Last Update : 07-August-2012, Tuesday

 

ગુજરાત પરિવર્તન પાર્ટી કેશુભાઇ રચિત નવો પક્ષ

પક્ષના પ્રમુખપદે કેશુભાઇની વરણીઃ મજપા એકાદ બે દિવસમાં પરિવર્તન પાર્ટીમાં જોડાશે

ગાંધીનગર, સોમવાર
લાંબા મનોમંથન બાદ આજે હજારો સમર્થકોની હાજરીમાં કેશુભાઇ પટેલે નવા પક્ષ ''ગુજરાત પરિવર્તન પાર્ટી''ની જાહેરાત કરી હતી. કેશુભાઇ જુથના અગ્રણીઓએ પક્ષના પ્રમુખપદે કેશુભાઇ પટેલની વરણી કરી છે. ઉપરાંત પક્ષના હોદ્દેદારો અને જવાબદારીઓ નક્કી કરવાની સત્તા પણ કેશુભાઇ પટેલને સોંપી છે. કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે મહા ગુજરાત જનતા પાર્ટી એકાદ બે દિવસમાં આ નવા પક્ષમાં મર્જ થવા માટેનો નિર્ણય લેશે. સંઘ પરિવારના સમર્થન અંગે તેમણે જણાવ્યું હતું કે જેમણે પણ સમર્થનમાં સુર પુરાવ્યો છે તે સહુને આવકારૃ છું.
છેલ્લા ત્રણ દિવસથી કેશુભાઇના નિવાસસ્થાને આગેવાનોએ બેઠક યોજીને નવા પક્ષનું નામ, નવા પક્ષનું સ્વરૃપ તથા નીતિ અને ઉદ્દેશો નક્કી કરવા વ્યાપક કવાયત હાથ ધરી હતી. આજે બપોરે ૪.૩૦ વાગે પક્ષનું નામ જાહેર કરવાનું અગાઉથી જાહેર કરવામાં આવ્યું હતું. જેથી ગુજરાતભરમાંથી સમર્થકો મોટી સંખ્યામાં કેશુભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કેશુભાઇ પટેલનું પ્રમુખ તરીકેનું નામ સુરેશ મહેતાએ જાહેર કર્યું હતું. ત્યારબાદ કેશુભાઇ પટેલે મંચ પર પક્ષના નામના બેનર પરથી પરદો હટાવીને નામની જાહેરાત કરી હતી.
તેમણે પક્ષના ઉદ્દેશો અને વિચારધારા અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રભક્તિના ભાવ સાથે, માનવીનો સર્વાંગી વિકાસ જેનું કેન્દ્ર બિંદુ હોય, રાજ્યનો સંવેદના- લાગણીભર્યો અભિગમ હોય તથા પ્રત્યેક માનવીને સુખી કરીને મજબૂત ભારતનું નિર્માણ થાય એ ગુજરાત પરિવર્તન પાર્ટીનો ધ્યેય છે.
જેનો દ્રષ્ટિકોણ વિશાળ, આધુનિક, માનવીય અને પ્રગતિશીલ હોય, ભારતના ગૌરવમાં જ ગુજરાતનું ગૌરવ છે તેવી પરિપક્વતા સાથે સલામત, સમૃદ્ધ, સર્વ સમાવેશક, સર્વમંગલકારી, સર્વશ્રેષ્ઠ ગુજરાત અને રાષ્ટ્ર હોય એવી પાર્ટીની નેમ છે.
સમન્વય, સમરસતા, સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવ દ્વારા ભારતના બંધારણ સાથે સુસંગત હોય તેવા રાષ્ટ્રના નિર્માણ માટે પાર્ટી વચનબદ્ધ છે.
પાર્ટીનું લક્ષ્ય છે કે, એક એવા લોકશાહી રાજ્યની સ્થાપના કરવી જેમાં જ્ઞાાતિ, સંપ્રદાય તથા લિંગ ભેદભાવ વગર તમામ નાગરિકોને રાજનૈતિક, સામાજિક તથા આર્થિક ન્યાય, સમાન અવસર તથા ધાર્મિક વિશ્વાસ તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે.
તેમણે નીતિ અંગે જણાવ્યું હતું કે વિર નર્મદ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિાકની કલ્પનાવાળુ ગુજરાત અને ગૌરવવંતા ભારતના નિર્માણ માટે એકાત્મ માનવદર્શન આધારિત વિકેન્દ્રીત વ્યવસ્થા વાળો સમાજવાદ સર્વક્ષેત્રે સમન્વય વિકાસનું માનવીય મોડેલ, હકારાત્મક અભિગમ, સર્વને ન્યાય, સર્વધર્મ સમભાવ, પારદર્શકતાવાળો વહિવટ અને ઉચ્ચ મુલ્યો આધારિત જાહેર જીવન દ્વારા ગુજરાતની અસ્મિતા ઉજાગર કરવામાં ગુજરાત પરિવર્તન પાર્ટી વિશ્વાસ રાખે છે.
તેમણે જણાવ્યું હતું કે એકાદ બે દિવસમાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. આગામી કાર્યક્રમો પણ વ્યાપક સ્તરે ઘડી કાઢવામાં આવશે. આજે અહીં જે મેદની ઉપસ્થિત છે તેઓ પૈકી મોટાભાગના ચહેરા એવા છે જેમને હું પહેલીવાર જ જોઉં છું.
સંઘના સમર્થન અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે આર.એસ.એસ. એક અલગ સંસ્થા છે અને તે ક્યારેય કોઇ પાર્ટીને જાહેરમાં સમર્થન જાહેર કરતી નથી.
પ્રચારક દામલેજીની આ પ્રસંગે ઉપસ્થિતિ અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આશિર્વાદ આપવા આવ્યા છે.
આ પ્રસંગે અનેક સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના વેદોની ઋચાઓના ગાન સાથે કેશુભાઇ પટેલે પક્ષનું નામ જાહેર કર્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved