Last Update : 07-August-2012, Tuesday

 

કેશની કાળજી

 

સામાન્ય બનતી જતી વાળની સમસ્થાના ઊપાયરૂપે આજની નારી વિવિધ નુસખાઓ અજમાવીને કેશનો દાટ વાળી રહી છે. પૂરતી સમજદારીથી વાળની કાળજી રાખવામાં આવે તો તેને કાળા, ઘટાદાર, રેશમ જેવા મુલાયમ થતા વાર લાગતી નથી.
વાળની ખૂબસૂરતી ત્યારે ઊભરે છે જ્યારે વાળમાંથી સ્ત્રાવિત થતું કુદરતી તેલ વાળના મૂળ સુધી પહોંચીને વાળને કુદરતી જ ચમકીલા બનાવે છે. વાળને કોરા રાખવાની ફેશન કરતી માનુનીઓ કેશને રોજ જ શેમ્પૂ કરતી હોય છે જે લાભદાયક નથી. એકાંતરે શેમ્પૂ કરવું જોઇએ તેમજ વાળના પ્રકાર પ્રમાણે જ શેમ્પૂનો ઉપયોગ કરવો.વાળ ધોયા બાદ કંડિશનર કરવું પણ એટલું જ જરૂરી છે. લાંબા વાળને બાંધવા માટે સામાન્ય રીતે પોનીટેઇલ હેરસ્ટાઇલ કરવામાં આવે છે. એકની એક રીતે વાળને હેરબેન્ડથી બાંધળાથી વાળ તે સ્થાનેથી તુટવા લાગે છે તેમજ દ્વિમુખી થઇ જાય છે. એવામાં પોનીટેઇલને કોઇક વખત એક ઇંચ ઉપર તો કદી એક ઇંચ નીચેથી બાંધવા. વાળને તૂટતા બચાવવા માટે સીમલેસ ઇલાસ્ટિક બેન્ડ ઉપયોગમાં લેવા. ભીના વાળને ઓળવા નહીં. ભીના વાળ ઓળવા જ હોય તો બ્રશના સ્થાને દાંતિયાનો ઉપયોગ કરવો. વાળને વિભિન્ન ભાગમાં વિભાજિત કરીને જ વાળની ગૂંચ કાઢવી.
વાળમાં ચમક લાવવા માટે સો વાર વાળમાં દાંતિયો ફેરવવાનો ભ્રમ માનુનીઓમાં પ્રવર્તે છે. પરંતુ એમ કરવું જરૂરી નથી. વાળમાં કુદરતી ચમક જે આવવાની હોય છે તે કુદરતી જ થોડા સ્ટ્રોકથી આવશે. જરૂર કરતાં વઘુ વાર વાળ ઓળવાથી વાળ તૂટવાની શક્યતા વધી જાય છે. વાળ હળવા હાથે ઓળવા.
વાળ ધોયા બાદ તરત જ બ્લો ડ્રાય કરવા નહીં. એમ કરવાથી કોઇક વખત અકસ્માતે કરંટ લાગી શકે છે તેમજ વાળની કુદરતી ચમક પણ જતી રહે છે. દ્વિમુખી વાળની સમસ્યા ઊદભવી શકે છે. તેથી ભીના વાળને હળવે હાથે લૂછી લેવા. ઉપરાંત બ્લો ડ્રાયરનો ઉપયોગ વઘુ વખત કરવો એ હાનિકારક સાબિત થયું છે. ભીના વાળને બ્લો ડ્રાય કરવાની જરૂર જ હોય તો પાંચ મિનિટ સુધી વાળમાં ટુવાલ બાંધી રાખવા.
વાળ હંમેશા સ્વસ્થ રહે તેવું ઇચ્છતા હો તો વાળના મૂળને પોષણ મળે તેના પર ઘ્યાન આપવું.તે માટે આંગળીનો ટરેવાથી તેલનું મસાજ કરવું. જેથી રક્તસંચાર વધશે, મસાજ કરવા માટે હંમેશા હુંફાળા તેલનો ઉપયોગ કરવો. આ મસાજ માથાની ડ્રાય ત્વચા માટે પણ ફાયદાકારક છે. મસાજ માટે કોઇ પણ તેલ ઉપયોગમાં લઇ શકાય. વાળના પ્રકારના અનુસાર હેર બ્રશના બ્રિસલ્સની બનાવટ હોવી જરૂરી છે. અયોગ્ય બ્રશના ઉપયોગથી વાળ દાંતામાં ફસાઇ જતા હોવાથી વાળને નુકસાન પહોંચે છે. લાંબા વાળ માટે અધિક વ્યાસ ધરાવતુ ંબ્રશ, ઘાટ્ટા વાળ માટે પહોળા અથવા મુલાયમ બ્રિશલ્સવાળું બ્રશ ઉપયોગમાં લઇ શકાય. વાળમાં વોલ્યુમ લાવવા માટે વાળને ભારી દેખાડવા ગોળ બ્રસનો ઉપયોગ કરવો. વાળને મુલાયમ દેખાડવા પૈડલ આકારનું બ્રશ ઉપયોગમાં લેવું. વાળને ચમક જાળવી રાખવા હળવા હાથે બ્રશ ફેરવવું. વાળને હાનિ ન પહોંચે માટે ઊચ્ચગુણવક્તાયુક્ત હેર સ્પ્રે વાપરવું. જરૂરતથી વઘુ હેર સ્પ્રે વાળ માટે નુકસાન કરનાર છે. હેર સ્પ્રે વાળની સ્ટાઇલ ટકાવવા હોય છે . વઘુ હેર સ્પ્રે કરવાથી વાલ તૈલીય થઇ જાય છે. વાળમાં ખોડા માટેનું વિશેષ શેમ્પૂ હોય છે. તેથી ખોડાની સમસ્યા હોય તો વિશેષ બનાવટના શેમ્પૂનો જ ઉપયોગ કરવો. આ ખાસ બનાવટના શેમ્પૂમાં સૈલિસિલિક એસિડ, જંિક, સેલેનિયમ સલ્ફાઇડ હોવા જરૂરી છે. તેમજ તેના ઉપયોગથી માથામાં બાઝતી પોપડીઓથી છૂટકારો મળે.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved