Last Update : 07-August-2012, Tuesday

 

ભીલાડની કંપનીની લાઇનમાં ભંગાણ
ખેતરો-ઘરોમાં પ્રદૂષિત પાણી ઘૂસી ગયું

જીએચસીએલ કંપનીનું પાણી ફેલાતા લોકોમાં કરમબેલીના ગ્રામજનોમાં આક્રોશઃ જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી સેમ્પલ લીધા

વાપી,સોમવાર
ઉમરગામના ભિલાડ ખાતે આવેલી એક કંપનીનું પ્રદૂષિત પાણી વહન કરતી પાઈપલાઈનમાં કરમબેલી ગામે વધુ પડતા પ્રેશરને કારણે ભંગાણ સર્જાતા ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રદૂષિત પાણી ખેતીલાયક જમીનમાં ફરીવળવાની સાથે નજીકમાં રહેતા લોકોના ઘરો સુધી પહોંચી જતાં લોકોમાં ભારે આક્રોશ ઉઠવા પામ્યો છે. સરપંચ સહિત ગામલોકોએ ઘટના સ્થળે પહોંચી વારંવાર પાઈપલાઈનમાં ભંગાણની સર્જાતી સમસ્યા અંગે વિરોધ વ્યકત કર્યો હતો. જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલો લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભિલાડ ખાતે આવેલી જીએચસીએલ નામક કંપનીમાંથી નીકળતા પ્રદૂષિત પાણીના નિકાલ માટે કંપનીએ ભિલાડથી વાપી-દમણગંગા નદી સુધી પાઈપલાઈન બિછાવી છે. જો કે પ્રદૂષિત પાણી વહન કરતી પાઈપલાઈનમાં કરમબેલી ગામે વધુ પડતા પ્રેશરને કારણે ભંગાણ સર્જાતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પાઈપલાઈનમાંથી પ્રદૂષિત પાણી આસપાસની ખેતીલાયક જમીનમાં ફેલાઈ ગયું હતું. એટલું જ નહીંપણ આસપાસમાં રહેતા લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયું હતું. ઘટનાને પગલે ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામલોકોે ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. બાદમાં લોકોએ જીએચસીએલની પ્રદૂષિત પાણી વહન કરતી પાઈપલાઈનમાં સમયાંતરે ભંગાણ પડવાને કારણે ખેતીલાયક જમીન તથા જમીનમાં પાણી ફરીવળતા ખેડૂતોને મુશ્કેલી ઉભી થતી હોવાથી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
ગામલોકોએ પ્રદૂષિત બોર અને પાણી કૂવામાં ભળી જવાથી ભારે મુશ્કેલી ઉભી થઈ હોવાનું જણાવ્યું છે. પાઈપલાઈનમાં થયેલા ભંગાણ અંગે વાપી સ્થિત જીપીસીબી કચેરીના અધિકારીને જાણ થતાં અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યા બાદ પાણીના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૧૨-૬-૨૦૧૨ના રોજ જીએચસીએલ કંપનીનું પ્રદૂષિત પાણીનું વહન કરતી પાઈપલાઈનમાં ભિલાડ નજીકના વલવાડા ને.હા.નં. ૮ ઉપર ભંગાણ સર્જાતા પ્રદૂષિત પાણી ચોમેરે ફેલાઈ જતાં ખેડૂતો સહિત લોકોમાં ભારે આક્રોશ ઉઠયો હતો. ફરીવાર આ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ભારે વિરોધ ઉઠયો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved