Last Update : 07-August-2012, Tuesday

 
વિશાળ ધર્મયાત્રામાં ૧૧૧ ફ્લોટ જોડાશે; આજથી વિવિધ દર્શન ખુલ્લા મુકાશે
રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ, શેરીએ-શેરીએ શણગાર

સામાજિક સમરસતાના સુત્રને ઉજાગર કરવા ધર્મયાત્રામાં ગોવર્ધનધારી ભગવાન શ્રીકૃષ્ણની વિરાટ પ્રતિમા મુખ્ય રથમાં બિરાજમાન કરાશે; કાલે મવડી ચોકડીએ ભવ્ય ડાયરો

રાજકોટ, સોમવાર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે રાજકોટમાં યોજાતી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત વિશાળ ધર્મયાત્રાનું લોકોને ખાસ આકર્ષણ રહે છે. આ ધર્મયાત્રામાં આ વર્ષે ૧૧૧ જેટલા ફ્લોટ સામેલ થશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને સ્પર્શતા વિવિધ પ્રસંગોથી માંડીને મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓના ફ્લોટસ પણ જોવા મળશે.
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારોનો માહોલ ચારે બાજુ છવાઈ રહ્યો છે. શહેરના જુદા જુદા ૧૦૫ જેટલા મંડળો દ્વારા શહેરોના વિવિધ ચોક શણગારવામાં આવ્યા છે. આ તમામ ચોકમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી દર્શાવતા પ્રસંગોના દર્શન આવતીકાલ તા. ૭ ઓગષ્ટથી ખુલ્લા મુકવામાં આવશે.
રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના સુત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે જન્માષ્ટમીના દિવસે રૈયા રોડ ઉપરથી ધર્મયાત્રાનો આરંભ થતો હતો તે રૃટ આ વર્ષે લંબાવીને મવડી ચોકડીએથી ધર્મયાત્રાનો આરંભ કરવામાં આવશે. આ ધર્મયાત્રામાં સામાજિક સમરસતાના વિષયને ઉજાગર કરવા ગોવર્ધન પર્વત ઉંચકી રહેલા ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાને મુખ્ય રથમાં બિરાજમાન કરવામાં આવશે.
આ ધર્મયાત્રામાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સુદર્શનધારી ભગવાન શ્રીકૃષ્ણ, દેવાધિદેવ મહાદેવ, મર્યાદા પુરૃષોતમ ભગવાન શ્રીરામના વિવિધ ફ્લોટ સાથે વૃક્ષારોપણ, રક્તદાન અને પાણી અને પર્યાવરણ બચાવવા માટેના ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે.
આ જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે આયોજિત વિશાળ ધર્મયાત્રામાં ૧૧૧ જેટલા ફ્લોટ જોડાશે. આ ધર્મયાત્રા પુર્વે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મવડી ચોકડીએ આયોજિત ધર્મસભા માટે વિશાળ સ્ટેજ ઉભુ કરવામાં આવ્યું છે. ધર્મયાત્રામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ફરાળ, સરબત, ફ્રુટ વિગેરેનું વિતરણ કરવામાં આવશે. વધુમાં તા. ૮ના મવડી ચોકડીએ જાણીતા લોકકલાકારોની ઉપસ્થિતિમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

અછતની ઉપાધિ ભુલીને પાંચ દિ' રાજકોટ મેળે મ્હાલશે
કાલથી લોકમેળોઃ રમકડાં, ખાનપાન અને ફજરફાળકાની સૈર પણ મોંઘી
રાજકોટ, સોમવાર
ચોમાસું નબળું છે ત્યારે લોકમેળો યોજાશે કે નહીં એ ગડમથલના અંતે બુધવાર તા. ૮થી રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. પાંચ દિવસ દરમિયાન દૂકાળની ચિંતા ભુલાવીને રોજ હજારો-લાખો લોકો મેળામાં મ્હાલશે, પણ મોંઘવારી ભાવવધારાના કારણે ફનરાઈડસની મજાથી માંડીને બાળકો માટે રમકડાંની ખરીદીમાં મધ્યમ વર્ગનું આર્થિક ભારણ બેવડું થઈ જશે.
રાઈડસના ધંધાર્થીઓએ હવે જૂની છપાવેલી ટિકીટ ચલાવવા મુકેલી માગણીઃ મનોરંજન કર-ચોરી પર વોચ રાખવા નવા ના. મામલતદારો તહેનાત
આ વખતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ લોકમેળા નામકરણ કરાયું હોવાથી એ મહાન વિભૂતિની જીવન ઝરમર ઝળકતી જોવા મળે તે માટે મેળા સમિતિએ સામટા ૧૦ સ્ટોલ રામકૃષ્ણ આશ્રમને ફાળવ્યા છે. રેસકોર્સના મેધામાં આ વખતે ફન રાઈડસ વધુ સંખ્યામાં જોવા મળશે. પહેલી જ વખત રાઈડસના ટિકીટદર મહત્તમ રૃા. ૨૦ રાખવા છૂટ અપાઈ હોવાથી મોટી રાઈડસમાં બેસવાનું પણ આર્થિક રીતે મોંઘુ પડશે. રાઈડસના ધંધાર્થીઓએ આજે વળી એવી રજૂઆત કરી કે રૃા. ૨૦ ભાવ છાપેલી ત્રણ ફોઈલવાળી ટિકીટ છપાવવી હવે તેમના માટે અશક્ય હોવાથી જૂની ટિકીટ ચલાવી છપાવવી લેવી. જો એમ થાય તો તેમણે કેટલી ટિકીટ વેંચી, તેના પર કેટલો વધુ ટેક્સ વસુલવો તે ગણતરી અશક્ય બને! હાલ આ ધંધાર્થીઓને નાયબ મામલતદારોને આ રાઈડસમાં ટિકીટ કેટલી વસુલાય છે તે જોવાની ડયૂટી સોંપાઈ છે. કુલ ૧૭૧ કર્મચારીઓ વચ્ચે રાઉન્ડ ધ ક્લોક ડયૂટી માટેના ઓર્ડર કરાયા છે. દરમિયાન, યાંત્રિક આઈટમોના ફિટનેસ સર્ટીફિકેટ, ફિઝિકલ વેરીફીકેશનની કામગીરી હજુ ચાલી રહી છે, તો આઈસક્રીમ ચોકઠાં, સ્ટોલ્સમાં તૈયારીઓ ચાલુ છે. અનાજ-તેલ સહિતની કાચી સામગ્રીના ભાવવધારાના નામે મેળામાં ખાણીપીણી મોંગી પડશે, તો રમકડાંના વેપારીઓ પણ ૧૫થી ૪૦ ટકા ભાવવધારો થયાનું જણાવી રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવારો માટે આ વખતે મેળાની મોજ મોંઘી બનશે!

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved