Last Update : 04-August-2012, Saturday

 

ફેલ્પ્સના નિર્ણાયક દેખાવને સહારે અમેરિકા ૪ બાય ૧૦૦ મીટર મેડલે રીલે જીત્યું
લેજન્ડરી સ્વિમર ફેલ્પ્સની ૧૮મા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સાથે નિવૃત્તિ

ફેલ્પ્સે ચાર ઓલિમ્પિકમાં ૫૧ રેસમાં ૯,૯૦૦ મીટર સ્વિમંિગ કરીને ૧૮ ગોલ્ડ સહિત ૨૨ મેડલ જીતીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો

લંડન,તા.૫
અમેરિકાના લેજન્ડરી સ્વિમર અને વિશ્વના મહાન રમતવીરોમાં સ્થાન ધરાવતા માઇકલ ફેલ્પ્સે કારકિર્દીની આખરી રેસમાં પણ નિર્ણાયક દેખાવ કરતાં અમેરિકી ટીમ સાથે ૪ બાય ૧૦૦ મીટરની મેડલે રિલેનો ગોલ્ડ જીતીને નિવૃત્તિ લઈ લીધી હતી.
ફેલ્પ્સે લંડન ઓલિમ્પિકમાં સાત ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેમાં ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા. સ્વિમંિગમાં જિવંત દંતકથા સમાન સ્વિમર ફેલ્પ્સે સૌથી વઘુ ૧૮ ઓલિમ્પિક ગોલ્ડ અને સૌથી વઘુ ૨૨ ઓલિમ્પિક મેડલનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. કુલ મળીને ચાર ઓલિમ્પિકમાં ભાગ લેનારા ફેલ્પ્સે કુલ મળીને ૫૧ રેસમાં ૯,૯૦૦ મીટર સ્વિમંિગ કર્યું હતુ.
બાલ્ટીમોર બુલેટ તરીકે ઓળખતો ૨૭ વર્ષીય ફેલ્પ્સે ૪ બાય ૧૦૦ મીટરની મેડલે રિલેમાં તેના ટ્રેડમાર્ક સ્ટ્રોક બટરફ્‌લાયની મદદથી જાપાનને પાછળ રાખીને અમેરિકાને સરસાઇ અપાવી હતી.
જે પછી ફ્રિસ્ટાઇલ એંકર નાથન એડ્રીને અમેરિકાનો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ૩ મિનિટ અને ૨૯.૩૫ સેકન્ડ સાથે ગોલ્ડ જીત્યા બાદ ફેલ્પ્સ, મેટ ગ્રેવેર્સ, બ્રેન્ડન હેન્સેન અને એડ્રીનની ટીમ એકબીજાને ભેટી પડી હતી અને ભારે જોશ સાથે ઉજવણી કરી હતી. સ્વિમંિગ પુલની બહારની દુનિયા જોવી છે
ઓલિમ્પિક પુલ ખાતે રિલેનો ગોલ્ડ જીત્યા બાદ ફેલ્પ્સને તેના એક સાથીએ પુછ્‌યુ હતુ કે તું ખરેખર નિવૃત્તિ લઇ રહ્યો છે ત્યારે ફેલ્પ્સે કહ્યું હતુ કે, ચોક્કસ, તે નિવૃત્તિના નિર્ણય પર મક્કમ છે.
ફેલ્પ્સે કહ્યું કે, સ્વિમંિગમાં તો મેં જે કંઇ ઇચ્છ્‌યું છે તે હાંસલ કર્યું છે. જો તમે તમારી કારકિર્દીમાટે આવું કહી શકો તો આગળ વધવાની જરૂર રહેતી નથી. ત્યારે સમજવું કે હવે બીજું કંઇક કરવાનો સમય આવી ગયો છે. મેં દુનિયાના ઘણા અદ્‌ભુત સ્થળો જોયા છે પણ તેનો અનુભવ કરવાનો સમય જ મળ્યો નથી. ફેલ્પ્સને હવે ફુરસદથી ઓસ્ટ્રેલિયા અને યુરોપના પ્રવાસનો આનંદ માણવો છે.
થેક્સ, કોચ બોબ. તમારા વિના આ બઘુ શક્ય નહતું
રમત વિશ્વના ઇતિહાસમાં સીમાચિન્હરૂપ કારકિર્દીની આખરી રેસ અગાઉ ફેલ્પ્સે તેના કોચ બોબ બ્રોવમેનનો આભાર માન્યો હતો. ફેલ્પ્સે તેના કોચ બોબનેે પ્રેક્ટિસ પુલની પાસે બોલાવ્યા હતા અને તેની સ્વિમંિગની સફરને આટલી બધી સફળ અને યાદગાર બનાવવા માટે તેમનો આભાર માન્યો હતો.આ ફેલ્પ્સ અને તેના કોચ બોબ માટે ખુબ જ અંગત અને ભાવુક પળો હતી. ફેલ્પ્સે કહ્યું કે, મારા આંસૂ તો મારા ગોગલ્સની પાછળ છુપાઇ જતાં પણ તમારે આસુંને ખાળવા માટે મહેનત કરવી પડતી હતી.

 

લંડન ઓલિમ્પિકમાં ફેલ્પ્સનો દેખાવ
ઇવેન્ટ મેડલ
૧૦૦ મીટર બટરફ્‌લાય ગોલ્ડ
૨૦૦ મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલે ગોલ્ડ
૪ બાય ૨૦૦ મી. ફ્રિસ્ટાઇલ રિલે ગોલ્ડ
૪ બાય ૧૦૦ મી. મેડલે રિલે ગોલ્ડ
૨૦૦ મીટર બટરફ્‌લાય સિલ્વર
૪ બાય ૧૦૦ ફ્રિસ્ટાઇલ રિલે સિલ્વર
૪૦૦ મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલે ૪થો ક્રમ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved