Last Update : 07-August-2012, Tuesday

 

વાચકની કલમે

 

આજ સુધી
મારી દોસ્ત છે એ આજ સુધી
દોસ્તી નિભાવે છે એ આજ સુધી.
કોઈએ કહ્યું દુનિયામાં એ નથી રહી
રોજ રસ્તામાં મળે છે એ આજ સુધી.
એની આંખોમાં દુનિયા છે મારી
મને બાહોમાં છૂપાવે છે એ આજ સુધી.
એના વગર મને ફાવે જ ક્યાંથી...!
રોજ સપનામાં આવે છે એ આજ સુધી.
હું એક’દી એનાથી રિસાઈ ગયેલો
મને રોજ મનાવે છે એ આજ સુધી.
શ્વ્વાસ મારા એ વાતની સાક્ષી છે
મારી આસપાસ છે એ આજ સુધી.
જીતેન્દ્ર કુમાર ‘જીતું’ (માંડોત્રી-પાટણ)

 

મારા પ્રત્યે જો...!!!
મારા પ્રત્યે જો ઊભરે લાગણી,
તો તારી સંમતિ જરૂર દર્શાવજે,
મારા પ્રેમના પ્યાસા પથ પર,
તારી પ્રીતીનો પ્રકાશ પથરાવજે.
મારા અરમાનની સાંભળી માગણી,
તું વહેલી-વહેલી આવજે,
મારા પ્રત્યેના ડરને ડામવા,
તો સાથે સહેલી તું લાવજે
મારા માયાના માંડવા મહેકાવવા,
તું પ્રેમનું પરફ્‌યુમ પ્રસરાવજે,
મારા પ્રીતના પ્રવાહને વહાવવા,
તું નાનકડી નદી બનાવજે.
મારા વિરહના વાદળો વિખેરવા,
તું મિલનનો મારૂત મોકલાવજે,
મારા સ્નેહનાં સંભારણાં સર કરવા,
તું સહકારનો સમંદર છલકાવજે.
મારા માયાના મનને મલકાવવા,
તું માનવતાની મહેંક મહેંકાવજે,
મારા ચાહતના ચાર્મને ચૂંમવા,
તું ‘સ્વયં’નાં શરણ સજાવજે.
પ્રવીણભાઈ એમ. પટેલ ‘સ્વયં’
(મુ.પો. ગડત ‘વૈદ્ય ફળિયા’)

 

પ્રેમના અઢી અક્ષર
પ્રેમ માત્ર અઢી અક્ષરનો એક શબ્દ છે
તોયે ના સમજાય એવો એક પ્રશ્ન છે
નથી પામી શકતા આમ તો બધા પ્રેમને
ઘણા માટે તો પ્રેમ માત્ર એક સ્વપ્ન છે
ન બનાવીએ પ્રેમને વઘુ સંકુચિત
પ્રેમ તો ઘણો વિશાળ અને મુક્ત છે
પ્રેમ તો મિત્રો! છે એક અદ્‌ભુત લાગણી
પ્રેમ તો એ લાગણીની અભિવ્યક્તિનો એક પ્રયત્ન છે
નથી સમજાયો કોઈને પ્રેમ પૂરેપૂરો
પ્રેમ તો ‘સુનિલ’ આજે પણ એક રહસ્ય છે.
પટેલ સુનિલ સી. (તા. જિ. વલસાડ, ઊંટડી)

 

યાદો એમની છોડી કે...
યાદો અમે છોડી કે,
તેમણે છીનવી લીધી
અમારા દિલમાં માયુસી છોડી દીધી
વિશ્વ્વાસની દોરીમાં જંિદગી જોડી દીધી.
નાદાનીમાં એમણે પ્રીતની દોર તોડી દીધી
હતા ક્યારેક અમે તેમની પ્રીતમાં પલળતા
પ્રકાશ પાથરી અમારા પર વીજળી છોડી દીધી
જેના નામ પાછળ અમે અમારી જંિદગી રોડી દીધી
એમણે મજાકમાં મૃગજળની રેતીમાં અમારી
રેખાઓ બોળી દીધી.
પરેશ પટેલ ‘વન્દે’ (સાબરકાંઠા)

 

ખરા છો તમે
બેહદ ચાહું છું તમને તે
ખબર છે તમને છતાં અજાણ
બનો છો, ખરા છો તમે,
જાણંુ છું હું તમારા પણ હૃદયના એક ખૂણામાં
જગ્યા છે થોડી મારી
છતાં તે ખાલી રાખો છો, ખરા છો તમે
ખબર છે તમારું પણ હૃદય
વ્યાકુળતા અનુભવે છે મારાથી,
હું પુછું તો કહો છો ‘ચુપ રહો ને’ ખરા છો તમે
કહું હું આવું છું મળવા તમને
હા-ના કહેવાને બદલે ‘હંિમત છે’
કહી વાત બદલો છો, ખરા છો તમે,
તમને યાદ નહી કરવાના કસમ
વારંવાર લેવા છતાં હરઘડી
યાદ જ આવ્યા કરો છો
ખરા છો તમે!
રતન વાઘેલા ‘બોગસ’ (કલોલ)

 

જુદાઈની વેદના
પીવું છું બહુ આંસુ
તારી જુદાઈમાં,
કરી એવું વર્તન મને વઘુ ન રડાવ
ના કર અમી નજર તું મારા ઉપર
શિકાયત નથી
પણ મોઢું બગાડી તું મને વઘુ ન શરમાવ જલાવી જાત ખાખ થઈ ગયું
આ દિલ તારામાં
દેખાડી દીધો પ્રકાશ મને વઘુ ન જલાવ
પ્રેમ ને ફરજ સમજી નિભાવ્યો સદા મેં વફાથી
એ દિલ તું મને ઓર ન તડપાવ
મળે એ દિલ ગગનવિહારમાં પારેવાની જેમ
કાપી તું પાંખો એ દિલ મને ઓર ન ફફડાવ
હવે નથી રહી હંિમત સહન કરવાની મળી છે સજા મોતની મને ઓર ન હરાવ
સતાવ્યો છે દુનિયાને મને જીવનભેર
જગાડી તું ‘રાજ’ને કબરમાંથી ઓર ન સતાવ.
રાજ (મહેસાણા)

 

તમન્ના
જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી,
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે,
સમય તો ખુબ ટુંકો લાગ્યો તમારા ઇંતજારમાં,
લાખ જનમ રાહ જોવાની, બસ એજ તમન્ના છે,
સાથ તમારો માંગતો નથી, બસ એટલી જ આશા રાખું છું,
એક પળ મુજને યાદ કરી લેજો, બસ એજ તમન્ના છે,
ભાગ્યમાં મારા નથી આપ હું જાણું છું છતાં,
દરેક દુઆમાં આપ જ હો, બસ એ જ તમન્ના છે.
આપ નામના મૃગજળ ને હંમેશા ઝંખતો રહ્યો છું,
સ્વપ્ન મારું કદી ન પતે હવે, બસ એજ તમન્ના છે.
દિલ જે આપે બહુ પહેલા જ તોડી દીઘું છે,
તુટ્યા દિલે તમને ચાહવાની, બસ એ જ તમન્ના છે.
જાણે તમારા પ્રેમના સહારે જ હું જીવી રહ્યો છું,
શ્વ્વાસ હવે આ થમી જાય, બસ એ જ તમન્ના છે. પ્રેમ મારો માપવો આપના માટે અશક્ય છે,
મારા ગયા પછી તમને સમજાય, બસ એ જ તમન્ના છે.
જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે.
પ્રતિકકુમાર ચૌહાણ ‘અરમાન’
(નડિયાદ)

 

તું ભૂલ ના કરતી
દુનિયાના ડરથી તુ ડરી નાં જતી
પ્રેમની આ દોર પાછી ખેંચી નાં લેતી
વિયોગનાં વમળમાં તુ અટવાઈ નાં જતી
સંબંધોની આ સજાવટમાં તુ શરમાઈ નાં જતી
ખીલેલી ઝુલ્ફની આ ઘટામાં તું કરમાઈ નાં જતી યોદોમાં હંમેશ રહેજે ક્યાંક વિસરાઈ નાં જતી
શોધી નહી શકું હું તુ ક્યાંય ખોવાઈ નાં જતી
મારા સજાવેલા સ્વપ્નોમાં તુ રોળાઈ નાં જતી
જરૂર મળીશું મંઝીલે તુ આંખ ભીની નાં કરતી
ભૂલાઈ જાય જો મારાથી કશું પણ તુ ભૂલ ના કરતી.
રાજેન્દ્ર એમ. ખત્રી ‘પ્રેરણા’ (વિસનગર)

 

કેમ ભુલાય
દિલને ધડકન એક કરીને કરેલો પ્રેમ કેમ ભૂલાય
આંખોમાં અશ્રુ વડે કરેલો પ્રેમ કેમ ભૂલાય, પ્રેમમાં
તો લોકો પાગલ થતા હોય છે, પરંતુ નાદાનીમાં કરેલો
પ્રેમ કેમ ભૂલાય.
ખૂલ્લા આકાશમાં ચંદ્રમાની ચાંદનીએ કરેલો પ્રેમ
કેમ ભૂલાય, તારા એ સમયનાં સથવારે કરેલો પ્રેમ
કેમ ભૂલાય, મૌસમ બદલાય, ને લોકો બદલાય
પરંતુ આપણા એ સાચા પ્રેમને કેમ ભુલાય
તારી એ શરબતી આંખો જોઈને કરેલો પ્રેમ કેમ ભૂલાય,
તારૂએ હસતું મુખ જોઈને કરેલો પ્રેમ કેમ ભૂલાય,
હવે’તો તારી એક ઝલક પામવા શોઘુ છું આમ-તેમ,
પરંતુ વરસતા વરસાદમાં કરેલો પ્રેમ કેમ ભૂલાય.
ક્યારેક તો મારું હૃદય પણ બોલી ઊઠે છે, જવાદે-
એ બેવફાને, પરંતુ તારી વફાઓ સાથે કરેલો પ્રેમ
કેમ ભૂલાય...
શૈલેષ વિરાશ (પાલિતાણા)

 

જો સમજાય તો
જીવનમાં ઉતારવાં જેવું ઘણું બઘું છે
આ દુનિયાંમાં પણ જો સમજાય તો
કોઈ કોઈની જંિદગી કોઈ વગર અઘુરી છે આજે
પણ જો સમજાય તો...
આ જંિદગીમાં આજે ક્યાં કોઈનું છે
પણ કોનાં માટે છે. આ જંિદગી સમજાય તો...
જીવનમાં આવ્યાં તો કંઈક કરવાં માટે પણ
શું થઈ જાય છે. કોઈ માટે જો સમજાય તો...
આ ત્રણ અક્ષરમાં ઘણા સુખ-દુઃખ આવે
છે પણ કોનાં માટે આવે છે. જો સમજાય તો
બીજાની ખુશી માટે થઈને આ ‘જન્નત’ પોતાની
જંિદગીનાં રસ્તા, બદલી નાખ્યા પણ જો સમજાય તો...
આમ તો ‘કેતન’ની જંિદગી વીતે છે. કોઈની યાદ પાછળ પણ જો સમજાય તો...
કેતન, મુછડીયા ‘જન્નત’(જામનગર)

 

સહેલું નથી
કાદવ વિના કમળ ખીલવવું સહેલું નથી
તેમ દિલનું દર્દ સહેવું સહેલું નથી
પ્રેમના જેને દિલમાં વાગ્યા હોય ઘા
પ્રિયા વગર એ ઘાને રૂઝવવા સહેલા નથી
બેવફા હોય છે તેની રાહ નથી જોવાતી
આવવુ ંહોય છે પણ આવવું સહેલું નથી.
દિવાનાઓ કહે છે કે,
તારી પાછળ મરી જઈશ હું
વાત તો થાય છે એમ પણ
કોઈને માટે મરવું સહેલું નથી
તારો સાથ હતો ત્યાં સુધી મને
ખબર ન રહી
પણ પછી ખબર પડી કે તારા વગર
રહેવું સહેલું નથી
દિવસો ગયાને હવે તો વર્ષો પણ ગયા
શંકર બની એમ ઝહેર પીવું સહેલું નથી
દર્દની વાતના કરશો શાયર ‘ધરમ’ તમે
એમ આંસુ પીને જગ સામે હસવું,
‘ધરમ’ કહે સહેલું નથી
ધરમ. મગનલાલ પ્રજાપતિ (રાહી) મગુના-લાલજીગર

 

સંબંધ
અફસોસ! એજ કે તમે મળી ગયા,
સરવાળા સાથે જાણે બાદબાકી થઈ ગયા
લાગણીઓનાં ઉભરાં કાંઈક એવા આવ્યા.
કે સમય સાથે એ પણ શમી ગયા.
પગરવ મંડાયા અમારાં એ જ ઘર તરફ
જ્યાં રસ્તા પણ હવે મૃગજળ થઈ ગયા
અર્થ અમારો પણ એજ ન સમજી શકયા
જેને સમજાવવા અમે વર્ષો વિતાવ્યા
ઝૂકાવી ડાળ અમે ફુલો ચુંટી લીધા
કાળ બની જંિદગીમાં, એ પણ પાનખર લુંટી ગયા
સાચો સંબંધ જ ક્યાં છે? તુજ મુજ વચ્ચે,
જ્યાં પોતાનાં પણ હવે પારકાં થઈ ગયા.
શર્મા અંજના એચ. (નડીયાદ)

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved