Last Update : 06-August-2012, Monday

 

નાણાં પંચના સ્વરૃપ, દરજ્જો, કાર્ય પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન જરૃરી

 

અર્થકારણની આરપાર
ભારતના રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે નાણાં પંચની નિમણૂક કરે છે. દરેક નાણાં પંચને કાર્યસૂચિ આપીને મુખ્યત્વે કઈ કઈ બાબતો અંગે ભલામણો કરવાની છે તે જણાવવામાં આવે છે પરંતુ નાણાં પંચે કેન્દ્ર સરકારની કરવેરાની આવકમાંથી કેટલો હિસ્સો રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આપવો તે અંગે ભલામણો કરે છે એ જ રીતે કેન્દ્રિય અનુદાન તેમજ દર્શાવેલ વિશિષ્ટ કાર્યસૂચિ અંગે ભલામણ કરે છે.
અત્યાર સુધી બાર નાણાં પંચની ભલામણોનો અમલ થઈ ચૂક્યો છે તેરમા નાણાં પંચની ભલામણનો અમલ થાય છે અને ૨૦૧૫-૨૦ના સમયગાળા માટે ચૌદમા નાણાં પંચની ભલામણોનો અમલ થશે. ચૌદમા નાણાં પંચની નિમણૂક નવેમ્બર- ૨૦૧૨માં કરવામાં આવશે બે વર્ષમાં પોતાનો અહેવાલ તૈયાર કરીને ૨૦૧૪માં કેન્દ્ર સરકારને સુપ્રત કરશે અને ૨૦૧૫થી પાંચ વર્ષ માટે તેની ભલામણોનો તે જ સ્વરૃપમાં અથવા સુધારા વધારા સાથે અમલ થશે.
અત્યાર સુધીમાં તેર નાણાંપંચોએ જે કામગીરી કરી છે અને નાણાં પંચને જે દરજ્જો આપવામાં આવેલ છે તેનાથી કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. તે સંદર્ભમાં નાણાં પંચના સ્વરૃપ, દરજ્જો, કાર્ય અવધિ અને કાર્ય પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવાની આવશ્યકતા જણાય છે તેનો પ્રારંભ ચૌદમા નાણાં પંચથી જ કરવો જ જોઈએ. કારણ કે ચૌદમા નાણાં પંચની ભલામણોનું માત્ર આર્થિક જ નહિ પણ રાજકીય મહત્ત્વ પણ છે.
ચૌદમા નાણાં પંચની ભલામણોનો અમલ ૧૩મી પંચવર્ષીય યોજનાના સમયગાળા માટે થશે કારણ કે ૨૦૧૫માં ૧૨મી યોજના પૂરી થશે અને ૧૩મી યોજના શરુ થશે જેના સંદર્ભમાં નાણાં પંચે ભલામણો કરવાની રહેશે. કારણ કે પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કેન્દ્ર- રાજ્યોને પુરતા પ્રમાણમાં નાણાંકીય સંશાધનો જેમાં કર આવક મુખ્ય છે તેની જરૃર છે.
૧૪મા નાણાં પંચે કેન્દ્રીય કરવેરાના બદલાયેલા સ્વરૃપના સંદર્ભમાં કેન્દ્ર- રાજ્યો વચ્ચે કર આવકની વહેંચણી અંગે ભલામણો કરવાની રહેશે. કારણ કે સીધા કરવેરામાં DTC (Direct Taxation Code) અને પરોક્ષ કરવેરામાં GST (Goods and Service Tax) નો અમલ થશે. આથી આવકવેરો અને આબકારી જકાતને બદલે DTC તથા GST ના સંદર્ભમાં ભલામણો કરવાની રહેશે.
આ બધી વિગતો પરથી ફલિત થાય છે કે ૧૪મા નાણાં પંચથી નાણાં પંચોના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરુ થાય છે. નાણાં પંચનું સ્વરૃપ, સત્તા, દરજ્જો, કાર્યપદ્ધતિ અને કાર્યપ્રક્રિયામાં ફેરફાર કરવાની તાતી જરૃર છે તે ૧૪મા નાણાં પંચથી જ કરવો જોઈએ આ બાબતને સહેજ વિગતે સમજીએ.
નાણાં પંચ એ બંધારણીય અને વાસ્તવિક મહત્ત્વ ધરાવે છે છતાં તે અત્યંત અલ્પકાલીન સમય ધરાવે છે. નાણાં પંચ માત્ર કામચલાઉ સંસ્થા થતી ગઈ છે. એનં કાર્ય ભલામણ કરવા પૂરતું સીમીત છે. નાણાં પંચ પોતાનો અહેવાલ સરકારને સુપ્રત કરે અને તેનો અમલ થાય એટલે તેના અસ્તિત્વનો આપોઆપ અંત આવે છે. ત્યારબાદ પાંચ વર્ષ પછી નવું નાણાં પંચ અને તેના નવા અધ્યક્ષ, સભ્ય, સ્ટાફ અને નવી ઓફિસ અસ્તિત્વ ધરાવે છે. નાણાં પંચને હાલમાં વિસ્તૃત અને અસરકારક ભલામણ કરવા માટે પૂરતો સમય મળતો નથી. બે વર્ષમાં જ તેમની બધી કામગીરી કરવાની હોય છે જે અલ્પ ગણાવી શકાય.
નાણાં પંચની નવેસરથી રચના કરવામાં આવે છે તેથી તેની ઓફિસ/ કાર્ય સ્થળ દરેક સમયે બદલાય છે. તેની કાયમ ઓફિસ નથી તેના ચેરમેન, ચાર સભ્યો અને ૧૦૦ વ્યક્તિઓના સ્ટાફ માટે ઓફિસ ભાડેથી રાખવામાં આવે છે. ૧૦,૦૦૦ ચો. ફૂટની દિલ્હીમાં એક જ સ્થળે આવેલ ઓફિસ માટે જગ્યા મેળવવી પણ મુશ્કેલ છે. કેન્દ્ર સરકારની પ્રિમાઇસીસમાં પણ તેની ઓફિસ રાખી ન શકાય. કારણ કે નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને તે સ્વાયત બંધારણીય સંસ્થા છે. ખાનગી પાર્ટી પાસેથી જ ઓફિસની જગ્યા મેળવવી પડે છે જેનું વાર્ષિક ભાડું રૃા. ૧૨ કરોડ જેટલું થવાનો અંદાજ છે. બે મહિનાનો સમયગાળો લંબાવવામાં આવેલો ૧૪મા નાણાં પંચના ભાડાનો જ ખર્ચ રૃા. ૨૬ કરોડ થાય પણ જો ઓફિસનું સ્થાન નાણાં પંચની નિમણૂક પહેલાં જ નક્કી થાય તો નાણાંપંચ તેની નિમણુકના દિવસથી જ કામ શરૃ કરી શકે અને ૨૦ મહિનામાં કામ પૂરુ થઈ શકે. પણ નિમણૂક પછી ઓફિસનું સ્થળ નક્કી થાય તો તે શોધવામાં અને ગોઠવણ કરવામાં ઘણાં જ મહિના નીકળી જાય છે.
સભ્યો દ્વારા તેઓના નાણાં પંચના સેલની રચના કરીને તેઓ નાણાંકીય સ્થિતિની વિગતો એકત્રિત કરવામાં આવે છે. આ સેલ દ્વારા માહિતી એકત્રિત કરવામાં બે વર્ષનો સમય લાગે છે આ બધી માહિતી એકત્રિત કરવા અને નાણાં પંચને જરૃરી માહિતી તૈયાર કરવામાં છ માસથી એક વર્ષનો સમય જરૃરી છે તેમાં રાજ્યોની આવક અને ખર્ચની વિગતો, રાજ્ય સરકાના ઉદ્યોગો અને એકમોની નાણાંકીય વિગતો તેમજ શહેરી અને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવક અને ખર્ચની વિગતો વગેરે વિવિધ માહિતી રાજ્ય સ્તરે નાણાં પંચના રાજ્ય વિભાગ દ્વારા મેળવવામાં આવ છે. નાણાં પંચની નિમણૂક પછી એક વર્ષ પછી આ કામગીરી શરુ થાય છે એટલે નાણાં પંચની કામગીરી માટે એક વર્ષ જ રહે છે, નાણાં પંચની કામગીરી માટે એક વર્ષ પણ પૂરતું નથી.
નાણાં પંચે દરેક રાજ્યોની મુલાકાત લઈને નાણાં પ્રધાનો, રાજકીય પક્ષો, અધિકારીઓ વગેરેને મળીને મેળવેલી વિગતો ચકાસી અને તે સંદર્ભમાં મંતવ્યો જાણવા ઉપરાંત સમવાયી નાણાં તંત્ર અંગે તેઓના મંતવ્યો જાણવામાં આવે છે ૨૮ રાજ્યોની મુલાકાત અને દરેક માટે સરેરાશ ત્રણ દિવસ ફાળવવામાં આવે તો તેમાં ત્રણ માસનો સમય પસાર થાય છે.
બાકીના સમમાં દિલ્હીમાં દરેક રાજ્યના એકાઉન્ટન્ટ જનરલને મળીને દરેક રાજ્યોની રાજકોષીય સ્થિતિની માહિતી મેળવી તેની સમીક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્રના દરેક મંત્રાલયને અલગ રીતે મળીને કેન્દ્રિય યોજનાઓની વિગતો અને આ માટે રાજ્યોને જરૃરી ભંડોળની વિગતો તપાસવામાં આવે છે. આ કાર્યવાહીમાં બીજા ત્રણ માસ થાય છે.
છેલ્લા છ માસમાં જ બધી વિગતોનું સંકલન, તપાસ, ગોઠવણી કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલનું પ્રિન્ટીંગ, પ્રુફ રીડીંગ વગેરેમાં સમય જાય છે. આથી નાણાં પંચની કામગીરી માટે વધારે સમય માગવામાં આવ છે આમ છતાં ણ સમય ઓછો પડે છે. છેવટે અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવે છે અને ત્યારે જ નાણાં પંચની કાર્યઅવધિ અને અસ્તિત્વ સમાપ્ત થાય છે.
આ બધી વિગતો ધ્યાનમાં રાખીએ તો નાણાં પંચની પદ્ધતિ અને પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવાની આવશ્યકતા છે. નાણાં પંચને આયોજન પંચના જેમ જ કાયમી સ્વાયત્ત સંસ્થા બનાવવાની જરૃર છે. તેના ચેરમેન, સભ્યો, સ્ટાફ અને ઓફિસ કાયમી હોવા જોઈએ તે માત્ર ભલામણ કરનાર સંસ્થા નહીં પણ ભલામણોના અમલ પર તેની દેખરેખ અને તેની અસરોની સમીક્ષા કરતી સંસ્થા હોવી જોઈએ. નાણાં પંચને વધારે સત્તા, સ્વાયત્તતા ને સાધનો આપવા જોઈએ. તેના કાર્યક્ષેત્રમાં વધારો કરીને તેને કેન્દ્ર રાજ્યોની નાણાંકીય રાજકોષીય અને આર્થિક બાબતો અંગેની કામગીરી પણ સોંપવી જોઈએ.
ચૌદમા નાણાં પંચથી જ નાણાં પંચને કાયમી, સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા બનાવીને આયોજન પંચ જેવો તેને દરજ્જો આપવો જોઈએ કેન્દ્ર- રાજ્યોના નાણાંકીય ફાળવણીના કાર્યો જે આયોજન પંચ કરે છે તે કામગીરી નાણાં પંચને આપવી જોઈએ. આ માટે બંધારણમાં સુધારો જરૃરી બનશે તો બંધારણમાં સુધારો કરીને નાણાં પંચની નિમણૂક, સ્ટાફ, સત્તા, સાધનો, સ્વાયત્તતા વગેરેની સ્પષ્ટ જોગવાઈ કરીને ૧૪મા નાણાં પંચથી જ તેનો અમલ થાય તેવી વ્યવસ્થા થવી જોઈએ.

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved