Last Update : 07-August-2012, Tuesday

 
સહિયર સમીક્ષા
 

મારા લગ્નને બે વર્ષ થયા છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેને ગર્ભ રહે એ માટે અમારે શું કરવું એ જણાવશો. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. માસિકના કયા દિવસે સમાગમ કરવાથી ગર્ભ રહે છે. એ જણાવવા વિનંતી.
એક ભાઈ(વિરમગામ)

 

* સમાગમ દરમિયાન તેલ કે જેલી જેવા કોઈ ચીકણા પદાર્થનો ઉપયોગ કરતા હો તો તે બંધ કરી દો. કારણ કે આ કારણે શુક્રજંતુની ગતિ મંદ પડી જવાની કે ગતિહીન થવાની શક્યતા છે. બાળક પેદા કરવા માટેનો સૌથી સારો સમય સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે ત્યારનો છે. એ સમયે ૨૪ થી ૪૮ કલાકમાં શુક્રજંતુનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. સોનોગ્રાફીની મદદથી આ સમય જાણી શકાય છે. આ માટે તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. આ ઉપરાંત માસિક આવી જાય એનું એક અઠવાડિયા પછીના બે સપ્તાહ પણ ગર્ભ રહેવા માટે સારો સમય ગણાય છે.

 

છેલ્લા એકાદ મહિનાથી મારા શરીરમાં ઘણી ખંજવાળ આવે છે. ચામડી પર પણ દાણા નીકળતા નથી કે કોઈ ઈન્ફેક્શન પણ થતું નથી. મારી આ સમસ્યાનું કોઈ સમાધાન સૂચવવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)

 

* ત્વચા પર ખંજવાળ આવ્યા પાછળ ઘણા કારણો કામ કરે છે. તમારી ત્વચા સૂકી હોય અને તેમા તેલની ઉણપ હોય તો તેલ અથવા મોઈશ્ચરાઈઝંિગ ક્રિમ લગાડો. આ ઉપરાંત એલર્જીને કારણે પણ આમ થઈ શકે છે જેનું સમાધાન અમે સૂચવી શકીએ તેમ નથી. આ માટે તમારે કોઈ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક સાધવાની જરૂર છે. આ ઉપરાંત તમારા પરિવારમાં કોઈને ડાયાબિટિસ હોય તો તમારે તમારું બ્લડ સુગર તપાસ કરવાની જરૂર છે.

 

હું ૨૫ વરસની છું. લગ્નના ચાર મહિના પછી મને ગર્ભ રહ્યો હતો. પરંતુ દોઢ મહિનામાં જ ગર્ભપાત થયો હતો. એ પછી કોઈ તકલીફ થઈ નહોતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મને કિડનીમાં તીવ્ર દર્દ થાય છે. શું આમ ગર્ભપાતને કારણે થતું હશે કે એનું બીજું કોઈ કારણ પણ હોઈ શકે છે?
એક યુવતી (સુરત)

 

* તમારે પોતે ડૉક્ટર બનીને તમારી સમસ્યાનો અંદાજ કરવાની જરૂર નથી કે ચૂપચાપ બેસી રહેવાની પણ જરૂર નથી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરીને જરૂરી એવી ટેસ્ટ કરાવો. ઘણીવાર યુરીનરી ઈન્ફેક્શનને કારણે અથવા તો પથરીની તકલીફને કારણે આમ થઈ શકે છે. ગર્ભપાતની વાત છે તો એ માટે તમારે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે જેઓ યોગ્ય તપાસ પછી તેનું કારણ જણાવી શકશે.

 

હું ૨૭ વર્ષની છું. મારા લગ્નને બે મહિના થાય છે. મને માઈગ્રેનની તકલીફ છે. તો શું હું ગર્ભનિરોધક ગોળીઓ લઈ શકું છું કે એ મને નુકસાનકારક સાબિત થઈ શકે છે?
એક બહેન (મુંબઈ)

 

* સામાન્ય રીતે તો માઈગ્રેનની સમસ્યા ધરાવતી મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓથી દૂર રહેવું જોઈએ. કારણ કે આનાથી માઈગ્રેનની તકલીફ વધી શકે છે. પરંતુ આજકાલ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આથી તમારે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરીને તેમની સલાહ લેવાની જરૂર છે. તેઓ તમને યોગ્ય ગોળીઓ પ્રિસ્ક્રાઈબ કરીને આપશે. તમે તમારા પતિને નિરોધ વાપરવાનું કહી શકો છો. આનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

 

હું ૨૫ વરસની છું. મને ૨૮ વરસના એક પુરુષ સાથે પ્રેમ છે. અમારો પ્રેમ સંબંધ શરૂ થયાના બે મહિના પછી મને ખબર પડી કે તે પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. હું હજુ સુધી તેને પ્રેમ કરું છું. પરંતુ મારા ભવિષ્યનો વિચાર આવતા તેની સાથે સંબંધ તોડી નાખવાનું મન થાય છે. પરંતુ તે મને તેની પત્ની કરતા વધારે પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. મારે શું કરવું એ મને સમજાતું નથી.
એક યુવતી (વડોદરા)

 

* તમારે તમારા ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે. એ પુરુષ તમારી લાગણીઓ સાથે રમી રહ્યો છે. તે તેની પત્ની અને સંતાનને છોડીને તમારી સાથે લગ્ન કરે એ શક્ય નથી. આથી તેને છોડીને તમારા જીવનમાં આગળ વધો. જે તેની પત્નીને વફાદાર નથી એ તમને વફાદાર રહે એ શક્યતા ઘણી પાંખી છે. એ તમને સાચો પ્રેમ કરતો હોય તો તેણે તમારા ભલાનો વિચાર કરીને તેના પ્રેમનું બલિદાન આપવું જોઈતું હતું.
નીના

 

 
 
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved