Last Update : 07-August-2012, Tuesday

 
ગુલછડી
 

ખોટી, મમત અને હઠાગ્રહોને કારણે વ્યકિતનું જીવન ધાંધલિયું અને દુષ્કર બની જાય છે. જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ સર્જાય છે. જો માણસ આવું વલણ ત્યજીને ખોટી મમત છોડી દે તો જીવન શાંત અને નંદવંદન બની શકે છે એવો ભાવ કવયિત્રી પ્રજ્ઞા વશીની એક ગઝલના મત્લામાં વ્યક્ત થયો છે -
જ્યારથી છોડી દીધી ખોટી મમત
ત્યારથી ઠરતું ગયું મારું જગત.
પોતાનું અસ્તિત્વ જ માણસ માટે બોજ સમાન હોય છે. એ જીવનભર પોતાના ખભા પર પોતાની લાશ ઊંચકીને ચાલે છે. પણ એ તો જીવનના અંતે એને સમજાય છે જયારે એ ભાર ઊંચકીને બેવડ થઈ ગયો હોય છે
બોજ શું એ ખબર મોડી પડી
બાકી, મારી લાશ લૈ થોડી ભમત
મોટી ઉંમરે અને ખાસ કરીને ક્રિડાંગણોમાં રમતા બાળકોને જોઈને આપણને આપણું, શૈશવ યાદ આવે છે. સંસારની ભીડમાં ખોવાઈ ગયેલું બાળપણ આવી રમતોની ઓથે પુનઃ સંસ્મરણો લઈને તાજું થાય છે -
ભીડમાંથી હું મને પાછી જડી
બાળપણની જયાં રમી થોડી રમત
જે પોતાની જાત સાથે પરિચય કેળવતા નથી કે પોતાને પામી શકતા નથી એ જગત સાથે જોડાઈ શકતા નથી. બહારના જગત સાથે સંબંધ જોડવા હોય તો પ્રથમ માણસે પોતાની જાત સાથે નાતો કેળવવો જોઈએ -
એક ક્ષણમાં વિશ્વથી જોડાઉં પણ
જાતને મળતા જરા લાગ્યો વખત
કોઈ લાગણી સ્પર્શી શકે નહીં એટલી હદે માણસે જડ બનવું જોઈએ નહીં. સંવેદના ગમે તેવા કઠોર માણસને પીગળાવી દે છે, પરંતુ કઠોરતાની હદ વટાવી બેઠેલા માણસો નિર્દય અને ક્રૂર બની જાય છે જે માનવતા માટે ઘાતક પૂરવાર થાય છે
સંવેદનની કોઈ કળ લાગે નહીં
એટલો તું થા નહીં પાછો સખત
હૃદયની વાતોને સમજવા માટે સહૃદયી હોવું જરૂરી છે. અન્યના હૃયની ભાવનાઓને પામવા પોતે પણ ભાવુક હોવું અનિવાર્ય છે. પ્રેમનું કારણ પ્રેમ જ હોય છે એ સર્વવિદત સત્ય છે.
દિલની વાતો દિલથી જો સમજે અગર
પ્રેમ પણ ત્યાં ઊભરે થૈને રજત
ક્ષમાનો ગુણ એ સૌથી શ્રેષ્ઠ ગુણ છે. વૃક્ષ પોતાને પથ્થર મારનાર કે કાપનારને પણ પોતાના ફળ, ફૂલ અને છાયા આપે છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે -
માફ કરવાનું મનોબળ ધન્ય છે
વૃક્ષ નહંિતર, છાંય શું આપી રહત ?
- ડૉ. રશીદ મીર

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved