Last Update : 07-August-2012, Tuesday

 

જટિલ પ્રક્રિયાના લીધે આાસામમાં સેના મોકલવામાં વિલંબ થયો

ગૃહ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયને પ્રક્રિયા સરળ બનાવવા જણાવ્યું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
આસામમાં સેના મોકલવામાં વિલંબ થવાના કારણે હિંસા વધુ પ્રસરી હોવાના આરોપો થયા પછી ગૃહ મંત્રાલયે સેના મોકલવા માટે સરંક્ષણ મંત્રાલય દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસઓપી)માં ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. ભવિષ્યમાં રમખાણોેને અંકુશમાં લેવામાં સેનાની મદદ મેળવવામાં વિલંબ ન થાય તે માટે ગૃહ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયને નિર્દેશ આપ્યા છે.
૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો થયા તે સમયથી એસઓપી અમલમાં છે. આ પ્રોસિજરમાં લોકલ આર્મી કમાન્ડરોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી સંરક્ષણ મંત્રાલયની મંજુરી ન મળે ત્યાં સુધી જિલ્લા મેજિસ્ટ્રેટની માંગને ધ્યાનમાં લેવામાં ન આવે. જો કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૩૦માં મેજિસ્ટિરિયલ સત્તા ધરાવતા વરિષ્ઠ પોલીસ કે સિવિલ અધિકારી હિંસા રોકવા માટે સેનાને વિનંતી કરી શકે છે. આ કાયદા હેઠળ અધિકારી દ્વારા કરવામાં આવેલ વિનંતી પર કાર્યવાહી કરવી આવશ્યક બની જાય છે.
હિંસાનાં પ્રથમ દિવસ ૨૦ જુલાઇએ ઝડપથી સેના મોકલવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટો દ્વારા વિનંતી કરવામાં આવી હોવા છતાં એસઓપીને પગલે હિંસાગ્રસ્ત કોકરાઝાર અને ચિરાંગ વિસ્તારોમાં સેનાને સમયસર મોકલવામાં આવી ન હતી. ૨૩ જુલાઇએ ધુબરી જિલ્લાનાં મેજિસ્ટ્રેટ દ્વારા સેના મોકલવાની વિનંતી કરવામાં આવી હતી. જો કે આ વિનંતી કર્યાનાં ત્રણથી પાંચ દિવસ પછી સંરક્ષણ મંત્રાલયની મંજુરી મળ્યા પછી જ સેના મોકલવામાં આવી હતી.
હિંસાનાં સમયે સેના મોકલવામાં થઇ રહેલા વિલંબ માટે એસઓપીને જવાબદાર ઠેરવવામાં આવ્યા પછી ગૃહ મંત્રાલયે આ પ્રોસિજરમાં ફેરફાર કરવા સંરક્ષણ મંત્રાલયને નિર્દેશ જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે આસામનાં મુખ્યપ્રધાને પણ જણાવ્યું હતું કે સેના મોકલવામાં વિલંબ ન થયો હોત ઘણા લોકોનાં જીવ બચી ગયા હોત.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved