Last Update : 04-August-2012, Saturday

 
 

મેરી કોમે પોલેન્ડની મિશેલઝકને ૧૯-૧૪થી હરાવી
ભારતીય મહિલા બોક્સર મેરી કોમ ઓલિમ્પિક મેડલથી એક વિજય દૂર

મેન્સ હોકીમાં ભારત ૧-૪થી કોરિયા સામે પણ હાર્યું મેન્સ ટ્રેપ શૂટંિગમાં માનવજીતનો કંગાળ દેખાવ

લંડન,તા.૫
પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ભારતીય બોક્સર એમસી મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં ભારતને વઘુ એક મેડલ જીતાડવાની આશા જન્માવતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મહિલાઓની ૫૧ કિલોગ્રામ વજન વર્ગની ફ્‌લાય વેઇટ કેટેગરીમાં મેરી કોમે તેની પોલેન્ડની હરિફ મિશેલઝકને ૧૯-૧૪થી હરાવી હતી. મેરી કોમ ઓલિમ્પિક મેડલથી હવે એક જ જીત દુર છે. જો તે સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવશે તો તેનો મેડલ નક્કી થઇ જશે. જો કે મેન્સ હોકીમાં ભારતનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો . ભારતનો કોરિયા સામે ૧-૪થી પરાજય થયો હતો. જ્યારે મેન્સ ટ્રેપ ઇવેન્ટમાં ભારતના માનવજીત સંિઘ સંઘુનો દેખાવ કંગાળ રહ્યો હતો. જેની ફાઇનલ આવતીકાલે છે.જો કે હાલના દેખાવને આધારે તેને ફાઇનલમાં પ્રવેશ મળે તેની શક્યતા ઓછી લાગી રહી છે.
બોક્સંગમાં પ્રથમ રાઉન્ડના અંતે મેરી કોમ અને મિશેલઝક ૩-૩થી બરોબરી પર રહ્યા હતા. જો કે બીજા રાઉન્ડમાં મેરીએ વઘુ આક્રમકતા સાથે રમતાં ૭-૩થી સરસાઇ મેળવી લીધી હતી. આખરી રાઉન્ડમાં મિશેલઝકે મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો પણ મેરી કોમે કુશળતાથી સરસાઇ જાળવી રાખતાં આખરે વિજય મેળવ્યો હતો. હવે તેનો મુકાબલો ટ્યુનિશીયાની રાહાલી સામે થશે.
હોકીમાં સતત ચોથી હાર
ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને કોરિયાએ ૪-૧થી હરાવ્યું હતુ.અગાઉ ભારતનો નેધરલેન્ડ સામે ૨-૩થી , ન્યુઝીલેન્ડ ૧-૩થી અને જર્મની ૨-૫થી સામે પરાજય થયો હતો. આ સાથે ભારતને હવે ઓલિમ્પિકમાં છેલ્લી હરોળની ટીમોમાં સ્થાન મળશે તેમ લાગી રહ્યુ છે.
માનવજીતનો કંગાળ દેખાવ
મેન્સ ટ્રેપ ઇવેન્ટમાં ભારતના માનવજીત સંિઘ સંઘુનો દેખાવ કંગાળ રહ્યો હતો. શરૂઆતના રાઉન્ડમાં સારો દેખાવ કરનારા માનવજીત આખરે ૩૪ ખેલાડીઓની સ્પર્ધામાં ૨૫માં ક્રમે રહ્યો હતો. મેન્સ ટ્રેપ ઇવેન્ટની ફાઇનલ આવતીકાલે રમાવાની છે. જો કે ક્વોલિફાઈંગના પ્રથમ રાઉન્ડના કંગાળ દેખાવ બાદ માનવજીત હવે ફાઇનલમાં ક્વોલિફાય થાય કે તે મેડલ જીતે તેની શક્યતા ખુબ જ ઓછી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved