Last Update : 07-August-2012, Tuesday

 

ડાકોરમાં જન્માષ્ટમીના મંડપની
એંગલો પડવાની ઘટના બાબતે તપાસના બદલે રિપોર્ટ કરાયો

 

નડિયાદ ,તા.૬
યાત્રાધામ ડાકોરના ગોમતીઘાટ ઉપર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટેનો મંડપની એંગલો પડવાના મામલે મંગળવારે ઈન્ચાર્જ મામલતદાર ધ્વારા ઘનિષ્ઠ તપાસ કરવાના બદલે નડિયાદ કલેકટર કચેરીમાં એક રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં વાદરા કૂદવાથી મંડપ માટેની લોખંડની એંગલો પડી હોવાનું જણાવાયું છે. જેના કારણે પાંચ જણને ઈજાઓ થઈ હોવાનું પણ જણાવાયું છે. મંડપ બાંધવાનો આખો કોન્ટ્રાકટ કલેકટરના કહેવાથી વડોદરાના પ્રધાન ડેકોરેટર્સને આપવામાં આવ્યો હતો. એંગલો પડવાની દુર્ધટના બાદ વોટરપ્રુફ મંડપના બદલે હવે દર વર્ષની જેમ સાદો મંડપ ઉભો કરવાના હુકમ કરવામાં આવ્યો હોવાનું આજે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યંુ હતું.
ડાકોરમાં પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગોમતી ધાટ ઉપર કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડએ ખેડા જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યંુ હતુ.ં આ માટે બાંધવામાં આવતા વિશાળ મંડપની લોખંડની એંગલો પ્રાથમિક તબક્કામાં જ પત્તાના મહેલની જેમ ઘરાશાયી થતા આ સમગ્ર બાબત ડાકોર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આવો વિશાળ મંડપ ઉભો કરવાનો કોન્ટ્રાકટ વડોદરાના પ્રધાન ડેકોરેટર્સને આપવામાં આવ્યો હતો. કલેકટરની સૂચનાથી આ કોન્ટ્રાકટ અપાયો હતો. પરંતુ દર વર્ષે સાદો મંડપ બાંધવામાં આવતો હતો. જ્યારે આ વર્ષ વોટર પ્રુફ મંડપી ઉભો કરવાનો હતો.
જેની પાછળ લાખો રૃપિયાનો ખર્ચ થવાનો હતો. પરંતુ રવિવારે સાંજે મંડપની એંગલો પડવાની ઘટના બાદ હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાદો મંડપ બાંધવાના હુકમો કરાયા છે. જો પહેલેથી જ આ નિર્ણય લેવાયો હોત તો લોખંડની એંગલો પડવાની દુર્ધટનાને ટાળી શકાઈ હોત.

ઈજાગ્રસ્ત વૃધ્ધને અમદાવાદ ખસેડાયા
નડિયાદ,તા.૬
બે વર્ષ અગાઉ પણ ડાકોરમાં જન્માષ્ટમીનો મંડપ ઉભો કરતી વખતે આવી નાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં તે વખતે વાંસ પડયા હતા. પરંતુ ત્યારે વરસાદ પડતો હોવાથી ગોમતીઘાટ ઉપર કોઈ હાજર નહોતું તેથી કોઈને વાગ્યુ નહોતું જ્યારે તાજેતરમાં રવિવારે સર્જાયેલી ઘટનામાં પાંચ -સાત જણને ઈજાઓ પહોંચી છે. જેમાં ડાકોરના ઘનશ્યામભાઈ જોષી (ઉ.વ.૬૧)ને પગલામાં વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી છે. આથી મંગળવારે તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં પગેગંભીર પ્રકારની ક્રેક હોવાથી સાત જેટલા ફ્રેકચર કરવા પડે એમ હોવાનું જણાવાયું છે. આ ઈજાગ્રસ્ત સાવ સામાન્ય સ્થિતિના હોવાથી તે સારવારનો ખર્ચ કઈ રીતે કાઢશે તે પણ એક પ્રશ્ન છે.

ડોકટરે ફરિયાદ કરી
નડિયાદ,તા.૬
ડાકોરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટેના મંડપની એંગલો પડવાની ઘટનામાં ડાકોર પોલીસે જાણવા જોગ નોંધ કરી છે. જેમાં ડાકોરના બસ મથક સામે આવેલા શોપીંગ સેન્ટરના શ્રીજી સર્જીકલ હોસ્પિટલના ર્ડા. મુકેશભાઈ અગ્રવાલે પોલીસ મથકે જાણ કરી હતી. તેઓના આ દવાખાનામાં ડાકોરના નટવરભાઈ મોહનભાઈ પ્રજાપતિ (ઉ.વ.૫૮) સારવાર માટે ગયા હતા. આથી આ ડોકટરની ફરિયાદના આધારે પોલીસે જાણવા જોંગ નોંધ કરી છે. આ ઘટનામાં અન્ય ઈજાગ્રસ્તોએ ડાકોરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ તેઓ પોતાના ઘરે રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યુંછે.

 

વાંદરા કૂદવાથી મંડપ તૂટયો હોવાનો બચાવ
નડિયાદ,તા.૬
ડાકોરમાં જન્માષ્ટમી મહોત્સવના મંડપની એંગલો પડવાની ઘટના બાબતે સરકારી તંત્ર અને જાગૃત નાગરિકો જુદી-જુદી વાતો કરે છે. જેમાં તંત્રના જણાવ્યા મુજબ ગોમતી ઘાટ પર રવિવારે કેટલાક લોકો વાંદરાને લોટ ખવડાવતા હતા, ત્યારે વાંદરા કુદવાથી આકસ્મિક રીતે આવું બન્યું છે. જ્યારે લોકોના જણાવ્યા મુજબ દોરડું બાંધી એંગલો ખેંચવાનો પ્રયત્ન કરતા તે તૂટી પડી હતી. આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે એમ છે. મંડપનો આવો વિશાળ સામિયાણો ઉભો કરવા માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)એ પાસ કરેલા ટેન્ડર પ્રમાણે કોન્ટ્રાકટ અપાયો હતો. આથી આ કચેરીના સુપર વિઝન હેઠળ આ મંડપ ઉભો કરવાનું નક્કી કરાયું હતું.

સરકાર તરફથી કોઇ વળતર નહીં ચૂકવાય
નડિયાદ,તા.૬
ડાકોરમાં ગોમતીઘાટ ઉપર મંડપની એંગલો પડવાની દુર્ધટનામાં ઈજાગ્રસ્તોને સરકાર તરફથી કોઈ વળતર ચૂકવવામાં આવશે નહિ. આ અંગે આજે જિલ્લા વહીવટી તંત્રના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ તો આકસ્મિક ઘટના છે. કોઈ મોટી હોનારત નથી. તેથી ઈજાગ્રસ્તોને વળતર આપવાનો કોઈ પ્રશ્ન રહેતો ન નથી. જ્યારે ગોમતી ઘાટ પર આજ સ્થળે વોટરપ્રુફના બદલે સાદો મંડપ બાંધી નક્કી કરાયેલા આયોજન મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમ યથાવત્ રાખવામાં આવ્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved