Last Update : 07-August-2012, Tuesday

 

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો

ક્યુરિયોસિટી નાસાનું સાતમું ઉતરાણ ઃ અઢી અબજ ડોલરનું બજેટ ઃ ગેલ કેટરનો અભ્યાસ કરશે
વોશિંગ્ટન, તા. ૬
સુર્યમાળાના રતુબડા ગ્રહ પર 'ક્યુરીયોસિટી' યાને સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. મંગળપર અમેરિકા, રશિયા, યુરોપ અને જાપાન દ્વારા ૧૯૬૦ના દાયકાથી મંગળની આસપાસ ફરનારા (ઓર્બીટર) ઉતરાણ કરનારા (લેન્ડર) અને ઉતરીને આસપાસ ફરીને સંશોધન કરનારા (રોવર) યાનો મોકલે છે. પણ મંગળ અવકાશ યાનોનું કબ્રસ્તાન ગણાય છે. અનેક યાનોને ભરખી ગયો હોવા છતાં માનવીએ મંગળને ચાહવાનું બંધ નથી કર્યું પરિણામે ફલોરીડાના કેપ કેનેવરલ ખાતેથી ૨૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ ઉપડેલા ક્યુરીયોસિટી એ આજે મંગળના 'ગેલ' ક્રેટર ખાતે સફળ ઉતરણ કર્યું છે. તે મુખ્યત્વે ૧૦ બાબતે મંગળપર બે વર્ષ સુધી પ્રયોગો કરશે કેમકે ત એક સ્વયં સંચાલિત પ્રયોગશાળા જ છે.
* 'ક્યુરીયોસિટી' એ મંગળપર ઉતરાણ કરનારા નાસાનું સાતમું યાન છે. તેણે મંગળના વાતાવરણમાં ૧૩ હજાર માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉતર્યું હતું.
* વાતાવરણ સાથેના ઘર્ષણથી યાન સળગી જવા કે ક્ષતિગ્રસ્ત થવાના ભૂતકાળના ઘણા બનાવો છે. જેમા છેલ્લી ક્ષણો જેને વૈજ્ઞાાનિકો 'સેવન મીનીટ્સ ઓફ ટેરર કહે છે તે ખૂબ મહત્વની હોય છે.'
* યાને ઉતરીને તેના બચાવ માટેના કોચલાને ખોલીને જમીનના ફોટા રજૂ કરતા જ એક ઈજનેર બોલી ઉઠયા હતા કે 'ભૂમિ સ્પર્ષ સિદ્ધ થયો. આપણે મંગળ પર (યાનને) ફરતું કર્યું. હે ભગવાન (ઓહમય ગોડ).'
* યાને તેને અપાયેલા કાર્યક્રમ અનુસાર પ્રથમ તેના પગ અને પૈડા સલામત હોવાની ખાત્રી કરાવવા વૈજ્ઞાાનિકોને તેના ફોટા મોકલ્યા હતા જે પ્રયોગની સફળતાનો સંદેશ હતો. તે પછી મંગળની ધરતીના ફોટાનો સીલસીલો ચાલુ થયો હતો. જોકે અત્યારે ઝાંખા ફોટાઓ આવે છે. આગામી ૪૮ કલાક પછી સ્પષ્ટ અને રંગીન ફોટા આવવાનું ચાલુ થશે.
* ક્યુરીયોસિટી પાછળ નાસાએ ૨.૫ અબજ ડોલરનો જુગાર કર્યો છે. સંશોધન બાદ સિદ્ધ થાય કે ત્યાં પાણીના સ્ત્રોત નથી તો તમામ ખર્ચ ખાતર માથે દિવેલ જેવા સાબીત થશે.
* અણુ શક્તિ સંચાલિત 'ક્યુરીયોસિટી' નાની કાર જેવડું કદ ધરાવે છે. તેમા લાગેલા ઉપકરણો વૈજ્ઞાાનિક વિશ્વના ચમત્કાર જેવા અત્યંત આધુનિક છે તેના કાર્યની કલ્પના પણ રોમાંચીત કરી દે તેવી છે. તેદુરના ખડકોના ફોટા લઈ તેના પેટાળમાં શું છે તે કહી શકે છે. તેનો રોબોટીક આર્મ ખડકને દળીને તેનો ભૂકો પોતાના પેટાળમાં આવેલી પ્રયોગશાળાને આપે છે જે તેનું પૃથ્થકરણ કરી તેની વિગતો નાસાને મોકલશે.
* ક્યુરોયોસિટી મંગળ પર મુળભૂત તત્ત્વો જેવા કે કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને ઓકસીજન છે કે કેમ તે ચકાસશે. તેમા ત્યાં સજીવો કે જીવંતસુક્ષ્મ કોષો છે કે કેમ તે ચકાસવાના ઉપકરણો આ વખતે નથી મોકલાયા.
* આ યાન 'ગેલ' નામના ખાડાને તપાસશે. મંગળપર કોઈ અવકાશી પદાર્થ ભૂતકાળમાં પછડાતા આ ખાડો અને તેની માટીથી ત્રણ માઈલ ઉંચો પર્વત રચાયા છે. યાન તેનો અભ્યાસ કરશે ખાડો ૯૬ માઈલ પહોળો છે તે ઢાળ જેવો ઘાટ (માઉન્ડ) ધરાવતો હોવાથી છ પૈડાવાળું યાન સરળતાથી ફરી શકે તેમ છે.
* મંગળ લોહતત્વની પ્રચુરતા ધરાવે છે. તેથી તેની માટીનો રંગ લાલ છે જેથી તેને લાલ ગ્રહ કહેવાય છે.
* મંગળનું તાપમાન તેના વિષુવવૃત પર ૮૦ ડીગ્રી છે જ્યારે બન્ને ધુ્રવો પર ૧૯૯ ડીગ્રી છે. વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડનું છે. તેમાં નાઈટ્રોજન અને આર્ગનના તત્ત્વો પણ મળ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved