Last Update : 07-August-2012, Tuesday

 
રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો

વિદર્ભમાં ૩૮ સિંચાઈ યોજનાની કિંમતમાં અમલદારોએ સ્વાતંત્ર્ય દિનની રજાના દિવસે પણ વધારાને મંજૂરી આપી

મુંબઈ, તા.૬
કોંગ્રેસ અને એની શાસક યુતિના સાથી પક્ષ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચેના સંબંધોમાં તાણ લાવનારું મહારાષ્ટ્રનું મેગા સિંચાઈ સ્કેમ (કૌભાંડ) દિવસો દિવસ વધુને વધુ મોટું સ્વરૃપ ધારણ કરી રહ્યું છે.
એક નવા ખુલેલા વિસ્ફોટક રહસ્યમાં એવું જાણવા મળ્યું છે કે વિદર્ભના ૩૮ સિંચાઈ પ્રોજેકટસની કોસ્ટ વિદર્ભ ઈરિગેશન ડેવલપમેન્ટ કોરપોરેશન (વીઆઈડીસી) દ્વારા રૃ.૬,૬૭૨ કરોડથી વધારી રૃ.૨૬,૭૨૨ કરોડ કરી દેવાઈ હતી. મગજ બહેર મારી જાય એવી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે કોસ્ટમાં રૃ.૨૦,૦૦૦ કરોડ જેટલો મોટો વધારો જુનથી ઓગસ્ટ, ૨૦૦૯ સુધીના ટૂંકા ગાળામાં મંજુર કરી દેવાયો હતો. અત્રે નોંધવું ઘટે કે તાજેતરના મહિનાઓમાં મીડિયામાં એવા અહેવાલો ચમક્યા હતા જેમાં રાજ્યના નાના અને મોટા સિંચાઈ પ્રોજેકટસની કોસ્ટમાં ગુનાહિત વધારો કરનારા કોન્ટ્રકટર- પ્રધાન- અમલદારો વચ્ચેની કડીને ખુલી પડાઈ હતી.
વીઆઈડીસીએ એવી દલીલ કરી હતી કે ભાવવધારા, કોન્ટ્રાક્ટરો દ્વારા ભરાયેલા ઉંચા ક્વોટેશન, જમીન સંપાદનના ખર્ચમાં થયેલા વધારા, એન્જિનિયરિંગને લગતા ફેરફારો અને અન્ય કારણોસર પ્રોજેક્ટસની કોસ્ટ વધારાઈ હતી.
પરંતુ કોસ્ટ વધારવામાં દાખવાયેલી ઉતાવળ અને ફક્ત ત્રણ મહિનામાં ૩૮ પ્રોજેકટસને અપાયેલી સાગમટે મંજુરીએ સરકારી વર્તુળોમાં લોકોના ભવાં ઉંચા કરી દીધા છે.
એક અસાધારણ કેસમાં તો લોઅર વર્ધા પ્રોજેકટને ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની રાષ્ટ્રીય રજા હોવા છતાં પ્રસાસકીય મંજૂરી આપી દેવાઈ હતી. વીઆઈડીસીના તત્કાલીન એક્ઝિકયુટીવ ડિરેકટરે પ્રોજેક્ટની કોસ્ટ એ દિવસે રૃ.૯૫૦ કરોડથી વધારીને રૃ.૨૨,૩૫૬ કરોડ કરી દીધી હતી.
માહિતગાર સ્ત્રોતો અમરાવતીના અપ્પર વર્ધા પ્રોજેક્ટના બીજા એક કેસ તરફ અંગુલીનિર્દેશ કરે છે, જેમાં જુલાઈ, ૨૦૦૯માં કોસ્ટ રૃ.૬૬૧ કરોડથી વધારીને રૃ.૧,૩૭૬ કરોડ કરી દેવાઈ હતી.
બીજો એક શંકાસ્પદ કેસ વિદર્ભના યવતમાલ જિલ્લાના બેજબાલા રિવર પ્રોજેક્ટનો છે. સરકારી દસ્તાવેજો બતાવે છે કે આ પ્રોજેક્ટની કોસ્ટ ૧૪ ઓગસ્ટ ૨૦૦૯ના રૃ.૧,૨૭૮ કરોડ પરથી વધારીને રૃ.૨,૧૭૬ કરોડ કરી દેવાઈ હતી.
એ દિવસે ઉતાવળે જે દસ પ્રોજેક્ટસને વધારાયેલી કોસ્ટ સાથે વહીવટી મંજુરી આપી દેવાઈ એમાં બેમ્બાલા પ્રોજેક્ટ પણ હતો. બીજા પ્રોજેકટસમાં મહાગાંવ, ઝોડગા, પલાસખેડ અને પચપાહુર જેવી નાની સિંચાઈ યોજનાઓનો સમાવેશ છે. જ્યારે મોટી સિંચાઈ યોજનાઓમાં નિમ્નાપેઢી, ભોરઘાટ, શિરૃડ, પેંચ અને સોંધ્યાતોલા સિંચાઈ યોજનાઓનો સમાવેશ છે.
આ મંજુરીઓ વીઆઈડીસીના તત્કાલીન એક્ઝીકયુટીવ ડાયરેક્ટર દેવેન્દ્ર શિર્કે દ્વારા અપાઈ હતી. કોઈપણ પ્રશાસકીય મંજુરી પર જળસ્ત્રોત ખાતાના સેક્રેટરીની સહી નથી. તેઓ વીઆઈડીસીના એક્સ- ઓફિસિયો મેનેજિંગ ડાયરેક્ટર છે. તેઓ વીઆઈડીસીની કારોબારી સમિતિના પણ વડા છે. 'સેક્રેટરીની મંજૂરી વગર આટલા મોટા નાણાંકીય ભંડોળની મંજુરી આપી ન શકાય.' એમ સરકારી સ્ત્રોતોએ જણાવ્યું હતું. આ મંજુરીઓ અપાઈ ત્યારે જળસ્ત્રોત ખાતાના સેક્રેટરી વી.વી. ગાયકવાડ હતા. એમણે પોતાને ઈરાદાપૂર્વક કોરાણે મૂકી દેવાયા હતા કે કેમ એ વિશે કોઈપણ ટીપ્પણ કરવાનો ઈન્કાર કર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved