Last Update : 07-August-2012, Tuesday

 
ચેઇન સ્નેચિંગની ઘટનામાં શિક્ષિકાના મોતનો વકરતો વિવાદ
પાટણમાં પાટીદારોની રેલી અને ધરણાં

કલેકટર કચેરીમાં એક કલાકનો 'હાઇવોલ્ટેજ ડ્રામા' પોલીસ પગલાં નહીં ભરે તો આંદોલનની ચિમકી

પાટણ, તા. ૬
પાટણ શહેરમા ંગત જુલાઈ મહિનામાં મહિલાઓના ગળામાંથી ચેઈન તોડી જવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા અને આવા એક ચેઈન સ્નેચીંગના બનાવમાં શાળાએથી પરત ફરી રહેલ એક શિક્ષિકાના ગળામાંથી ચેઈન સ્નેચીંગ દરમ્યાન રોડ પર પટકાતા આ શિક્ષિકાનું સારવાર દરમ્યાન મોત થતાં સમગ્ર પટેલ સમાજમાં આના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને આ સમસ્યાને લોકવાચા આપવાના ભાગરૃપે પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના આગેવાની હેઠળ સમગ્ર શહેરીજનો અને ગ્રામજનો આજે સ્વયંભુ બગવાડા દરવાજા ખાતે ઉમટી પડયા હતા.
લગભગ ૫૦૦થી વધુ બહેનોએ હાથમાં પ્લેકાર્ડ લઈ સુત્રોચ્ચાર કર્યા હતા. હાથમાં બેનરો લખેલા હતા ગુનેગારોને પકડો, ગુનેગારોને સજા કરો, પ્રજા પરેશાન, ગુનેગારોને લીલા લહેર, આમ બગવાડા દરવાજાથી નિકળેલ રેલીે ગૌરવપથ, સ્ટેશન રોડ, કોલેજ રોડ પરથી પસાર થઈને કલેક્ટર કચેરીએ આવતા વાતાવરણમાં ભારે ઉત્તેજના સાથે ઉશ્કેરાટ થયો હતો. કલેક્ટર કચેરી કેમ્પસમાં એક બાજુ પોલીસ કાફલો તો બીજી બાજુ હજારોની સંખ્યામાં એકત્ર થયેલ ભાઈઓ, બહેનો વચ્ચે રકઝક થઈ હતી અને એક કલાક સુધી ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો.
કલેક્ટર ચેમ્બર આગળ એકત્ર થયેલ લોકોએ હાય હાય ના જોરદાર સુત્રોચ્ચારો પોકારીને વાતાવરણમાં ગરમાવો લાવ્યા હતા. દરમ્યાન કોઈ ટીખળખોરોએ કલેક્ટર ઓફીસની લોબીમાં રહેલ ટયુબલાઈટ તેમજ કાચ ફોડી નાખ્યા હતા અને કલેક્ટર ઓફિસની અંદર આવેદન સ્વીકારવા માટે દસેક મિનીટ સુધી ગરમાગરમી થઈ હતી. બાદમાં ઉપસ્થિત આગેવાનોએ ડીએસપીને કલેક્ટર કચેરીએ બોલાવવાનો આગ્રહ રાખતા દસેક મિનિટ બાદ ડીવાયએસપી સિધ્ધપુરના એમ.સી. પટેલ, કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા અને રેલીમાં આવેલ લોકોની વાતને ધ્યાને લઈને ઘટતું કરવાની બાંહેધરી આપી હતી અને કલેક્ટર ઓફિસમાં આવેલ આગેવાનોએ ૭૨ કલાકની મુદત આપી છે. જો આ અંગે નિર્ણય નહીં લેવાય તો કલેક્ટર કચેરી સમક્ષ ધરણા અને પાટણ બંધનું એલાન આપવા સુધીના કાર્યક્રમો આપવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. લગભગ એકાદ કલાક બાદ ઉશ્કેરાટ સમાતા ધીરે ધીરે સૌ કોઈ વિખરાયા હતા. જોકે આજની આ રેલીએ રાજકીય પંડીતોને પણ સજાગ કર્યા હતા. કારણ કે આ રેલી પાછળ ક્યાંક રાજકીય લાભની પણ શંકા દેખાતી હતી.

પાટણની રેલીની સાથે સાથે...
* બગવાડા દરવાજાથી નીકળેલ મૌન રેલી મુક નહીં બનતા સુત્રોચ્ચાર સાથે નીકળી હતી.
* બગવાડા દરવાજાએથી નીકળેલ આ રેલીમાં ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો જોડાયા હતા. પરંતુ રેલીમાં ભાજપ હાય હાય થતાં નેતાઓ ટપોટપ ખસી ગયા હતા.
* કોંગ્રેસ પક્ષના આગેવાનો છેક સુધી કલેક્ટર કચેરીએ આવ્યા હતા.
* ભાજપમાંથી એક પણ કલેક્ટર કે આગેવાન કલેક્ટર કચેરી સુધી આવ્યા ન હતા. હાય રે ભાજપ હાય હાય અને હાય રે મોદી હાય હાય બોલતા ઉપસ્થિત રેલીમાં આક્રોશ દેખાઈ આવ્યો હતો.
* એક તબક્કે વાતાવરણમાં ભારે ઉશ્કેરાટ આવ્યો હતો. છતાં પોલીસતંત્રએ સંયમ જાળવીને મામલો થાળે પાડયો હતો. પાટણ શહેર એ અને બી ડીવીઝનના તમામપી.આઈ.પી. એસ.આઈ. સહિત એલ.સી.બી. એસ.ઓ.જી. મહિલા હોમગાર્ડસનો કાફલો ખડકાયો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved