Last Update : 07-August-2012, Tuesday

 
મૂંઝવણ
 

મારી ૧૭ વર્ષની દીકરીને વારંવાર શરદી થઈ જાય છે. શરદી વધારે થાય એટલે બહુ છીંકો આવે છે. કોઈ કોઈ વાર શ્વ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. એન્ટિબાયોટિક દવા લેવાથી આરામ થઈ જાય છે, પણ રોગ મૂળમાંથી જતો નથી. ડોકટર કહે છે કે એને એલર્જીક રાઈનાઇટિસ છે. એમની સલાહ મુજબ ત્વચાની તપાસેય કરાવી જોઈ, એલર્જી પ્રતિકારક રસી પણ મુકાવી ને કડક પરેજી પણ પાળીએ છીએ, પરંતુ કાયમી ઇલાજ હાથ લાગતો નથી, તો શું કરું?
એક માતા (ઘોરાજી)

 

ઉત્તર ઃ એલોપેથિક સારવારમાં એલર્જીક રાઈનાઇટિસનો કોઈ કાયમી ઇલાજ હજી સુધી મળ્યો નથી. છતાં યોગ્ય દવાઓ દ્વારા દર્દીને રાહત થઈ શકે છે. કોઈ એક ખાસ ૠતુમાં જ થતી તકલીફને ઊગતી જ ડામવા માટે એ શરૂ થતાં પહેલાં ડોકટરની દેખરેખ હેઠળ ફંિટોલ કે ઇફિરોલ નેઝલ સ્પ્રે (નાકમાં છાંટવાની દવા) પણ અજમાવી શકાય છે. કેટલાક કિસ્સામાં તેનાથી રોગ વધતો અટકી જાય છે. એલર્જીનાં લક્ષણ દેખાય તો સ્ટીરોઈડ અને એન્ટિહિસ્ટામિન દવાઓ લેવી જ પડે છે. જોકે બેક્ટેરિયાને લગતા ચેપનાં લક્ષણ ન દેખાય ત્યાં સુધી એન્ટિબાયોટિક દવાઓ લેવાની જરૂર નથી. એલર્જી કઈ વસ્તુથી થાય છે અને કઈ ચીજ પ્રત્યે શરીર સંવેદનશીલ છે તે જાણવાના પરીક્ષણની સફળતાનો દર બહુ ઓછો છે, કારણ કે એલર્જી કરનારી ચીજવસ્તુઓ જ એટલી બધી હોય છે કે તેમાંથી જવાબદાર એકબેને ઓળખવાનું બહુ અઘરું છે. હા, જો અનુભવે એવી ખબર પડે તો એવી ચીજોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાણીપીણી, ઉષ્ણતામાનમાં વારેઘડિયે ફેરફાર, કૂલરની હવા, વાતાવરણમાંના રજકણ, પાળેલાં જનાવરોનાં બેક્ટેરિયા, ઘૂળ, ફુગ કે પક્ષીઓનાં પીંછા જેવી અનેક ચીજો એલર્જી માટે જવાબદાર હોય છે. ઘણી વાર એસ્પિરીન કે એન્ટિબાયોટિક જેવી પીડાનિવારક દવાઓ પણ રોગ વધારવા માટે જવાબદાર હોય છે.

 

પ્રશ્વ્ન ઃ હું ૨૧ વર્ષની યુવતી છું. મોંની દુર્ગંધથી પરેશાન છું. આમ જોવા જઈએ તો મારા દાંત અને પેઢાં તદ્દન સાજાસમાં છે. મેં ખોરાકમાં માંસ, માછલી અને તળેલી માછલી વાનગીઓ લેવાનું પણ ઓછું કરી દીઘું છે, છતાં તકલીફ એવી ને એવી જ છે. હોમિયોપથી સારવારથી પણ કોઈ ફેર પડ્યો નથી. કોઈ કોઈ વાર મારા ડાબા કાનમાંથી પરૂ પણ આવે છે. એ માટે ડોકટરને બતાવ્યું તો એમણે એમ કહ્યું કે એક વર્ષ પછી ઓપરેશન કરાવવું પડશે. આ ઉપરાંત ક્યારેક સવારના સમયે ઊલટીઓ પણ થાય છે. એવું લાગે જાણે પેટમાં આફરો ચડી ગયો છે. મોંમાંથી દુર્ગંધ આવવાનું કારણ કદાચ એ નહીં હોય? આ તકલીફોથી છુટકારો મેળવવા મારે શું કરવું જોઈએ? શ્વ્વાસની દુર્ગંધ દૂર કરવા ખાવાપીવામાં બીજી કઈ કઈ તકેદારી રાખવી જોઈએ?
એક યુવતી (પેટલાદ)

 

ઉત્તર ઃ મોંમાંથી દુર્ગંધ આવવાનાં અનેક કારણ હોઈ શકે છે. એમાં દાંત અને પેઢાંની બરાબર સફાઈ ન થવી, જીભ પરથી ઉલ ન ઉતારવી, નાક બંધ હોવું, સાયનાઇટિસનું જીર્ણ દર્દ હોવું, શ્વ્વાસનળી વાટે મોંમાં કફ જવો, કાકડા સોજી જવા, ફેફસામાં ચાંદું પડવું વગેરેને ગણાવી શકાય. તમારા કેસમાં આમાંથી કયું કારણ જવાબદાર છે તેનું નિદાન કરાવવું જરૂરી છે. તો જ તમારી તકલીફ દૂર કરવાનો વૈજ્ઞાનિક ઇલાજ હાથ ધરી શકાય. આ માટે તમારા ફેમિલી ડોકટરની સલાહ લેશો.
તમારા ખોરાકમાં લસણ-ડુંગળી માંસ, પનીર અને દૂધમાંથી બનાવેલી ચીજવસ્તુઓ ખાવાથી પણ શ્વ્વાસમાં દુર્ગંધ વઘુ આવે છે. તમે દાંત અને પેઢાંની સફાઈ માટે માત્ર સવારે જ નહીં પણ રાત્રેય બરાબર બ્રશ કરો. દિવસે કશુંય ખાધા પછી કોગળ કરવાની ટેવ પાડો. સવારે બ્રશ કરતી વખતે જીભની ઉલ અચૂક ઉતારો. આટલી તકેદારી રાખ્યા છી પણ જો દુર્ગંધ આવતી હોય તો શ્વ્વાસને થોડો સમય સુગંધી રાખવા માટે લવંિગ, ઇલાયચી, વરિયાળી, પિપરમિન્ટ વગેરેનો ઉપયોગ કરો અથવા કોઈ માઉથવોશ વાપરો.
ડૉ. અનિમેષ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved