Last Update : 07-August-2012, Tuesday

 
સૌંદર્ય સમસ્યા
 

હું ૧૯ વરસની યુવતી છું. સુખડ લગાડવાની સલાહ ઘણી વખત આપવામાં આવતી હોય છે. પરંતુ મારે એ જાણવું છે કે મારે સુખડનો પાવડર વાપરવો કે સુખડનું લાકડું વાપરવું જોઇએ. મારી આ મૂંઝવણનું નિવારણ કરશો.
એક યુવતી (અમદાવાદ)

 

ચહેરા પર ફોડલીઓ થાય ત્યારે માત્ર સુખડ લગાડવામાં આવે છે, પણ અન્ય ઉપચાર માટે સુખડને ફેસપેક સાથે મિશ્રણ કરી લગાડવામાં આવે છે. બન્ને રીતે લગાડવા સુખડનો પાવડર સારો રહેશે, પરંતુ સુખડીની પેસ્ટ જ લગાડવી હોય તો તેનું લાકડું ઘસીને લગાવવું વઘુ ફાયદાકારક છે.

 

હું ૨૧ વરસની યુવતી છું. મારી આંખની આસપાસન ી ત્વચા રૂક્ષ તથા નિસ્તેજ લાગે છે. મારી ત્વચા સામાન્ય થાય તેના ઉપાય જણાવશો.
હાલમાં મારી બહેનનુંં સગપણ થયું છે. પહેલાં તો કદી મને કદી ચહેરા પર ખીલ થતા નહોતા. પરંતુ હમણાં હમણાં થવા લાગ્યા છે. તેની આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

કોપરેલ તથા બદામનું તેલ સપ્રમાણ ભેળવી આંખની આસપાસ હળવેહળવે મસાજ કરશો. ૧૫ મિનિટ બાદ ઠંડા દૂધથી રૂના પૂમડાની મદદથી લૂછી નાખશો.
તમારી બહેનની સમસ્યાના નિવારણ તરીકે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું, માનસિક તાણથી દૂર રહેવું. રોજંિદા આહારમાંથી સાકર,તળેલી-મસાલેદાર વાનગીઓ, જંકફૂડનું પ્રમાણ નહીંવત કરવું તેમજ સોફ્‌ટ ડ્રિન્ક તથા કેક-મીઠાઇ પણ ખાવા નહીં, તેમજ ઊજાગરા કરવા નહીં. બે ચમચા મુલતાની માટીમાં ચપટી કપૂરનો ભૂક્કો તથા પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરી મુલાયમ પેસ્ટ બનાવી ખીલ પર લગાડવી. નિયમિત કરવાથી ફાયદો થશે.

 

હું ૩૨ વરસની ગૃહિણી છું. મારા પગની એડીની ત્વચા રૂક્ષ, રફ તેમજ સખત થઇ ગઇ છે. જોકે તેમાં ચીરા પડ્યા નથી. હું ઘણી વખત પ્યુમિક સ્ટોનથી મૃત ત્વચા દૂર કરું છું. પરંતુ તેનો ખાસ ફાયદો થતો નથી. અંગૂઠા નીચે નાની કપાસી પણ થઇ હોવાથી ખુલ્લી ડિઝાઇનના ચપલ પહેરી શકતી નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક મહિલા (સુરત)

 

તમારી સમસ્યા પરથી લાગે છે કે તમે કદી પેડિક્યોર કરાવ્યું નથી. મને લાગે છે કે બ્ટુયિપાર્લરમાં જઈ અથવા તો કોઇ બ્યુટિશિયનને ઘરે બોલાવી તમે શરૂઆતના મહિનામાં બે વખત પેડિક્યોર કરાવશો તો ઝડપથી ફાયદો થશે. આ દરમિયાન હુંફાળા કોપરેલથી હળવે હળવે પગની એડીનો મસાજ કરશો તેમજ હુંફાળા પાણીમાં ૧૫ મિનિટ સુધી પગને પલાળશો. ત્યાર બાદ ઊચ્ચગુણવક્તાયુક્ત પ્યુમિક સ્ટોન ઘસશો.આ પ્રયોગ નિયમિત એકાંતરે કરશો તો થોડા દિવસમાં જ તમને ફરક જણાશે.

 

હું ૨૫ વરસની યુવતી છું. મારી આંગળીની આસપાસ ક્યુટિકલ્સ થઇ ગયા છે તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
મારી બીજી સમસ્યા એ છે કે હું આઇબ્રો તેમજ અપર લિપ્સ કરાવું છું ત્યારે મારી ત્વચા લાલાશ પડતી થઇ જાય છે તેમજઘણી વાર દાણા ફૂટી આવે છે. મારી આ સમસ્યાનું નિવારણ જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

ક્યુટિક્લસને દૂર કરવાબદામના તેલથી મસાજ કરશો તેમજ પપાયા તથા અનાનસના ગરમાં ૧૦-૧૫ મિનિટ આંગળી નિયમિત રાકશો. ત્યાર બાદ ક્યુટિકલ પુશરની મદદથી ક્યુટિક્લસને અંદરની તરફ ધકેલશો.
તમારી બીજી સમસ્યા પરથી જણાય છે કે તમારી બ્યુટિશિયન વાળને જોરથી આડેધડ ખેંચે છે. જેથી ત્વચા લાલાશ પડતી થઇ જાય છે. તેને હળવેથી ખેંચવાનું કહો તેમજ આઇબ્રો તથા અપર લિપ્સ કરાવ્યા બાદ તે સ્થાને બરફ રગડશો.

 

હું ૨૮ વરસન ીયુવતી છું. મારા લગ્નને બે-ત્રણ મહિના જ થયા છે. મારા પતિના હોઠ કાળ તથા ડાઘાવાળા છે. તે પહેલા સિગારેટ ખૂબ પીતા હતા શું તેના કારણે આમ થયું હશે. મારા પતિના હોઠ સામાન્ય થઇ જાય તેના ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)

 

એક ચમચી લીંબુનો રસ, ગિલસ્રિન અને કોપરેલ ભેળવવું. થોડા દિવસો સુધી વારંવાર આ મિશ્રણ હોઠ પર લગાડવાથી હોઠનો રંગ આછો હળવો તેમજ હોઠ મુલાયમ થશે.
સુરેખા મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved