Last Update : 07-August-2012, Tuesday

 
મંદીના ચક્કરમાં દોઢ વર્ષમાં ૨૮ પ્રોસેસીંગ એકમોને તાળાં

વીજળી, ગેસ, કોલસો, કલર કેમીકલ, મજૂરીના દરમાં ૨૫ ટકા વધારો સહન નહી કરી શકતી મિલોની મશીનરી સ્ક્રેપમાં કઢાય છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
કાપડ ઉદ્યોગમાં મંદીની ઘેરી અસરને કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા ૨૮ જેટલા ડાઇંગ-પ્રોસેસીંગ એકમો બંધ થઇ ગયા છે. મિલો ખરીદવા કોઇ તૈયાર ન હોવાથી મશીનરી સ્ક્રેપ કરીને જમીન વેચવા કાઢવામાં આવી છે.
મંદીના ચક્કર ઉપરાંત રૉ-મટીરીયલ્સના ભાવમાં અસહ્ય વધારા સામે જોબચાર્જીસમાં કમાણી ન હોવાથી પ્રોસેસીંગ એકમો બંધ થઇ રહ્યા છે. પાંડેસરામાંના એક મિલમાલિકે જણાવ્યું કે, વિજલી, ગેસ, કોલસા, કલર-કેમીકલ અને મજૂરીના દરમાં સરેરાશ ૧૫ થી ૨૫ ટકાનો વધારો થયો છે, તેની સામે જોબચાર્જમાં એવો કોઇ વધારો નથી.
કાપડ ઉદ્યોગના વળતા પાણી હોય તેવી સ્થિતિ પાછલા થોડા વર્ષોમાં ઊભી થઇ હોવાથી, અસ્તિત્વ ટકાવવાનું ખૂબ જ અઘરું બન્યું છે. જુની મિલો બંધ થાય છે, અને મશીનરી સ્ક્રેપ કરવામાં આવે છે, જ્યારે નવી મિલો શરૃ થતી નથી. વર્ષમાં માંડ બે-ત્રણ મહિના કમાણી રહેતી હોય ત્યાં ચાલુ રાખવાનું જોખમ કોણ ઉઠાવે ? એવો પ્રતિપ્રશ્ન ઉદ્યોગ સાથે સંકળાયેલાઓનો છે.
પાંડેસરા જીઆઇડીસીમાં દોઢ એક વર્ષ પહેલાં ૧૧૭ એકમો હયાત હતા. આજે આવા એકમોની સંખ્યા ૧૦૮ જેટલી થઇ છે. મિલો બંધ થતાં સીઇટીપી (કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની આવકમાં પણ પચ્ચીસેક ટકાનો ઘટાડો આવી ગયો છે. ફીનીશ્ડ કાપડની માંગ ઘટવાને કારણે ઉત્પાદ પણ સતત ઘટતું રહ્યું છે. જ્યારે તેની સામે રૉ-મટીરીલ્સના ભાવો સતત વધતાં રહ્યા છે.
મોંઘવારી, ગ્રાહકોની બદલાયેલી રુચી અને ફેશન ટ્રેન્ડમાં આવેલા બદલાવને કારણે કાપડ ઉદ્યોગની સ્થિતિ કપરી બની છે. મોંઘવારીએ આ ઉદ્યોગને સૌથી મોટો ફટકો માર્યો છે. વ્યક્તિને ખાવા-પીવાની ચિંતા પ્રથમ કરવી પડે છે અને આ જરૃરિયાત સંતોષાય પછી તે કપડાલત્તાો વિચાર કરે છે. સાડી-ડ્રેસમટીરીયલ્સની ખરીદી ત્યારે જ થાય કે જ્યારે થોડાઘણાં પૈસા બચ્યાં હોય.
વળી, રુચીમાં બદલાવને કારણે સાડી-ડ્રેસમટીરીયલ્સની જગ્યાએ બીજી કોઇ ભેટ-સોગાદો આપવાનું સૌ પસંદ કરી રહ્યા છે. ઇલેકટ્રોનિક્સ આઇટમ, મોબાઇલ કે બીજી લકઝરી ચીજોની આપ-લે વધી છે. કાપડ ઉદ્યોગને આજથી પાંચ-સાત વર્ષ પહેલાં થોડો ખરાબ સમય હતો, ત્યારે એમ્બ્રોઇડરીના આગમનથી ફાયદો થયો. પણ, હવે તો એમ્બ્રોઇડરીની ફેસન પણ જૂની થઇ છે, આને કારણે માંગમાં ઘટાડો આવ્યો છે.
પ્રોસેસર્સ કહે છે કે, બદલાયેલા ફેશન ટ્રેન્ડની અસર મેગાસિટીથી આગળ વધી અર્બન અને સેમીઅર્બન સુધી પહોંચી છે. સાડી-સલવારની જગ્યાએ લેન્ગીસ-કૂર્તી, જીન્સ-ટોપ, સ્કર્ટ-ટોપ અને વેસ્ટર્ન આઉટફીટનું ચલણ વધ્યા પછી સાડીનો વપરાશ દિન-પ્રતિદિન ઘટી રહ્યો છે અને આ ઘટાડાની સીધી અસર માંગના રૃપના કાપડ ઉદ્યોગ ઉપર આવી છે.
છેલ્લા દોઢેક વર્ષમાં સચીન, પાંડેસરા, કડોદરા-પલસાણા અને શહેરી વિસ્તારોમાં આવેલા ડાઇંગ-પ્રોસેસીંગ એકમો કામકાજ ઘટતાં અસ્તિત્વ ટકાવી શકવામાં નિષ્ફળ જતાં ધીમે ધીમે બંધ થયા છે. બંધ થયેલી મિલો ચલાવવા કે ખરીદવા કોઇ તૈયાર ન હોવાથી મશીનરી સ્ક્રેપ કરીને જમીનો વેચવા કાઢવામાં આવી છે, એમ સૂત્રો કહે છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved