Last Update : 07-August-2012, Tuesday

 
નવસારી વિજલપોરની કચરા ગાડીઓ બંદર રોડના રહીશોએ ઘેરી લીધી

બંદર રોડ પર પૂર્ણા નદીના કિનારે ઠલવાતા કચરાથી ફેલાતા પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશો વિફર્યા

નવસારી, સોમવાર
નવસારી બંદરરોડ સ્થિત પૂર્ણા નદીના કિનારે વર્ષોથી નવસારી અને વિજલપોર નગરપાલિકા દ્વારા ઘનકચરો ઠાલવવામાં આવે છે. જેના કારણે વાયુપ્રદુષણ અને આરોગ્યલક્ષી સમસ્યા ઊભી થતી હોવાનું જણાવી સ્થાનિકોનો આ સ્થળે કચરો નાખવાનો વિરોધ કરી રહ્યા છે. આજે સ્થાનિક રહીશોએ પાલિકાની કચરા ગાડીના ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ મુદ્દે રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ થતાં રાજકીય પક્ષના લોકો વચ્ચે તૂતૂ-મેમે થઇ હતી.
નવસારી શહેર અને વિજલપોર શહેરમાંથી દરરોજ નીકળતો ટનબંધ ઘનકચરો ઠાલવવા માટે જીલ્લા કલેકટરે નવસારીના બંદરરોડ પર પૂર્ણા નદીના કિનારાની સર્વે નં.૬૯૯ વાળી જગ્યા ફાળવી હતી. વર્ષોથી નવસારી અને વિજલપોર નગરપાલિકા દ્વારા આ જગ્યા પર દરરોજનો ટનબંધ ઘનકચરો ઠાલવવામાં આવે છે. બંદરરોડના રહીશો દ્વારા અહીંયા કચરો નાખવાના કારણે આરોગ્યની સમસ્યા- વાયુ પ્રદુષણ અને ગંદકીથી ભારે ઉપદ્રવ થતો હોવાથી આ સ્થળે કચરો નાખવાનું બંધ કરવામાં આવે તેવી છેલ્લા થોડા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જવાબ નહી મળતાં આજરોજ સ્થાનિક રહીશોએ નવસારી- વિજલપોર નગરપાલિકાની કચરો ઠાલવવા માટે આવેલી કચરાગાડીઓને પ્રકાસ ટૉકીઝ રેલ્વે ગરનાળા પાસે અટકાવી તેના ચક્કાજામ કરી દઇ ભારે વિરોધ પ્રદર્શન કરતાં ચકચાર મચી હતી.
આ વાતની જાણ થતાં નવસારી નગરપાલિકાના ચીપ ઓફિસર હર્ષદભાઇ પટેલ ઘટના સ્થળે દસી ગયા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તથા સમસ્યા હલ કરવા માટે કચરાના ઢગલાઓને જેસીબી મશીનોથી દૂર ખસેડી આપવાની વાત કરી હતી. દરમ્યાન આ વતાની જાણ થતાં ભાજપ-કોંગ્રેસ- મજપા ્ને લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજકીય ખેલ રમવાના શરૃ કરી દીધા હતા. એક તબક્કે રાજકીય લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં તૂતૂ-મેમે થવા પામ્યું હતું. ત્યારાબદ વાતાવરણ શાંત થઇ ગયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા માંડયા છે ત્યારે રાજકીય પક્ષના લોકો દરેક મુદ્દે છવાઇ જવાની તક સોદતા દેખાઇ રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved