Last Update : 06-August-2012, Monday

 

ગઈ કાલ સુધી બિમારની સુશ્રૂષા કરતા હાથમાં બંદૂકો ચમકવા લાગી!
ઝાંસીની રાણીનું શૌર્ય કેપ્ટન લક્ષ્મીમાં પુનઃ પ્રગટ થયું!

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ
- જંિદગીમેં યે આંસુઓકાં હિસાબ મત રખના,
અપને મનમેં ઉદાસીકી બાત મત રખના,
કિતની ઠોકરેં ખાયી વો યાદ મત રખના,
અપને દિલમેં ગમકી કિતાબ મત રખના.

 

આજની વાત
બાદશાહ ઃ બીરબલ, આજકાલ શા ખબર છે?
બીરબલ ઃ જહાંપનાહ, પાકિસ્તાન પર ફરી ડ્રોન હુમલા શરૂ થયા છે.
બાદશાહ ઃ આનું કારણ શું?
બીરબલ ઃ જેવું કરે, તેવું ભરે!

 

 

રાત ભીષણ હતી. હાથથી હાથ જોઈ શકાય તેમ નહોતું. યમરાજના અવતાર સમી ઊંચી ઊંચી ગિરિમાળાઓ સામે પથરાયેલી હતી. મશાલોના અજવાળે આગળ વધાતું હતું. તારાઓની મશાલોના પૂરતા પ્રકાશમાં ચાલતા હતા. વાતચીત પણ બંઘ પડી હતી. યુદ્ધનાદ પોકારવાની પણ મનાઈ હતી. આસ્તે કદમ, આસ્તે કદમ આગળ વધવાનું હતું. અંધારે રાતે વનરાજિ વીંટતી ભૂતાવળો જેવાં સહુ આગળ વધતાં હતાં. પગલાંના મર્મર ઘ્વનિને શ્વાસની ધમણ સિવાય કંઈ ચિહ્ન કળાતું નહોતું.
ડો. લક્ષ્મી સહગલ કર્નલ લક્ષ્મી સહગલ બન્યા હતા. આજ એમના ઝાંસી-દળની અગ્નિપરીક્ષા હતી. કુસુમકોમળ લેખાતા નારી-દળને વજ્ર જેવી કઠોરતા ધારણ કરીને, રણચંડીની તાકાત ધરીને ડગ દેવાનાં હતાં. વર્ષો જૂની આદતો, આળસો, કમતાકાતોને ભીરુતાને ફગાવી દેવાનાં હતાં. ઘરની રાણી બનીને હવે જંિદગી જીવવાની નહોતી. રણક્ષેત્ર પર પોતાની આણ વર્તાવવાની હતી. ઘરકૂકડી બનીને જીવવાથી જાણે સહુને નફરત આવી હતી, મરજીવા બની કદમોકદમ, ખભેખભા મિલાવી આગળ બઢવાનું હતું.
નેતાજી સુભાષચંદ્ર બોઝે જાણે સ્ત્રીઓની કાયાપલટ જ કરી નાખી હતી. બિલાડીની બૂમથી ડરનાર, અંધારામાં ભૂતપ્રેત ભાળનાર, દશ ડગલે હાંફી જનાર, દેહને રૂપની આળપંપાળ પાછળ દીવાની બનનાર સ્ત્રી જાણે ગઈ ગૂજરી બની હતી.
આજ તો આ રણચંડીઓના હાથોમાં સંજીવની ને કરાલ મૃત્યુ બંને હતાં, જીવન અને મરણ બંનેની એ વિધાતા બની હતી. ગઈ કાલ સુધી એણે અનેક ઘાયલોની સેવાસુશ્રુષા કરી હતી. મૃત્યુના દ્વાર પર પહોંચેલાને પાછા આણ્યા હતા. કોઈની મા, કોઈની બહેન બનીને એણે આશ્વાસનના અમૃતપ્યાલા પિવડાવ્યા હતા. આજ એ જ હાથોમાં મોત હતું. બેયોનેટથી ચમકતી, દારૂથી ઠાંસેલી કાળમુખી બંદૂકો હિલોળા લેતી હતી. પીઠ પર પોતાના માટે જરૂરી અસબાબ લાદેલો હતો. કમર પર તેજ કટારી હતી.
દેશપ્રેમના મેદાનમાં આ નારીશક્તિ આજ સર્વનાશ વરસાવવાની હતી. હૈયામાં કંપ નહોતો. આંખોમાં ડર નહોતો. ભુજમાં શ્રમ નહોતો. બસ સહુના શ્વાસોચ્છ્‌વાસમાં એક જ ગીત હતું ઃ
‘કદમ કદમ મિલાયે જા, ખુશી કે ગીત ગાયે જા,
યહ જંિદગી હૈ કોમકી, તૂ કોમ પે લૂંટાયે જા.’
મા કાલી, મા અંબા, મા ભવાનીની પ્રતિમૂર્તિઓ સમી એ ધસી જતી હતી, ને ઇતિહાસકાર પણ પોતાની કલમ થંભાવી નવા લેખ લખવાની રાહમાં ખડો હતો. થોડીવારમાં ડુંગરી મેદાન શૂન્ય બની ગયું, ને ઝાડી-ઝાંખરાં છાના શ્વાસોચ્છ્‌વાસથી ધબકવા લાગ્યાં
એક જ માઈલનું છેટું-ને સંપૂર્ણ શસ્ત્રોથી સજ્જ બ્રિટિશ લશ્કર ધીરે ધીરે આગળ આવી રહ્યું હતું. એને પોતાના શસ્ત્રોનો, પોતાનાં કાળમુખાં યંત્રોનો, યમરાજના સગાભાઈ સમી મશીનગનોનો ગર્વ હતો. પાઉં-માખણ ખાઈને, શરાબ ને શરબતના જામ ઉડાવીને, મસ્તાન પગલે તેઓ આગળ વધતા હતા. એમના હાથમાં મોત હતું. મોમાં ગીત હતું.
આસ્તે કદમ બ્રિટિશ લશ્કર બરાબર ઝાંસી-સેનાની સામેથી જ પસાર થવા લાગ્યું. અહા, શિકાર હાથમાંથી છટકતો હતો. હજી બંદૂક ચલાવવાનો હુકમ શા માટે નહીં? ઘોડા પર સહુની આંગળીઓ થનગનાટ કરી રહી. હુકમ માટે સહુ ઇંતેજાર બની રહ્યાં, પણ હુકમ મળતો જ નહોતો. મોંમાં આવેલો કોળિયો ચાલ્યો જતો હતો, પણ રણમેદાન પર સેનાપતિના હુકમને તાબે થવાનું. કોઈનું ડહાપણ ત્યાં ન ચાલે. યુદ્ધ આરંભવાનો અચાનક સંકેત થયો. ‘જયહંિદ’ના નાદથી દિશાઓ ગુંજી ઊઠી.
ધાણીની જેમ બંદૂકો ફૂટવા લાગી. હાશ, વર્ષોની દાઝ આજ કાઢવાની હતી. આ સ્ત્રી-દળની કામયાબી પર જ નેતાજી બીજાં સ્ત્રી-દળો માટે અભિપ્રાય બાધવાના હતા. આજ આખી સ્ત્રી-સમુદાયની લાજ એમને હાથ હતી. હાથ મશીનની જેમ કામ કરવા લાગ્યા. નેત્રોમાં જાણે ગરુડનાં નેત્રોની તીક્ષ્ણતા આવી. ઘોર યુદ્ધ જામ્યું. ઝાંસી-રાણી સેનાએ બ્રિટિશ લશ્કરને તોબા પોકરાવી. થોડી વારે કમાન્ડરનો આદેશ હવામાં સંભળાયો ઃ ‘ચાલો, સંગીનો ચઢાવી આગળ ધસો. હલ્લો કરી દો!’ ને અવાજની સાથે ડુંગરોની ધારે ધારથી આઝાદ સૈનિકો ‘જયહંિદ’નો ગર્જારવ કરતા ધસી આવ્યા,
તુમુલ યુદ્ધ જામ્યું. આખરે તારલાઓ પણ આંખ મીંચી ગયાને સૂર્યોદય થયોત્યારે રણમેદાન ઝાંસી-રાણી સેનાને આઝાદ હંિદ ફોજે સર કર્યાં હતાં. અનેક ઘાયલ સ્ત્રી-સૈનિકો ત્યાંથી ઝોળીઓમાં ઘાલીને લઈ જવાતી હતી. મરેલાના અંતિમ સંસ્કાર થતા હતા. મેમ્યો હોસ્પિટલ ઘાયલ સ્ત્રી-સૈનિકાઓથી ભરપૂર થઈ ગઈ હતી.
મોલમીન પાસેનું મેદાન સ્ત્રી-સેનાએ સર કર્યુ હતું. હંિદ અને બહ્મદેશની સરહદ પર જ રણચંડીઓનું પવિત્ર લોહી રેડાયું હતું. માતૃભૂમિ હવે હાથવેંતમાં હતી. ઘાયલ સ્ત્રી-સૈનિકાઓ શુભ સમાચારની રાહમાં કારમા જખમની વેદના પણ ભૂલી ગઈ હતી.
અને એક દિવસ ગગનભેદતો નાદ સંભળાયો ઃ ‘આઝાદ હંિદ ફોજે મા-ભારતીની ભૂમિ પર પગ મૂક્યો છે, ને રાષ્ટ્રીય ઝંડો ત્યાં લહેરિયાં લઈ રહ્યો છે.’
હાશ, આ સમાચાર સાંભળી મૃત્યુ પણ સુખદ લાગે. ઝાંસી-રાણી સેનાએ આજ સંસારની સ્ત્રીઓ માટે ગૌરવભર્યો એક ઇતિહાસ રચ્યો હતો. સ્ત્રીને કમતરીન કહેનારના મોં પર આજ તેમણે શાહી પોતી દીધી હતી. સ્ત્રી અબળા કે સબળા એનું જાણે ખતપત્ર લખી દીઘું હતું.
ગુલામ હિન્દીઓએ અંગ્રેજોની નજરે પોતાનો દેશ જોયો ને પોતે ગુલામ રહ્યા. સ્ત્રીઓએ સ્વાર્થી પુરુષોની નજરે પોતાની જાતને નીરખીને પોતે નિર્માલ્ય બની. દેવદૂત બનીને આવેલ નેતાજીએ આજે જાણે બઘું જ બદલી દીઘું. સર્વત્ર નવી દૃષ્ટિને નવજીવન આણ્યું હતું.
૧૯૪૫ના જૂનની ૪થી તારીખે આઝાદ ફોજના એક ઘવાયેલા સૈનિકની એક ગુરખાના મકાનમાં તેઓ સારવાર કરી રહ્યાં હતાં, ત્યારે ટેગૂમાઉચી રોડ પરથી કેપ્ટન લક્ષ્મીની ધરપકડ કરવામાં આવી. ૧૯૪૫માં એક દિવસ બ્રિટિશ બોંબરોને પેરેશૂટિયા રંગૂનની ધરતી પર ઊતર્યો ને સહુને કેદ કરી લીધા. નાસી શકે તેવા નાસી છૂટ્યા, પણ કર્નલ લક્ષ્મી તો પોતાના સ્થાન પર એ જ ગૌરવથી ખડાં રહ્યાં ને પરાજિત દેશનો લેફટનન્ટ કર્નલ જે શાનથી ને જે અદાથી વિજેતાને આધીન થાય તે રીતે પોતે ગિરફતાર થયાં.
આ બધાને રંગૂન લઈ જવાની આજ્ઞા છૂટી. બ્રિટિશ અફસરોને સૈનિકોએ સ્ત્રી-સેના ને ઝાંસી-રેજિમેંટ વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. હવે તેઓ તે દળના વડાના મુખે બધો હેવાલ જાણવાને ઘણા ઉત્સુક હતા. તેઓ જાતજાતના વિચિત્ર સવાલો પૂછતા હતા, ને કર્નલ લક્ષ્મી રમૂજથી એનો જવાબ વાળતાં.
પ્રશ્ન થતો ઃ ‘તમને લેફટનન્ટ કર્નલ કેવી રીતે બનાવવામાં આવ્યાં?’
જવાબ મળતો ઃ ‘એ પદ માટેની મારી પૂરેપૂરી લાયકાતથી. આઝાદ હંિદ ફોજ કે ઝાંસી-રાણી રેજિમેંટમાં લાયકાત વિના હોદ્દા મળતા જ નહીં.’
‘તમે શસ્ત્ર વાપરી જાણો છો?’
‘અનુભવે જ એની ખાતરી થઈ શકે!’ કર્નલે કટાક્ષથી કહ્યું.
‘તમે ક્યાં હથિયાર વાપરી શકો છો?’
‘પિસ્તોલ, રિવોલ્વર, ટોમીગન, એટકીનગન, લાઈફ મશીનગન વગેરે વગેરે.’
‘હું તમને કદાચ મોરચા પર મળ્યો હોત તો!’
‘મેં તમને ગોળી મારી દીધી હોત!’
બિચારો અધિકારી આગળ શું પૂછે? એ આ નીડરતાની દેવી પાસે ઝંખવાણો પડી ગયો.
રંગૂનમાં એક મિત્રના ઘરમાં કર્નલ લક્ષ્મીને કેદ કરવામાં આવ્યા. એકવાર તેમને પૂછવામાં આવ્યું કે તેઓ બ્રિટિશ ફોજી ઇસ્પિતાલને પોતાની સેવા આપી શકશે કે નહીં! કર્નલ લક્ષ્મીએ ચોખ્ખી ના સુણાવી દીધી. આખરે એમને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યાં, ને સ્વતંત્ર દાકતરી ધંધા માટે મંજૂરી આપી. એમણે પુનઃ બિમારોની સેવા શરૂ કરી.
આ દરમ્યાન એક ભારે દુઃખદાયક સમાચાર બધે પ્રસરી વળ્યા. વિમાની પ્રવાસમાં અકસ્માત નડતાં નેતાજી ઘાયલ થયા ને એક હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા.
આઝાદ હંિદ ફોજના વીર સેનાનીઓ કેદ થઈને દિલ્હીના લાલ કિલ્લામાં આવ્યા હતા ને તેમના પર ખટલો ચાલી રહ્યો હતો. શહેનશાહ સામે યુદ્ધ જગાવવાનો એમના પર આરોપ હતો.
બચાવ પક્ષમાં પં. જવાહરલાલ, બેરિસ્ટર અસફઅલી, અને સ્વર્ગીય ધારાશાશ્ત્રી ભુલાભાઈ હતા. ધારાશાસ્ત્રી ભુલાભાઈની દલીલ એ હતી કે પોતાના દેશને આઝાદ કરવા માટેનો દેશભક્તોનો એ યત્ન હતો, એને શહેનશાહ સામેનું યુદ્ધ ન કહી શકાય, ને એ પ્રયત્ન રીતસરની સ્થપાયેલ સરકાર દ્વારા થયો હતો.
એમણે વિશેષ સ્પષ્ટ કર્યું કે આઝાદ હંિદ ફોજવાળી આઝાદ હંિદ સરકાર કંઈ પૂતળાં સરકાર નહોતી. ૫૦,૦૦૦ની હંિદી સેનાપતિત્વવાળી સેના ધરાવનારી, અગિયાર માસ સુધી ૨૫,૦૦૦ ચોરસ માઈલ પર રાજ કરનારી, કરોડોની અસક્યામતવાળી સરકાર હતી. દેશમુક્તિના ઉચ્ચતમ આદર્શોથી ઘેલા બનેલા જવાંમર્દોની એ રચાયેલી હતી. સમય જતાં કર્નલ લક્ષ્મી ભારત પાછા આવ્યા.
આસપાસ એક્ત્ર થયેલી માનવમેદનીએ ‘જય હિન્દ’ના પોકારોથી તેમનું સ્વાગત કર્યું. આમાં સુભાષબાબુનાં કુટુંબીજનો પણ હતાં. ‘બપોરના પોતાના પ્રિય નેતાજીના આવાસે કર્નલ લક્ષ્મી ગયાં હતાં. ત્યાં સુભાષબાબુના ખંડમાં પ્રવેશતાં ઘુ્રસકે ઘુ્રસકે રડી પડ્યા હતાં. થોડી વારે નેતાજીની છબી સામે ટટ્ટાર ઊભાં રહી ‘જય હિન્દ’ની ગર્જના સાથે લશ્કરી ઢબે એમણે સલમી આપી હતી.’
કર્નલ લક્ષ્મી મદ્રાસનાં હોવાથી મદ્રાસ શહેર એમનાથી ગૌરવભર્યું બન્યું હતું. અનેક પત્રકારો, અખબારનવેશો ને નેતાજીના જીવન વિષે જાણવા ઇંતેજાર અનેક સ્ત્રી-પુરુષો તેમને મળવા આવતા હતા. મદ્રાસ શહેરના આ ગૌરવને મદ્રાસ મ્યુનિસિપાલિટી તરફથી ગૌરવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. ને એ પ્રસ્તાવની જાણ કર્નલ લક્ષ્મીને કરવામાં આવી. કર્નલ લક્ષ્મીએ પોતાની એ જ નિખાલસતા ને નિર્ભયતાથી જવાબ વાળ્યો ઃ ‘યુનિયન જેકથી શણગારેલા સમારંભમાં મારાથી માનપત્ર સ્વીકારી શકાય નહીં. યુનિયન જેક બ્રિટિશ શાહીવાદનો પ્રતીક છે.’
એ જ ખુમારી, એ જ તમન્ના! અને એ જોઈને સહુને ‘નેતાજી ઝંિદાબાદ-નેતાજી અમર રહો! ઝાંસી-રાણી ઝંિદાબાદ-ઝાંસી રાણી અમર રહો’ના ઉચ્ચાર સાર્થક લાગે છે. નિરાશામય લાગતું ભાવિ ઉજ્જવલ લાગ્યું અને આઝાદીની ઉષા જાણે ઊગવાની હોય તેવો અણસાર સાંપડ્યો.
ઝાંસી-રાણી દળનાં બીજાં બહેનો હવે ધીરે-ધીરે વતન આવી રહ્યાં છે. જેટલા આવ્યાં છે, તેમને જોઈએ છીએ ને નેતાજીના અમર કાર્યનો જુસ્સો સામે ઝળહળી રહ્યો.
એવી અજબ ક્રાંતિ! સ્ત્રી-જાગૃતિની કેટલી રસભરી તવારીખ! કેપ્ટન લક્ષ્મી સહગલ તાજેતરમાં ૯૮માં વર્ષે વિદાય પામ્યા પરંતુ અવિસ્મરણીય રહેશે એમની સમાજસેવા અને રાષ્ટ્રભક્તિની તવારીખ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 

 

 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved