Last Update : 07-August-2012, Tuesday

 
એફબીઆઇએ આદરેલી તપાસ
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

હુમલાખોર પૂર્વ સૈનિક હતો અને તેના શરીર પર ૯-૧૧નું ટેટું ચિતરાવેલું હતું

(પીટીઆઇ) ન્યૂયોર્ક, તા. ૬
અમેરિકાના વિસ્કોન્સીનનાં ગુરુદ્વારામાં છ લોકોને મોતને ઘાટ ઉતારનાર હુમલાખોરે શિખ સમુદાય પ્રત્યેનાં તિરસ્કાર હેઠળ આ ગુનો આર્ચયો હોવાનુ માનવામા આવે છે. પોતાના હાથમાં ટેટૂ ચિતરાવનારા આ હુમલાખોર અમેરિકન સેનાનો પૂર્વ સૈનિક હતો. એફબીઆઇએ આ ઘટનાને અમેરિકાનાં શીખ સમુદાય વિરુદ્ધનો હુમલો ગણાવ્યો હતો. ઘરેલુ આતંકવાદનો ભોગ બનનારા આ ગનમેનની ઓળખ વેડ માઇકલ પેજ તરીકે કરવામાં આવી છે.
અમેરિકાના વિસ્કોન્સીનનાં ગુરુદ્વારામાં થયેલા અંધાધૂધ ગોળબારની ગહન તપાસ એફબીઆઇ દ્વારા શરૃ કરી દેવામાં આવી છે. સત્તાવાળાએ આ ઘટનાને ઘરેલુ આતંકવાદનો એક ભાગ ગણાવ્યો હતો. ગઇકાલે થયેલા અંધાધૂધ ગોળીબારમાં હુમલાખોરે છ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારબાદ સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ ગનમેનને ઢાળી દેતા કુલ સાત લોકોનાં મોત થયા હતા. એક અગ્રણી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આ ઘટનાનાં સાક્ષીઓએ હુમલાખોરમાં શરીર પર ૯-૧૧નો ટેટૂ જોયો હતો. આ હુમલાખોર સેનાનો પૂર્વ સૈનિક હતો. આ ગુરુદ્વારામાં મોતને ભેટેલા છ લોકો પ્રેમાળ, સમર્પિત અને ખુબ જ ધાર્મિક હતા તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. મૃતકોમાં ગુરુદ્વારાનાં પ્રમુખ અને પૂજારી પણ સામેલ હતાં.
ફેડરેલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશને(એફબીઆઇ) આજે જણાવ્યું હતું કે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ગનમેનના શરીર પર જોવા મળેલ ટેટૂ અને કેટલીક બાયોગ્રાફીકલ વિગતો પરથી એફબીઆઇએ આ હુમલાને ઘરેલુ આતંકવાદ ગણાવ્યો હતો. ત્રણ સપ્તાહમાં બીજી વખત થયેલ હિંસાને કારણે એબામા વહીવટી તંત્ર માટે પડકારજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. અમેરિકામાં વસતા સાત લાખ શિખોની સુરક્ષા અંગે પણ આ હુમલા પછી પ્રશ્નો ઉભા થયા છે.
ગનમેનને ઓળખી નહીં શકનાર એફબીઆઇએ જણાવ્યું હતું કે આ હત્યા પાછળનો ઉદ્દેશ શું હતો તે જાણવાના પણ પ્રયત્નો કરવામાં આવશે. મિલવોકીનાં એફબીઆઇ સ્પેશીયલ એજન્ટ ઇન ચાર્જ ટેરેસા કાર્લસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલો ઘરેલુ આતંકવાદનો એક ભાગ હતો કે નહીં તેની એફબીઆઇ તપાસ કરી રહી છે અને અત્યાર સુધી આ હુમલા પાછળનું કારણ જાણવા મળ્યુ નથી.
કાર્લસને જણાવ્યું હતું કે ઓક ક્રિક પોલીસ વિભાગ અને અન્ય સ્થાનિક અને ફેડરેલ એજન્સીઓ સાથે મળીને એફબીઆઇ આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. એફબીઆઇએ જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ સમાજમાં આ ઘટનાની ઉંડી અસર થશે. અમારી લાગણીઓ આ ઘટનાનાં પીડિતો અને ખાસ કરીને અન્યનું રક્ષણ કરવામાં ઇજાગ્રસ્ત થયેલા ઓફિસરો સાથે છે.
આ ગનમેન અંગે કેટલીક વિગતો જાણવા મળી છે. પોલીસે આ ગનમેનનું રહેઠાણ શોધી લીધુ છે. આ હુમલાખોર જે ઓપાર્ટમેન્ટમાં રહેતો હતો તે એપોર્ટમેન્ટનાં માલિક પાસેથી મળેલી માહિતી અનુસાર આ પુરુષ ટાલવાળો હતો તેની ઉંમર ૪૦થી ૫૦ વર્ષની વચ્ચે હતી તે આર્મીનો નિવૃત્ત સિપાહી હતો.
અમેરિકા ખાતેનાં ભારતીય દૂત નિરુપમા રાવે જણાવ્યું હતું કે આ કમનસીબ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાની અમેરિકાએ ખાતરી આપી છે. આ ઘટના પછી અમેરિકાનાં પ્રમખ બરાક ઓબામાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબારની જાણ થતા જ મિશેલ અને મને ભારે આઘાત લાગ્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved