Last Update : 06-August-2012, Monday

 
દિલ્હીની વાત
 

અન્નાના નવા દાવમાં 'જો અને 'પણ'
નવી દિલ્હી,તા.૪
ટીમ અન્નાએ જંતરમંતર ખાતેના એમના ઉપવાસ ગઈકાલે પડતા મૂક્યા એની પાછળ લોકો અને શાસનનો નબળો પ્રતિભાવ અને એમની ટીમના સભઅયોની કથળતી તબિયત કારણભૂત હોવાનું મનાય છે. ગયે વર્ષે અન્નાની પડખે રહેલું બોલીવુડ આ વખતે ક્યાંય આસપાસ ફરક્યું પણ નહિ. અને હવે, રાજકીય નિરીક્ષકો ટીમ અન્નાનો રાજકારણ પ્રવેશ ફળશે કે કેમ એ વિષે શંકાશીલ જણાય છે. રાજકારણમાં જવા વિષે ટીમ અન્નામાં અસંમતિના સૂરો હોવા ઉપરાંત પંડિતોને લાગે છે કે ગઠબંધનની સક્રિયતા અને રાજકારણ જોખમી સાબિત થઈ શકે. એના રાજકીય વ્યુહ વિષે હાલમાં ગૂંચવણભર્યા સંકેતો પાઠવાી રહ્યા છે ત્યારે પંડિતોને લાગે છે કે ટીમ અન્ના બધા પક્ષોને 'ભ્રષ્ટ' કહી ચૂકી હોવાથી કોઈ રાજકીય પક્ષ સાથે હાથ મિલાવવાનું એના માટે મુશ્કેલ બનશે. જો એ હાથ મિલાવી શકશે તો ટીકાનો ભોગ બનશે, અને જો એકલી રહેશે તો તાજેતરના ઉપવાસે દર્શાવી આપ્યું છે એમ લોકોનો ટેકો મેળવવામાં એને મુશ્કેલી પડશે. ''અન્ના રાજકીય સપનાં નિહાળી રહ્યા છે, પરંતુ એમના પોતાના ગામ રાલેગાંવ સિધ્ધિના સરપંચ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના છે,'' એમ એક કોંગી નેતાએ કટાક્ષમાં કહ્યું.
ટીમ અન્ના પોતે જ પોતાની શત્રુ
સામાન્ય છાપ એવી છે કે સરકારના કડક વલણે ટીમ અન્નાના હરીફોને માર્ગદર્શન પુરૃ પાડયું, પરંતુ એક લાગણી એવી પણ છે કે ટીમ અન્ના જ એની ખરાબમાં ખરાબ શત્રુ સાબિત થઇ છે. ગત વર્ષના એના ઉપવાસની સફળતા પછી એ ઘણી બધી આપખુદ બની ગઇ હતી. કોંગ્રેસ ઉપરાંત એણે અન્ય પક્ષોને પણ નિશાન બનાવવા માંડી સંપૂર્ણ એકલી પડી ગઇ. પરિણામ એ આવ્યું કે ભાજપ અને અન્ય પક્ષો એના વિરોધી બની ગયા. એની સામે મોટો અવરોધ એ છે કે ભાજપ એવો પ્રયત્ન કરશે કે ટીમ અન્ના વિકલ્પરૃપે ઉપસે નહિ. ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટીમ અન્ના ભાજપનો વિકલ્પ નથી.
ગૂંચવાડો યથાવત
ટીમ અન્ના નવો પક્ષ રચશે કે પછી માત્ર વર્તમાન ઉમેદવારોને મતની મદદગારી કરશે એ સ્પષ્ટ નથી ત્યારે એણે કાશ્મીર, નકસલવાદ અને બિનસાંપ્રદાયિકતા જેવા મહત્વના મુદ્દે એનું વલણ સ્પષ્ટ કરવું પડશે. કાશ્મીર પ્રશ્ને, પ્રશાંત ભુષણ લોકમતની તરફેણ કરી છે, પરંતુ અન્ના જુદું વિચારે છે. ભુષણે નકસલવાદીઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, પરંતુ ટીમ અન્નાના અન્ય સભ્યો મૌન જાળવી રહ્યા છે.
શું રામદેવ એની જોડે રહેશે?
થોડા દિવસો અગાઉ બાબા રામદેવે પોતે રાજકારણમાં જોડાવાનાં હોવાનું વિચાર રહ્યા હોવાના સંકેતો આપ્યા હતા. પરંતુ ટીમ અન્ના એમનાથી આગળ વધી ગઇ છે. પંડિતોને લાગે છે કે ટીમ અન્ના અને બાબા રામદેવ બંને એકબીજાથી આગળ રહેવાનો પ્રયાસ કરતા રહ્યા હોવાથી બંને વચ્ચેનું જોડાણ એ દૂરની શક્યતા છે. સરકારે લોકપાલ વિષે સંયુક્ત સમિતિ રચી હતી ત્યારે અન્નાએ પાંચ સભ્યોમાં બાબા રામદેવનો સમાવેશ કર્યો નહોતો. આથી ગુસ્સે ભરાયેલા બાબા રામદેવે પોતાનું અલગ આંદોલન શરૃ કર્યું. જ્યારે બાબા રામદેવ ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જોડે એક મંચ પર આવ્યા ત્યારે ટીમ અન્નાના સભ્ય કિરણ બેદીએ મોદીને ''માનવતાના હત્યારા'' ગણાવીને પ્રશ્નો ઉભા કર્યા હતા. સુત્રોનાં જણાવ્યાનુસાર રામદેવ ટૂંકમાં જ કોઇ મહત્વની ઘોષણા કરશે. થોભો અને રાહ જુઓ.
સરકારને ભારે રાહત
સરકારે રાહતનો શ્વાસ લીધો હોવાનું જણાય છે. સંસદના ચોમાસુ સત્રપર લોકપાલનો પડછાયો હોય નહિં. વળી, ટીમ અન્નાએ પણ લોકપાલ ખરડો પસાર કરવા માટે કોઇ સમયમર્યાદા બાંધી નથી. સંસદીય સમિતિના અધ્યક્ષ સત્યવ્રત ચતુર્વેદીએ પણ કહ્યું છે કે એમની સમિતિ ચોમાસુ સત્રમાં અહેવાલ આપવાની નથી. સરકાર પણ અપેક્ષા રાખે છે કે ટીમ અન્નાના ઉપવાસની નિષ્ફળતા રામલીલા મેદાન ખાતે યોજાનારા બાબા રામદેવના ઉપવાસ પર અસર પાડશે. સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે ટીમ અન્નાની બાબતમાં કરાયું એમ એ બાબા રામદેવ સાથે પણ વાટાઘાટ કરશે નહી.
અન્સારી બડભાગી છે ?
ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી બીજી મુદત માટે જીતવાના છે. પરંતુ તેઓ નસીબદાર છે. ભાજપ નેતા એલ.એ.અડવાણીએ સંકેત આપ્યા હતા કે ગઇ તા.૨૯ ડિસેમ્બર ૨૦૧૧ની મધરાત્રે રાજયસભામાં જ્યારે લોકપાલ ખરડા વિષે ચર્ચા થઇ રહી હતી. ત્યારે ગૃહને મુલત્વી રાખવાના અન્સારીના નિર્ણય બાબત અન્સારી સામે મોટો મુદ્દો ઉભો કરાશે. પરંતુ એવી કશું બન્યુ નહી. પક્ષના આંતરિક વર્તુળોના જણાવ્યાનુસાર એ માટેનું એક કારણ એ છે કે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના એનડીએના ઉમેદવાર જસવંતસિંઘ એ લાઇન પર આગળ વધવાની ના પાડી હતી. એમણે કહ્યું હતું કે લોકસભાના સભ્ય હોવાથી પોતે રાજયસભામાંની ઘટના વિષે ટિપ્પણી નહી કરે કારણ કે પોતે એ ઘટનાના સાક્ષી બન્યા નથી!
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved