Last Update : 07-August-2012, Tuesday

 
જીવનની શક્યતા તપાસવા
અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

બે વર્ષ સુધી મંગળ પર રહેશે ઃ મંગળની બે તસવીરો મોકલી ઃ ૪૮ કલાક બાદ પૂર્ણ કાર્યરત

(પીટીઆઇ) હ્યુસ્ટન, તા .૬
મંગળ ગ્રહ પર જીવન શક્ય છે કે નહીં અને ભવિષ્યમાં પણ આ અંગે કોઇ શક્યતા છે કે નહીં તેની તપાસ કરવા માટે નાસાનાં અત્યંત આધુનિક સ્પેસક્રાફટ 'કયૂરિઓસિટી'એ સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યુ હતું. આ સ્પેસક્રાફટ બે વર્ષ સુધી મંગળ ગ્રહની વિવિધ માહિતી એકત્ર કરશે.
૨.૫ અબજ ડોલરનાં ખર્ચે આ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નાસાનાં જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ પર પહોંચતાની સાથે જ આ એરક્રાફ્ટે મંગળ ગ્રહનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ તરત જ લેબોરેટરીમાં સ્ક્રીન પર મંગળ ગ્રહની મોટી ઇમેજ ઉપલબ્ધ બની હતી .
અન્ય ગ્રહ પર અત્યાર સુધી મોકલવામા આવેલા એરક્રાફ્ટ પૈકી આ એરક્રાફ્ટ સૌથી મોટો અને સૌથી આધુનિક છે. કાર સાઇઝના આ એરક્રાફ્ટ અંગે નાસાના એડમિનિસ્ટ્રેટર ચાર્લ્સ બોલ્ડેને જણાવ્યું હતું કે અત્યાર સુધીનું સૌથી આધુનિક આ એરક્રાફ્ટ મંગળ ગ્રહ પર પહોંચી ગયુ છે. માનવીને વર્ષોથી એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે શું મંગળ ગ્રહ પર જીવન શક્ય છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આ એરક્રાફટ મંગળ ગ્રહ પરથી વિવિધ માહિતી એક્ત્ર કરશે. આ માહિતી દ્વારા એ પણ નક્કી કરવામાં આવશે કે ભવિષ્યમા પણ મંગળ ગ્રહ પર જીવન શક્ય છે કે નહીં.
આ એરક્રાફટ દ્વારા મંગળ ગ્રહની માટી પૃથ્વી પર લાવવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે જેથી આ માટીનું વધુ પૃથ્થક્કરણ કરી શકાય. આ એરક્રાફટમાં ૧૦ વૈજ્ઞાાનિક ઉપકરણો છે. એરક્રાફટ્ લેન્ડ થઇ ગયા પછી નાસાને આપેલા સંદેશમાં અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે મંગળ ગ્રહ પર એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થતા જ અમેરિકાએ ઇતિહાસ રચ્યો છે.
ઓબામાએ ૨૦૩૦ સુધી અવકાશયાત્રીઓને મંગળ ગ્રહ પર મોકલવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નાસાનાં એસોસિએટ એડમિનિસ્ટ્રેટર જોહ્ન ગ્રન્સફેલ્ડે ગઇકાલે જણાવ્યું હતું કે કદાચ એક દિવસ એવો આવશે જ્યારે માનવ મંગળ ગ્રહ પર રહેવા જાય. નવેમ્બરમાં લોન્ચ થયા પછી આ એરક્રાફ્ટે ૫૭ કરોડ કિલોમીટરનું અંતર કાપ્યુ હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved