Last Update : 06-August-2012, Monday

 

અનેકવિધ વિસ્મયથી ભરેલી આ સૂર-લયની દુનિયા

સિનેમેજિક - અજિત પોપટ
 

થોડા સમય પહેલાં વારાણસીમાં કલા પ્રકાશ નામની સંસ્થા તરફથી ઠુમરી ગાયન વિશે ખાસ ફેસ્ટિવલ યોજાઇ ગયો. એમાં વિવિધ ગુરુ-શિષ્ય પરંપરા (ઘરાના)ના કલાકારો હાજર હતા. ઠુમરી સમ્રાટ કહેવાય એવા (ફિલ્મ મુઘલે આઝમ ફેઇમ) સ્વર્ગીય ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંની પતિયાલા ઘરાનાની ગાયકીને નવાં રંગ-રૂપ સાથે રજૂ કરનારા પંડિત અજય ચક્રવર્તી અને પૂરબ અંગની ઠુમરીઓને એના અસલ સ્વરૂપે રજૂ કરતા તેમજ પૂરબ અંગની ઠુમરીના ઑથોરિટી ગણાતા ગાયક પંડિત છન્નુલાલ મિશ્રા પણ આ પ્રસંગે હાજર હતા. બીજા પણ કેટલાક ગાયકો હાજર હતા, એ સૌની યાદી અહીં આપવાનો ઇરાદો નથી. આ લેક્ચર કમ ડેમોન્સ્ટ્રેશનમાં એક અદ્‌ભુત હકીકત બહાર આવી. છેક ૧૯૦૮માં એટલે કે આજથી એકસોને ચાર વરસ પહેલાં મુહમ્મદ બંદી કે બાંદી નામના કલાકારના કંઠે એક ઠુમરી રેકર્ડ રૂપે બહાર પડી હતી. અહીં એક આડવાત. અધિકૃત વ્યક્તિ પાસેથી જાણવા મળ્યા અનુસાર અષ્ટસખા તરીકે ઓળખાયેલા વૈષ્ણવ કવિ-ભક્તોની સૌંદર્યમંડિત રચનાઓના શબ્દોને મુઘલ કાળમાં તોડી-મરોડીને કેટલીક બંદિશો રજૂ કરવામાં આવી હતી. મુખડાના બે-ચાર શબ્દો લઇને પછી પોતાની રીતે સરગમ કે તાનબાજી કરવા માંડે. એકાદવાર મુખડાની આખી પંક્તિ ગાય. જેમ કે કૌન ગલી ગયો શ્યામ... પછી બીજે રસ્તે વળી જાય.
આ વાત અહીં યાદ આવવાનું કારણ એ કે પંડિત છન્નુલાલ મિશ્રાએ યાદ કરાવેલી ૧૯૦૮ની પેલી મુહમ્મદ બાંદીએ ગાયેલી ઠુમરી હિન્દુ પુરાણોના સંસ્કૃત શબ્દો ધરાવે છે. સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં ગવાયેલી એ ઠુમરી તમે સંગીત રસિક હો તો એક કરતાં વધુ કલાકારોના કંઠે સાંભળી હોઇ શકે. પંડિત ભીમસેન જોશી આ ઠુમરીને બહુ લાડ લડાવતા. મુખડંુ કહું એટલે તમને પણ યાદ આવી જશે. બાજુબંદ ખુલ ખુલ જાય..., સાંવરિયાને કૈસા જાદુ ડારા રે.., જાદુ કી પુડિયા ભર ભર મારી, ક્યા જાને બૈદ બિચારા રે... પિયુમિલનનો અદમ્ય ઉત્સાહ એવો છે કે બાજુબંધ આપોઆપ ખુલી જાય છે. (કેટલીક ઠુમરીમાં કંચુકીબંધ તૂટી જાય છે.) માત્ર ત્રણેક પંક્તિની આ ઠુમરી છેલ્લાં સો વરસમાં ઓછામાં ઓછા બે ડઝન ગાયકોએ જુદી જુદી પેઢીના સંગીત રસિકોને સંભળાવી છે. ભૈરવી રાગિણી તો એજ છે. કોઇ ગાયક બારેબાર સૂરોમાં કંઠને ફેરવે તો કેટલાક ગાયકો મર્યાદિત સૂરાવલિમાં શબ્દોને બહેલાવે. જેવી જેની શક્તિ.
સંગીતકાર ભપ્પી લાહિરીએ ફિલ્મ સૃષ્ટિમાં ચાલીસ વરસ પૂરાં કર્યાં અને એની ઊજવણી પણ કરી. ભપ્પીએ પણ કેટલીક રચનાઓ શુદ્ધ શાસ્ત્રીય સંગીત પર આપેલી. એવુંજ કેટલેક અંશે હિમેશ રેશમિયાએ કરી દેખાડ્યું. બાજુબંદ ખુલ ખુલ જાય ઠુમરીનો સરસ ઉપયોગ ફિલ્મમાં હિમેશ રેશમિયાએ કર્યો છે. બહુ ઓછા સંગીત રસિકોના ઘ્યાનમાં આ વાત આવી હશે. ૨૦૦૬માં પંકજ પરાશરના ડાયરેક્શનમાં ‘બનારસ’ નામે ફિલ્મ આવેલી. અઘ્યાત્મ અને ઘ્યાન (મેડિટેશન)ની વાતને કલાત્મક રીતે રજૂ કરતી કથા ધરાવતી આ ફિલ્મમાં અઘ્યાત્મ ગુરુ તરીકે નસીરુદ્દીન શાહ, ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના વડીલો તરીકે રાજ બબ્બર અને ડિમ્પલ કાપડિયા તથા હીરો-હીરોઇન તરીકે અસ્મિત પટેલ અને ઊર્મિલા માતોંડકર હતાં. આ ફિલ્મમાં હિમેશે ગીતકાર સમીર પાસે બાજુબંદ ખુલ ખુલ જાય.. ઠુમરીના શબ્દો ઉમેરાવ્યા હતા. જો કે એ ગીત પણ ત્રણથી ચાર પંક્તિનુંજ રહ્યું હતું. એને ભોજપુરી ગાયક પવનકુમારે ગાયું હતું.
એક સમય હતો જ્યારે ફિલ્મ છો ફ્‌લોપ જાય, એનું સંગીત સુપરહિટ સાબિત થાય. પરંતુ પછી સમય એવો આવ્યો કે ફિલ્મ ટિકિટબારી પર ન ચાલે એટલે એના કલાકારો, એનું કથાવસ્તુ અને સંગીત વગેરે બઘુંજ વિસરાઇ જાય. પંકજ પરાશરની આ ‘મિસ્ટીક લવ સ્ટોરી’ ગણાવાયેલી ફિલ્મનું એવુંજ થયેલું કહી શકાય. એમ તો ૨૦૦૯માં મલયાલમ ભાષામાં પણ બનારસ નામે ફિલ્મ આવેલી. એ પણ ટિકિટબારી પર ચાલી નહોતી. પરંતુ એક વાત નક્કી કે હિમેશ રેશમિયાએ સો વરસની પ્રાચીન આ ઠુમરીને સરસ રીતે રજૂ કરી હતી.
સંગીતકાર માટે આ એક પડકાર હતો. પેલી કાવ્યપંક્તિ છે ને, નિશાન ચૂક માફ, નીચું નિશાન નહીં માફ... પીઢ સંગીતકાર પિતા વિપિન રેશમિયા પાસે તૈયાર થયેલા હિમેશે આ ગીતને ન્યાય આપવામાં કશું બાકી રાખ્યું નહોતું એે નોંધવંુ જોઇએ. ઇન્ટરનેટ કનેક્શન ધરાવતું કોમ્પ્યુટર તમારી પાસે હોય તો તમે ઓરિજિનલ ઠુમરી પણ યુ ટ્યુબ પર માણી શકો. તમારા મનગમતા ક્લાસિકલ ગાયકના કંઠે આ ઠુમરી માણવા જેવી ખરી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 

 

 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved