Last Update : 07-August-2012, Tuesday

 

વાર્તા - બોધપાઠ

પડદાના કાણામાંથી ગોડાઉનની અંદરનું દ્રશ્ય જોતાં જ નિશાના પગ તળેની જમીન ખસી ગઈ.
તેને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો ન હતો, પરંતુ હકીકત તેની નજર સામે હતી.
તેના સસરા ગોડાઉનમાં કામ કરતી યુવતી ઝુમકીના શરીર પર જ્યાં ત્યાં ચૂંટીઓ ભરતા હતા અને ઝુમકી ખરાબ રીતે દાંત કાઢતી હતી.
પડદાના કાણામાંથી ગોડાઉનની અંદરનું દ્રશ્ય જોતાં જ નિશાના પગ તળેની જમીન ખસી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો ન હતો, પરંતુ હકીકત તેની નજર સામે હતી. તેના સસરા ગોડાઉનમાં કામ કરતી યુવતી ઝુમકીના શરીર પર જ્યાં ત્યાં ચૂંટીઓ ભરતા હતા અને ઝુમકી ખરાબ રીતે દાંત કાઢતી હતી.
નિશાના પૂરા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. મન થયું કે હમણાં અહીંથી ભાગી જાઉં. તે તો બજાર જતા પોતાના સસરાને ગોડાઉન પર તેમને સરપ્રાઈઝ આપવા દબાતા પગલે ચાલી આવી હતી, પણ તેને ક્યાં ખબર હતી કે પોેતાને જ સરપ્રાઈઝ મળી જશે.
તેણે હંિમત કરીને દરવાજો ખખડાવ્યો.
બીજીવાર ખખડાવતા અંદરથી અવાજ આવ્યો,
‘‘કોણ છે?’’
‘‘હું નિશા છું, પપ્પા.’’
‘‘અ...આવ, દીકરી.’’
નિશા પડદો હટાવીને દુકાનની અંદર પ્રવેશી ત્યારે તેને ઝુમકી ક્યાંય ન દેખાઈ, પણ પોતાના હાવભાવને તેણે ચહેરા પર વ્યક્ત ન થવા દીધા.
‘‘બોલ દીકરી, આજે અહીં શું કામે આવવાનું થયું?’’ દીનાનાથના અવાજમાં હળવી ઘુ્રજારી નિશાથી છૂપી ન રહી.
અચાનક ગોડાઉનમાં એક બાજુ પડેલા લોટના કોથળા પાછળ કંઈક હલચલ થઈ અને દીનાનાથ કંઈ ન પૂછવા છતાં બોલ્યા, ‘‘બિલાડી હશે. ખૂબ હેરાન કરે છે.’’
તેમની હાલત જોઈને નિશાને ખૂબ હસવું આવતું હતું. પહેલાં તેણે વિચાર્યું કે હંિમત કરીને તેમની પોલ ખોલી નાખે પણ મર્યાદાનો વિચાર આવતાં ચુપ જ રહી. થોડી ક્ષણો પહેલાં તેણે જોયું તેેનો વિચાર માત્ર કરતાં તેનો શ્વાસ ગૂંગળાતો હતો. જ્યારે તેનાથી ન રહેવાયું તોે તે ‘‘બજાર જવાનું મોડું થઈ રહ્યું છે’ કહીને ઊભી થઈ ગઈ. દીનાનાથે પણ તેને રોકવાની કોશિશ ન કરી.
આખા રસ્તે નિશા તેના સસરાના રંગીન સ્વભાવ વિશે વિચારતી રહી. તેને આશ્ચર્ય થતું હતું કે તેના પિતા સમાન વૃદ્ધ સસરા આવી હલકી વર્તણૂંક પણ કરી શકે છે. તેને યાદ આવ્યું કે એકવાર તે કોઈ કામ માટે સસરાની પાછળ સ્કૂટર પર બેઠી હતી ત્યારે તેને બરાબર પકડીને બેસવા માટે કહ્યું હતું. નિશાએ આનાકાની કરતા તેમણે તેનો હાથ પકડીને પોેતાના સ્થૂળ લચી પડેલા પેટ પાસે જકડી દીધો હતો.
તે ઘટના નિશાએ હસતાં હસતાં પોેતાના પતિ મોહિતને જણાવી, પણ તે ગંભીર થઈ ગયો અને બોલ્યો, ‘‘નિશા, હવેથી ક્યારેય તું પપ્પા સાથે એકલી ક્યાંય નહીં જાય. તેમની સાથે વધારે હળવા-મળવાનું ન રાખતી.’’
‘‘પણ એવું તે શું થઈ ગયું? હું તો તેમની દીકરી જેવી છું.’’
‘‘દીકરી જેવી છે, દીકરી નથી. સમજી?’’
તે સમયે તેને સમજાયું ન હતું, પણ હવે મોહિતે જણાવેલી વાત તેને બરાબર સમજાઈ ગઈ હતી. પોતાના પપ્પાના કારસ્તાનની જાણ મોહિતને પણ જરૂર હશે. તેને કંઈ સમજાતું ન હતું કે આજની ઘટના વિશે મોહિતને જણાવવું કે નહીં.
બજારમાંથી ખરીદી કરીને પાછા ફરતી વખતે તેણે નક્કી કર્યું હતું કે તે મોહિતને કંઈ નહીં કહે, પણ આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી પપ્પા પોતાની ઉંમરનો વિચાર કર્યા વિના રાસલીલા ચાલુ રાખશે. જો કાલે કંઈક આડુઅવળું થઈ ગયું તો પપ્પાની સાથે સાથે મોહિતની અને આખા ખાનદાનની બદનામી પણ થશે. તેનું મગજ કોઈ એવી યુક્તિ વિચારવામાં લાગી ગયું. જેનાથી પપ્પાને યોગ્ય રસ્તે લાવી શકાય.
છેવટે તેના મગજમાંથી એક યુક્તિ સુઝી ગઈ. નિશા તરત તેની સખી મીનળના ઘરે પહોેંચી ગઈ, જે ગામની નાટ્ય મંડળી દ્વારા પ્રસ્તુત નાટકોમાં અભિનય કરતી હતી. નિશાની પૂરી યોેજના સાંભળીને મીનળે પણ તરત મદદ કરવાની ખુશીથી હા પાડી દીધી.
બસ પછી તો પોતાને એકાકી, લાચાર અને નિઃસહાય જણાવીને મીનળ દીનાનાથના ગોડાઉન પર પહોંચી ગઈ અને પોેતાને લાયક કોઈ કામ માગ્યું. તેના જેવી સુંદર યુવતીને જોઈને દીનાનાથ ખુબ ખુશ થઈ ગયા અને તેમણે ત્યારે જ મીનળ માલ સપ્લાયનો હિસાબ રાખવાની જવાબદારી સોંપી દીધી.
હજી મીનળને કામ કરતા બીજો દિવસે જ થયો હતો કે દીનાનાથે તેનો હાથ પકડીને પોતાના ખોેળામાં ખેંચી લીધી.
મીનળ તો આ ક્ષણની રાહ જોતી હતી. તે તરત ઊભી થઈને બરાડી, ‘‘શેઠજી મને રસગુલ્લાં સમજીને શિકાર બનાવવાનો પ્રયત્ન ન કરતાં મારી ઉપર સુધી ઓળખાણ છે. મારો ભાઈ મુંબઈનો ભાઈ છે. વાત પછી કરે છે, પહેલાં બરાબર મેથીપાક આપે છે તેને ખબર પડી ને કે તમે મારી પર હાથ નાખ્યો છે તો તમારો હાથ કાપીને ફેંકી દેશે.’’
દીનાનાથની હાલત એવી હતી કે કાપો તો લોહી ન નીકળે. બિચારા કંઈ સમજી શકતા નહતા કે અચાનક આ સુંદર યુવતીએ રંગ કેમ બદલ્યો. સમયની ગંભીરતાને પારખી જતાં તેમણે નમ્રતાથી કહ્યું, ‘‘મારાથી ભૂલ થઈ ગઈ, મીનુ. મને માફ કરી દે. અને ... અ... આજે રજા રાખી લે. કાલે કામ પર આવી જજે.’’
‘‘એમ કેવી રીતે માફ કરી દઉં? શેઠ, તમે મારી આબરૂ લેવાની કોશિશ કરી છે. એ વાત હું આખી દુનિયાને જણાવીશ. તમને પોલીસ સ્ટેશન કોર્ટ-કચેરીના ધક્કા ન ખવડાવ્યા તો મારું નામ મીનું નહીં.’’
ગળે વળગેલી આ મુસીબતમાંથી કોઈપણ રીતે છૂટકારો મેળવવાની ગરજે દીનાનાથ તેને ૫૦૦ રૂપિયાની નોટ પકડાવતાં બોલ્યા, ‘‘આ લે મારી મા, અને મારો પીછો છોડ.’’
‘‘શેઠ, ભીખ આપી રહ્યા છો? ૧ લાખ રૂપિયા મારે હમણાં જ જોઈએ. નહીં તો પછી જોઈ લોે તમાશો.’’
દીનાનાથને તો હવે, ચક્કર આવવાના જ બાકી હતી. કોઈ વેપારી ન આવી જાય? કોઈએ આની વાત સાંભળી લીધી તો? જેવા કેટલાય સવાલ તેમના મગજમાં ઊભા થયા. આમતેમ નજર કરીને જોેયું. ગોડાઉનમાં કામ કરતી ઝૂમકી દાળ સાફ કરવામાં મશગૂલ હતી. થૂક ગળે ઉતારીને તેઓ ખૂબ મુશ્કેલીથી બોલ્યા, ‘‘અત્યારે નથી. કાલે-પરમદિવસે આપી દઈશ.’’
‘‘કાલે ન આપ્યા તો હું તમારા ઘરે આવીને, તમારી આબરૂના ધજાગરા ઉડાડીશ. સમજ્યા?’’ એટલું કહીને તે ત્યાંથી એવી રીતે ગઈ, જાણે દીનાનાથ ઉપર ઉપકાર કરી રહી હોય.
વેપારમાં નુકસાન થયું હોત, કોઈની બીમારી કે ખરીદીમાં રૂપિયા લાગ્યા હોત તો વાત જુદી હતી પણ સામાન્ય છેડતીની આ કંિમત દીનાનાથને અંદર સુધી કઠતી હતી. તેમણે નક્કી કરી લીઘું કે ગોડાઉનમાં મજૂરી કરતી ઝુમકીને પણ કાયમ માટે છુટી કરી દેશે.
બીજા દિવસે દીનાનાથ પૂરા ૧ લાખ રૂપિયા લઈને આતુરતાથી મીનુની રાહ જોતા રહ્યા, પણ તે ન આવી. દીનાનાથે ભગાવનને હાથ જોડ્યા, કાશ, તે ક્યાંક મરી ગઈ હોય અને અહીં ક્યારેય ન આવે. એવું પણ બની શકે કે તેને મારા ઘડપણ પર દયા આવી ગઈ હોય.
સવારે સ્નાન કરીને દીવાનખંડમાં આવતાં જ દીનાનાથ સ્તબ્ધ રહી ગયા. મીનુ તેમની વહુ નિશા સાથે હસીહસીને વાતો કરતી હતી. તેઓ ચકિત થઈને દબાતા પગલે પાછળ ખસવા લાગ્યા કે અચાનક નિશાએ તેમને બોલાવ્યા.
‘‘પપ્પા, આ મીનળ છે, મારી સ્કૂલની સખી છે. અને મીનું, આ મારા સસરા છે.’’
‘‘આમને હું ખૂબ સારી રીતે ઓળખું છું.’’ મીનુએ બંને હાથ જોડતાં કહ્યું.
‘‘એ કેવી રીતે?’’
દીનાનાથને ચક્કર આવવા લાગ્યા. તેમને મન થયું કે આગળ કંઈ સાંભળતા પહેલાં જમીન ફાટી જાય અને પોતે તેમાં સમાઈ જાય. અચાનક મીનુનો અવાજ તેમને સંભળાયો, ‘‘એકવાર બે થેલી ખાંડ ખરીદવા ગઈ હતી.’’
‘‘તારા માટે કે મહોલ્લા માટે?’’ બંને સખીઓ ખડખડાટ હસી પડી,

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved