Last Update : 07-August-2012, Tuesday

 

ચૂંટણી જાહેર થતા જ વીજીલન્સ સ્કવોડનુ
યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓના આઈ કાર્ડનુ ચેકીંગઃકેટલાકને ઉઠબેસ કરાવી

કોમર્સ ફેકલ્ટી ખાતે આઈ કાર્ડ ચેકીંગના મુદ્દે એક વિદ્યાર્થી સંગઠનના ટેકેદારો સાથે સીક્યુરીટી જવાનોનુ ઘર્ષણઃપોલીસ કાફલો ઉતરી આવતા ઉત્તેજના

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
એમ.એસ.યુનિવર્સીટીમાં ચૂંટણીનુ જાહેરનામુ બહાર પડયા બાદ આજથી આઈ કાર્ડ ચેકીંગની શરુઆત થઈ હતી.યુનિવર્સીટી સત્તાધીશોએ બનાવેલા વીજીલન્સ સ્કવોડે આઈ કાર્ડ ચેકીંગ દરમ્યાન આઈ કાર્ડ વગર કેમ્પસમાં ફરી રહેલા સંખ્યાબંધ લોકોને પકડયા હતા.આ પૈકી વિદ્યાર્થીઓના એક ગુ્રપને તો ઉઠબેસ પણ કરાવવામાં આવી હતી.
યુનિવર્સીટીમાં દર વર્ષે ચૂંટણીની જાહેરાત બાદ કેમ્પસમાં બહારના તત્વો અડીંગો જમાવતા હોય છે.ચૂંટણી પ્રચારના નામે ક્યારેક વિદ્યાર્થીઓને ધાક ધમકી આપીને ભયનુ વાતાવરણ સર્જવાનો પણ પ્રયાસ થતો હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ આજથી કેમ્પસમાં આઈ કાર્ડ ચેકીંગના આદેશો આપ્યા હતા.જેના પગલે વીજીલન્સ સ્કવોડે ૫૦ જેટલા વ્યક્તિોને આઈ કાર્ડ વગર ફરતા પકડયા હતા.જેમાં આઈ કાર્ડ ઘરે ભુલીને આવેલા વિદ્યાર્થીઓ તેમજ કેમ્પસ સાથે લેવા દેવા ના હોય તેવા યુવાનોનો પણ સમાવેશ થતો હતો.
આઈ કાર્ડના ચેકીંગ દરમ્યાન બપોર બાદ કોમર્સ ફેકલ્ટી ખાતે વીજીલન્સ સ્કવોડના સભ્યોને એબીવીપી અને એસપી ગુ્રપના ટેેકેદારો સાથે આઈ કાર્ડના મુદ્દે ઘર્ષણ થતા ઉત્તેજનાપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા.
જેમના આઈ કાર્ડ માંગવામાં આવ્યા હતા તે પૈકીના કેટલાક યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ ન હતા.બીજી તરફ એબીવીપીના ટેકેદારોએ વીજીલન્સ સ્કવોડના વર્તાવનો વિરોધ કર્યો હતો.ગરમાગરમીના પગલે ગણતરીની મીનીટોમાં પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો.આ બનાવ બાદ કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી સંગઠનોના ટેકેદારો પણ ઉમટી પડયા હતા.

પુત્રને ઉઠબેસ કરાવવા સામે વાલીએ હોબાળો મચાવ્યો
યુનિવર્સીટી કેમ્પસમાં આઈ કાર્ડ ચેકીંગ દરમ્યાન વિદ્યાર્થીઓના એક ગુ્રપ પાસે આઈ કાર્ડ નહી હોવાથી વીજીલન્સ સ્કવોડે તેમને ઉઠબેસ કરાવી હતી.આ પૈકીના એક વિદ્યાર્થીએ ફોન પર તેના પિતાને જાણ કરી હતી.જેના પગલે વિદ્યાર્થીના માતા પિતા કેમ્પસમાં દોડી આવ્યા હતા અને પોતના પુત્રને ઉઠબેસ કરાવવા બદલ ભારે હોબાળો મચાવ્યો હતો.
આ વિદ્યાર્થીના પિતાએ દલીલો કરતા કહ્યુ હતુ કે વીજીલન્સ સ્કવોડને આ રીતે કાયદો હાથમાં લઈને વિદ્યાર્થીને ઉઠબેસ કરાવવાનો અધિકાર નથી.આ વાલીએ ઉઠબેસ કરાવવા બદલ પોલીસ અધિકારીઓને ફરીયાદ કરવાની પણ ધમકી આપી હતી.દરમ્યાન નજીકમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓએ ઝઘડામાં દરમ્યાનગીરી કરવાની કોશીશ કરી હતી.

ઈલેક્શનનુ એજ્યુકેશન ૨૦૧૨
સંસ્કૃત મહાવિદ્યાલયમાં એક જ દિવસમાં ૧૮ નેતાઓએ પ્રવેશ લીધા
એમ.એસ.યુનિવર્સીટીમાં ચૂંટણી ટાણે વિદ્યાર્થી સંગઠનોના આગેવાનોને સંસ્કૃત મહાવિદ્યાલય યાદ આવે છે.કેમ્પસમાં ચૂંટણી પ્રચાર કરવા માટે વિદ્યાર્થી હોવુ જરૃરી છે.વિદ્યાર્થી સંગઠનોના પીઢ આગેવાનો દર વર્ષે ચૂંટણી આવતા જ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવી લે છે.આ વખતે જોકે યુનિવર્સીટી સત્તાધીશોએ ચૂંટણી જાહેર થતા જ મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવવૌ પર પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ વિદ્યાર્થી આલમમાં થઈ રહેલા ગણગણાટ પ્રમાણે તો આ પ્રતિબંધ ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવા જેવો પૂરવાર થયો છે.એક વિદ્યાર્થી આગેવાને કહ્યુ હતુ કે પ્રતિબંધ મુકાયો તેના આગલા દિવસે જ એનએસયુઆઈના ૧૮ નેતાઓએ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવી લીધો હતો.એટલે એનએસયુઆઈના નેતાઓને તો વાંધો આવવાનો નથી.જો એબીવીપીના વિદ્યાર્થી આગેવાનોએ પ્રવેશ નહી લીધો હોય તો તેમને કેમ્પસમાં વિદ્યાર્થી તરીકે પ્રચાર દરમ્યાન ફરવા માટે બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે.
એબીવીપી-એનએસયુઆઈ ઉમેદવારોના નામ અંગે મૂંઝવણમાં
ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ આજે જીએસ અને વીપીના ઉમેદવારોની જાહેરાત કરશે તેમ મનાતુ હતુ.બંને સંગઠનોની બેઠકોનો સીલસીલો આજે પણ યથાવત રહ્યો હતો.આમ છતા આજે બેમાંથી એક પણ સંગઠન પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શક્યુ ન હતુ.એબીવીપીના એક વિદ્યાર્થી આગેવાને કહ્યુ હતુ કે અમારા ઉમેદવારો તો નક્કી થઈ ચુક્યા છે.માત્ર ઔપચારીક જાહેરાત કરવાની બાકી છે.જે અમે આવતીકાલે કરીશુ.એવુ મનાઈ રહ્યુ છે કે એબીવીપીની જેમ એનએસયુઆઈ પણ આવતીકાલે પોતાના ઉમેદવારો જાહેર કરશે.
વિદ્યાર્થી સંગઠનોના પ્રદેશ કક્ષાઓના નેતાઓના ધામા
આ વખતની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની જુથબંધી ના સર્જાય તે માટેની તકેદારી એનએસયુઆઈ અને એબીવીપીના આગેવાનો લઈ રહ્યા છે.માટે જ બંને સંગઠનોમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવાનુ કામ પ્રદેશ કક્ષાએ સોંપી દેવાયુ છે.રાજકીય પક્ષોની જેમ આ બંને સંગઠનોમાં પ્રદેશ કક્ષાએ વડોદરાના પ્રભારી નિમાય છે.આ પ્રભારીઓ ઉમેદવારો નક્કી કરવાની કવાયત માટે વડોદરામાં બે દિવસથી આંટાફેરા કરી રહ્યા છે.સરકીટ હાઉસમાં તેમનો ઉતારો હોવાથી કેમ્પસની જેમ સરકીટ હાઉસમાં પણ વિદ્યાર્થી નેતાઓની ભીડ જોવા મળી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved