Last Update : 07-August-2012, Tuesday

 

સલૂણી સાંજે પહેરવા જેવો પોશાક

 

ઘરમાં તો ઘણી ગૃહિણીઓ લઘરવઘર કપડામાં ફરતી હોય છે, પરંતુ બહાર નીકળે ત્યારે ટીપટોપ ફરે છે. નવા, ઇસ્ત્રી ટાઈટ વસ્ત્ર પહેરે છે અને સાથે ફેશન એસેસરીઝ પણ ખરી. અને આ બધો ઠઠારો જરૂરી પણ છે. કારણ કે તમે સારા દેખાવ છો એવી પ્રતિતી તમને થાય તો તમારો આત્મવિશ્વ્વાસ પણ વધે.
ઘરે હોઈએ ત્યારે તો આપણને આપણાં ઘરનાં કપડાંના કેવા હાલ હોય છે એની ખબર આપણને ખબર છે. મેળ ખાતું ન હોય તેવું ચુડીદાર કે પછીઢીલું-ઢીલું શર્ટ હોય તો શોર્ટસ કે પાયજામાનાં બરાબર ઠેકાણાં ના હોય, પણ આપણે જ્યારે બહાર જઈએ ત્યારે તો આપણે કેવા અપ-ટુ-ટેડ તૈયાર થઈને જતા હોઈએ છીએ ‘તો તમારે અરીસાને જ પૂછવું પડે.
આમ સજીધજીને બહાર નીકળવાની બાબતમાં ચાલો આપણે પહેલાં જોઈએ પુરુષોના દ્રષ્ટિકોણ જો સારી બૉડી હોય, મજબૂત બાંધો હોય તો બધા જ પ્રકારના આઉટફિટ સૂટ થાય છે.આ વાત બધાને જ ખબર છે. ડિઝાઈનર અને કોરિયોગ્રાફર આ વિષે સલાહ આપતાં કહે છે કે, કરન્ટટ્રેન્ડ પુરુષો માટે એટલું બઘું કામ નથી કરતો.જે લોકોને ઓકેઝનલી જ કશુંક નવું, ઇનોવેટંિવ પહેરવા ઇચ્છા છે એ લોકો જ આ કરન્ટ ફેશનને બહેલાવી શકે છે.
સાદા કપડાં કંઈ એટલા બધા પ્રભાવ પાડતા નથી, પણ એની સાથે બીજો પણ એક વિચાર હંમેશા ઝબકી જાય છે કે સરસ દેખાતા હોય અને સિમ્પલ કપડાં પણ સુપર્બ લાગે છે. એ પુરુષ આકર્ષક લાગવાનો જ. યુવતીઓના મોઢામાંથી ‘ઓહ’ શબ્દ નીકળવાનો જ.
નોનસ્ટ્રકચર્ડ જેકેટની સાથે ટોપની સ્ટિચંિગ પ્રોપર ન હોય તો સારું નથી લાગતું. સ્ટિચંિગ ડિટેઈલ પ્રોપર હોવી જોઈએ. જેકેટ પણ લાઈનંિગ વગરનું જ સારું લાગે છે. નાના કોલરવાળું શર્ટ નરમ શોલ્ડર્સની સાથે ડાર્ટલેસ અને પિલ્ટલેસ ટ્રાઉઝર્સ સુપર્બ લાગે છે. જીન્સ અને ટ્રાઉઝર્સ ટ્રેન્ડ તો જૂનો થવાનો જ નથી એની સીઝન ક્યારેય જૂની નથી થવાથી. ફરી ફરીને જીન્સ લોંગ, સ્ટ્રેચેબલ, ટાઈટ, બેગી, શોર્ટના રૂપે આવતું જ રહેશે. અત્યારે આયર્ન્ડ પેન્ટસ અને જીન્સનો વધારે ક્રેઝ કોલેજિયન સાથે જ ચાલીસી વટાવી ગયેલા પુરુષોને પણ વધારે આકર્ષે છે.
સંિગલ બ્રેસ્ટેડ ત્રણથી ચાર બટનવાળાં જેકેટ્‌સ અત્યારે ઇનથંિગ ગણાય છે. એક ડિઝાઈનર કહે, ‘‘કોન્ટ્રાસ્ટ અત્યારે આઉટ છે. ટોન-ઓન-ટોન શેડ્‌ઝ વેલ્ક્રો ફાસ્ટનંિગ, બોલ્ડ ટોપ સ્ટિચંિગ, ઝાપ-અપ ફાસ્ટનંિગ, પેચ પોકેટ્‌સ ત્યારે રિકરન્ટ ફીચર્સમાં ગણાય છે. આ સાથે જેકેટ પ્લેઈન ટી-શર્ટ સાથે પહેરવા પણ કોઈક વાર સારા લાગે છે.
ડ્રોસ્ટંિગ પેન્ટસ પેચ, પોકેટ્‌સ અત્યારે સગવડ દાયક છતાં ફેશનેબલ કપડાં ગણાય છે. ઘણી જગ્યાએ જાઓ ત્યારે સ્ટ્રેઇટ અને કમ્ફર્ટ-લૂક સરસ લાગે છે. શોર્ટ અને સ્લિમફિટ ટીશર્ટ અને શર્ટ લૂઝ પેન્ટસ સાથે પરફેક્ટ મેચ કરે છે.
આ બધાના મુખ્ય કલર્સ છે. ભૂખરો મડી ગ્રે અને ડવ, પોપ્યુલર નેચરલ કલર્સમાં બેજ અને ક્રીમ ઓકેઝનલ, ઇવનંિગ ડિનર ડ્રેસમાં ઇન્ડિયન ફોર્મલ આઉટફિટ સરસ લાગે છે. પણ જો તમે ઠીંગણા હો તો કશો વાંધો નહીં. ડબલ લેયર્ડ શેરવાની સરસ લાગે છે. લેયર્ડ લુક્સ-કુર્તા ચૂડીદાર, લેયર્ડ વિથ બંડી અને સ્ટોલ સારું લાગે છે. એમ્બ્રોડરી પણ દીપી ઊઠે છે. જો તમે કમ્પ્યુટર જેક હોતો એક એક્ઝિક્યુટિવની સલાહ છે કે તમારી પર્સનાલિટી પ્રમાણે ડ્રેસંિગ સ્ટાઈલ કેળવો. ટ્રેન્ડસ તમને અનુસરશે.
સ્ત્રીઓનો દ્રષ્ટિકોણ
સ્ત્રીના મગજમાં હંમેશા તરંગો ઘણા બધા આવતા રહેતા હોય છે. ‘મેરી સાડી સે તેરી સાડી સફેદ કૈસે?’ હંમેેશાં એવા પ્રકારના તુલનાત્મક વિચારોને કારણે હંમેશા તે નવાની શોધમાં રહેતી હોય છે. મડોનાથી લઈને લોકલ એરિયામાં રહેતી સ્ત્રીની ફેશન વિશે તે હંમેશા ચર્ચા કરતી રહેતી હોય છે.
ડિઝાઈનર આ વિશે જ વઘુ જણાવતાં કહે છે કે, સ્ત્રી ગમે તેટલી ઇન્ટેલિજન્ટ હોય પણ પોતાની ડ્રેસંિગસેન્સ વિશે તે વઘુ પડતી ઇમોશનલ બની જતી હોય છે. આપણે સૌથી પહેલાં શૂઝની વાત કરીએ ટેક કેર ઓફ ફૂટવેર-તમારાં શૂઝ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. અધરવાઈઝ કશુંક પ્રયોગાત્મક કરવામાં ખોટું થઈ જતું હોય છે. ફોર્મલ ટ્રાઉઝર્સમાં ફોર્મલ શૂઝ જ પહેરવા જોઈએ.
જો આ ફોર્મલ ટ્રાઉઝર્સ કોટનના હોય તો એ વખતે તમારી ઉંમર શું છે એ વિશે સભાનતાપૂર્વક વિચારો સ્ટ્રેચ ફેબ્રિક પણ ભલે ફેશનમાં હોય, પણ તમને કેટલું કમ્ફર્ટેબલ છે, એ વિશે વિચારો. આ બધામાં શર્ટ ફોર્મલ ન હોય તો ચાલે. સ્લિન્ડી ટી શર્ટ હોય જે ટ્રાઉઝર્સ સાથે મેચંિગ ન હોય તો થોડી સ્કૂલગર્લ જેવી ફિલંિગ આવે છે.
જો નોકરિયાત યુવતી હોય તો ચોક્કસપણે જ ફ્રી કપડાં પહેરવાની તેમને છૂટ નથી મળતી. હા, સાડી તમે પહેરી શકો છો. ચોલી ડિઝાઈનની સાડી સ્ટાઈલમાં પણ લાગશે અને થોડું ફોર્મલ પણ લાગશે. જો તમારા હાથ લાંબા જાડા હોય તો પ્લીઝ સ્લિવલેસ, ફિગર વિશે ચોક્કસ ખ્યાલ રાખીને જ કપડાંની પસંદગી કરો. જીન્સ ફોર્મલ જરા પણ નહિ. અનલેસ જો એ લેબલ્ડ જીન્સ હોય તો એકાદ ટકો ફોર્મલમાં ખપાવી શકાય. માટે, તમે તમારા આઉટ ફિટની પસંદગી માટે ઉપર આપેલી ટિપ્સ ઘ્યાનમાં રાખજો. ખૂબ કામ લાગશે.
ભૈરવી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved