Last Update : 07-August-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૭-૦૮-૨૦૧૨, મંગળવાર
શ્રાવણ વદ પાંચમ
પંચક રાત્રે ૧ ક. ૦૬ મિ. સુધી

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૧ ક. ૦૬ મિ. સુધીમાં જન્મેલા બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ રેવતી રાત્રે ૧ ક. ૦૬ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- મિથુન, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર ઃ રાત્રે ૧ ક. ૦૬ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષા ૠતુ માસ રા.દિ.શ્રા/૧૬/તિથિ વાર ઃ શ્રાવણ વદ પાંચમને મંગળવાર. - પંચક રાત્રે ૧.૦૦ ક. ૦૬ મિ. સુધી - અમૃત સિદ્ધિયોગ રાત્રે ૧ ક. ૦૬ મિ.થી.
મુસલમાની હિજરી સન ૧૪૩૩ રમજાન માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંર્મંદ માસનો ૨૫ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, નોકરી ધંધાની જવાબદારીવાળા કામમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવો.

વૃષભ ઃ શેરોના- ધાતુના ખાણીપીણીના ધંધામાં, અનાજ કરિયાણાના વેપાર- ધંધામાં સાનુકૂળતા રહે. નોકરીમાં યશ- સફળતા મળે.

 

મિથુન ઃ નોકરી- ધંધામાં કામ ઉકેલાય હળવાશ રાહત જણાય પરિવાર માટે ખર્ચ ખરીદી થાય. બેંકનું કામકાજ થઈ શકે.

 

કર્ક ઃ નોકરી- ધંધાના કામ અંગે બહાર જવાનું થાય નાણાંની ચંિતા- મુંઝવણનો પ્રશ્ન ઉકેલાતા હળવાશ અનુભવો.

 

સંિહ ઃ સરકારી- ખાતાકીય કાનુની કામમાં, જવાબદારીવાળા કામમાં તમે મુશ્કેલી અનુભવો સમય- શ્રમ નાણાંનો વ્યય થાય.

 

કન્યા ઃ નોકરી- ધંધાનું કામ ઉકેલાતા હળવાશ- રાહત અનુભવો, સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, ધંધો- આવક થાય.

 

તુલા ઃ શરીરમાં કળતર, દર્દપીડા, દુઃખાવાથી સંભાળવું, રસ્તામાં આવતા જતા સાવધાની રાખવી, બેંકના કામમાં ચંિતા રહે.

 

વૃશ્ચિક ઃ નોકરી- ધંધાના લેખિત કે મૌખિક કામમાં ચોકસાઈ, સાવધાની રાખવી, પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે.

 

ધન ઃ મકાન- વાહન- સગા સંબંધી મિત્રવર્ગથી ખર્ચ થાય, ચંિતા ઉચાટ રહે, પરિવાર માટે ખરીદી કરવી પડે, શરદી- કફથી સંભાળવું.

 

મકર ઃ નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વધારાના કામની વ્યસ્તતા રહે, જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય.

 

કુંભ ઃ સિઝનલ ધંધો આવક થાય, ધંધામાં છૂટક વેપાર સાનુકૂળતાવાળો રહે, નોકરીમાં હળવાશ થાય, રાહત રહે, આનંદ રહે.

 

મીન ઃ વિચારોની દ્વિધા- ચંિતામાં નોકરી ધંધાના કામમાં એકાગ્રતા, જળવાય નહીં, શાંતિથી રોજીંદુ કામકાજ કરવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૭-૦૮-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરુ થઈ રહેલ આપનું જન્મવર્ષ આરોહ- અવરોહનું રહે. પરંતુ નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં વિશેષ સાવધાની- જાગૃતિ રાખવી જરૂરી રહેેેશે તે સિવાય પિતૃપક્ષે બીમારી, ચંિતાનું આવરણ આવી જાય.

 

વિશેષમાં - * જેમને દુષ્ટ- નકારાત્મક વિચારો આવતા હોય તેમણે ભક્તિ- પૂજા મંત્ર જાપથી હૃદય-મનની શાંતિ માટે પ્રયત્નશીલ રહેવું.

 

* નોકરી- ધંધામાં નવા ફેરફારો કે દેવું કરીને કોઈ નિર્ણયો જોખમો કરવા નહીં નાણાંની લેવડદેવડમાં, બેંકોની કામગીરી, જવાબદારીમાં જાગૃતિ રાખવી.

 

*પુત્ર- પૌત્રાદિકના વિદ્યા-ભણતર, વિવાહ લગ્નના પ્રશ્નમાં ઘ્યાન આપવું જરૂરી રહેશે.

 

* સ્ત્રી વર્ગને સાંસારિક- કૌટુંબિક પ્રશ્નમાં ચંિતા રહ્યા કરે. પિતૃપક્ષથી ચંિતા જણાય.

 

*વિદ્યાર્થી વર્ગને ભણવામાં ઘ્યાન રાખવું પડે, મિત્રવર્ગના વિચારોમાં ભણવામાં એકાગ્રતા રહે નહીં.

 

સુપ્રભાતમ્

- કાયમ પાણીમાં જ રહેનારાં માછલાંની માફક જીભના- સ્વાદના- લોલુપ માણસોનો પણ ઓચંિતો જ વધ થાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી બસમાં ચઢી અને એણે લગાવેલા પરફ્‌યુમથી બસ મહેંકી ઊઠી. બસમાં બેઠેલા ચાર પાંચ છોકરાઓએ કોમેન્ટ કરી, ‘‘આજકાલ ફીનાઈલનો ઉપયોગ વઘુ થવા લાગ્યો છે, કાં?’’
‘‘તો પણ મચ્છરો ક્યાં મરે છે?’’ લીલીએ તરત જ જવાબ સંભળાવી દીધો.

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved