાવદાર અને રંગીન ઘરેણાં પહેરતી બતાવવામાં આવે છે. તેવી જ રીતે અન્ય રાજસ્થાની સિરિયલ ‘બાલિકા વઘૂ’ માં પણ માત્ર સ્ત્રી પાત્રોને જ નહીં, પુરુષ પાત્રોને પણ પુષ્કળ રાજસ્થાની ડિઝાઈનના આભૂષણો પહેરાવવામાં આવે છે. આની અસર આપણા વાસ્તવિક જીવનની ફેશન પર પણ જોવા મળે છે. અલબત્ત, થોેાડ ફેરફાર સાથે. જેમ કે હમણાં લોેંગ ઈયરરંિગની ફેશન પૂરબહારમાં ખિલી છે. માત્ર અમેરિકન ડાયમંડની કે કલર સ્ટોેનવાળી લાંબી બુટ્ટી અને તેની સાથે મેળ ખાતી વીંટી પહેરતી માનુનીઓ ગળામાં કાંઈ પહેરવાનું પસંદ નથી કરતી. અલબત્ત, પાર્ટીઓમાં બાકી લગ્ન પ્રસંગે કાન, ગળા, હાથ, પગ, માથા પર આભૂષણો પહેરવાની ફેશન યથાવત્‌ છે. વન ગ્રામ ગોલ્ડ કે કોશ્ચ્યુમ જ્વેલરી બનાવતાંત રેણુ ઝવેરી કહે છે કે હમણાં કાશ્મીરી ડુલ પણ ખૂબ પહેરાય છે. આ બુટ્ટીમાં ડાયમંડ કે સ્ટોન કરતાં મોતી અને કુંદનનો ઉપયોગ વધારે થાય છે. તેવી જ રીતે અમેરિકન ડાયમંડની લોંગ ઈયરરંિગ પણ બહુ પસંદ કરાય છે. તેઓ વઘુમાં જણાવે છે કે હાથમાં જડાઉની બંગડી, ડાયમંડના કડાં માનુનીઓને ખૂબ ગમે છે. વળી તેમાં ચેન્જેબલ સ્ટોનનો પ્રયોગ કરવામાં આવતો હોવાથી એક જ કડાં-બંગડીમાં તેમને વિવિધતા મળી રહે છે. તેઓ પોતાના પરિધાનના રંગ મુજબ ચેન્જેબલ સ્ટોેન મિક્સ એન્ડ મેચ કરી લે છે.
લગ્ન પ્રસંગે કુંદન અને વિલંદી સૌથી વઘુ પહેરાય છે. કુંદનમાં રેડ, ગ્રીન અને વાઈન કલર દરેક રંગની સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય છે. તેમાંય રાજસ્થાનથી બનાવવામાં આવતી ત્યાંની ખાસિયત સમી મીનાકારી કુંદનની જ્વેલરી તેમ જ મેરઠની ખૂબી સમી વિલંદી નવવઘૂઓમાં ફેવરીટ છે. સાથે બાજુબંધ, હાથના પંજા, ટીકા, દામડી, કલરફૂલ સ્ટોેન જડેલી કે કુંદનની ડિઝાઈનવાળી પાયલ બ્રાઈડલ સેટ પૂરો કરે છે.
જરૂરી નથી કે દરેક નવવઘૂ આવા આખા સેટ ખરીદે. તેથી જ બ્યુટિશિયનો પણ આવા પુષ્કળ સેટ લઈ જવા લાગ્યા છે. તેઓ જે બ્રાઈડને તૈયાર કરે તેની સાડી, ચણિયાચોળી, ઘરચોળા કે પાનેતર સાથે આ અલંકારો મિક્સ એન્ડ મેચ કરીને પહેરાવે છે. છેવટે તો સિરિયલો પણ વાસ્તવિક જીવન પરથી બને છે અને સિરિયલોની અસર વાસ્તવિક જીવન પર પડે છે. ચાહે તે સિરિયલની કહાણી હોય, મેક-અપ હોય કે વસ્ત્રાભૂષણો.
વૈશાલી ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved