Last Update : 07-August-2012, Tuesday

 

સગાઇ વિધિમાં વિધ્ન આવે ત્યારે

મયંકના લગ્ન સલોની સાથે નક્કી થયાં હતાં. સગાઈ સમયે જ્યારે મયંકની પ્રેમિકા અંજનાએ અચાનક આવી તેને અભિનંદન આપ્યા તો મયંક તેને જોઈને ચોંકી ઊઠ્યો. તે ન તો અંજનાને કંઈ કહી શક્યો કે ન તો સલોની સાથે તેની ઓળખાણ કરાવી શક્યો. તમે આ રીતે વ્યવહાર કરવાના હો તો એકવાર જરૂર વિચારી લો કે ક્યાંક તમે ભૂલ તો નથી કરી રહ્યાને.
જો તમારા મનમાં એવો કોઈ ડર હોય કે પ્રેમી કે પ્રેમિકાને તમારી જેની સાથે લગ્ન થવાના છે તેની સાથે પરિચય કરાવવાથી તે તમારા સંબંધમાં વિલનની ભૂમિકા અદા કરીને સંબંધને છિન્નભિન્ન કરી દેશે તો આ સંજોગોમાં તમારા માટે યોગ્ય એ હશે કે તમે તમારા ભૂતકાળને વર્તમાનમાં ખુલ્લો ન કરો. એટલે કે પ્રેમિકાને તમારા જેની સાથે લગ્ન થવાનાં છે તેની સાથે ઓળખાણ કરાવવી કે ન કરાવવી, એના વિશે જણાવવું કે ન જણાવવું એ નિર્ણય તમારે જ લેવાનો છે. તમે ભલે ગમે તે નિર્ણય લો, પરંતુ દરેક પરિસ્થિતિમાં તમારી સાચીખોટી બાબતોનો ખ્યાલ રાખો.
તમારા લગ્ન જેની સાથે થવાનાં છે તેની સાથે તમારા ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાનો પરિચય કરાવવા ન ઇચ્છતા હો ત્યારે નીચેની બાબતોનું ખાસ ઘ્યાન રાખોઃ
તમારા ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકા સાથે જ્યારે તમે કોઈ સંબંધ ન રાખવા માગતા હો ત્યારે તેને તમારા લગ્નમાં ન બોલાવો. જો તે અચાનક ત્યાં આવી પણ પહોંચે તો તેને ઓળખતાં ન હો તેવો વ્યવહાર કરવો કે પછી માત્ર એક મિત્ર તરીકેનો વ્યવહાર કરવો.
જો તમારા મિત્રો મજાકમાં પણ તમારી જેની સાથે સગાઈ થઈ છે તે વ્યક્તિની સામે તમારા પ્રેમી કે પ્રેમિકાનું નામ લઈ પણ લે તો તમે તેને મજાકમાં ઉડાવી દો.
એ ભૂલી જજો કે ભૂતકાળમાં તમારે કોઈ પ્રેમી કે પ્રેમિકા હતી.
ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાની દરેક નિશાનીઓને કૂવામાં ફેંકી દો એટલે કે પોતાના અગાઉના પ્રેમપ્રસંગો દરમિયાન તમે જે ગિફ્‌ટનું આદાનપ્રદાન કર્યું હોય તેને ફેંકવામાં જ ભલાઈ સમજો. તેની જગ્યાએ સગાઈ થયેલી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી ગિફ્‌ટને સ્થાન આપો.
તમારી જેની સાથે સગાઈ થઈ છે તેને એ બાબતનો બિલકુલ ખ્યાલ ન આવવા દો કે તેના આવ્યા પહેલાં તમારા જીવનમાં અન્ય કોઈ વ્યક્તિ હતી.
જો તમે તમારા પ્રથમ પ્રેમની બાબતમાં કોઈ એવા વિચારો નથી ધરાવતા અને સગાઈ થયેલ વ્યક્તિ સાથે તેને મેળવવામાં કોઈ વાંધો ન હોય તો તેની સાથે મેળવતી વખતે નીચેની બાબતોનું જરૂર ઘ્યાન રાખોઃ
સગાઈની વિધિમાં પોતાના ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાને જરૂર બોલાવો અને સગાઈ થનાર વ્યક્તિ સાથે તેને મેળવતી વખતે એવી રીતે રજૂઆત કરો કે તમારા પ્રેમી કે પ્રેમિકા હવે તમારા માટે એક મિત્રથી વઘુ કંઈ જ નથી.
સગાઈ થયેલી વ્યક્તિને જણાવો કે સારું થયું કે તમારો તમારા પ્રેમી સાથેનો સંબંધ તૂટી ગયો, નહીં તો તમારું તેની સાથે મિલન ક્યાંથી થયું હોત.
સગાઈ થયેલી વ્યક્તિ સાથે તેનો માત્ર થોડોઘણો પરિચય જ કરાવવો ‘તારી પહેલાં મારા દિલના ખૂણામાં એનો નિવાસ હતો તે તો એક ભાડૂઆત તરીકેનો હતો, પરંતુ તું તો મારા દિલનો પૂરો માલિક કે મલ્લિકા છો’ એવા અંદાજમાં કરાવવામાં આવેલો પરિચય સગાઈ થયેલી વ્યક્તિને પણ ખરાબ નહીં લાગે.
સંબંધની શરૂઆત ક્યારેય જૂઠાણાના પાયા પર ન કરો. પોતાના પહેલાંના પ્રેમી કે પ્રેમિકા વિશે સગાઈ થયેલ વ્યક્તિને જણાવી દો અને તેને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરો.
તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે પહેલાં તમારો જે પણ સંબંધ રહ્યો હોય પરંતુ સગાઈ બાદ તો આ સંબંધને મિત્રતા સુધી જ મર્યાદિત રાખો કેમ કે જો આ સંબંધ મર્યાદાની સીમા વટાવશે તો સગાઈ તૂટી પણ શકે છે.
રેણુકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved