Last Update : 06-August-2012, Monday

 

કોમોડિટી કરંટ

કૃષિ ચીજો ઉપર વાયદા પંચની બાજ નજર


આજકાલ વાયદાપંચ સોયાબીન, બટાટા, સોયા ઓઈલ, રાયડો, હળદળ, એરંડા, ચણા જેવી કૃષિ ચીજો ઉપર બાજ નજર રાખી રહ્યું છે. ગત અઠવાડિયે હળદળમાં ૪૦ ટકા સ્પેશ્યિલ માર્જીન તથા સોયાબીનમાં ૨૦ ટકા માર્જીન વધારાના પગલાં બાદ આજથી ખાંડ તથા ઘઉંના વાયદા ઉપર પ્રારંભિક તબક્કે ૧૦ ટકા માર્જીન વધારીને વધતા જતા ભાવો ઉપર અંકુશ લાદવા પ્રયાસો કર્યો છે. હાલ NCDEX માં ઘઉં ઉપર ૪.૭૮ ટકા અને ખાંડ ઉપર ૪.૪૧ ટકા માર્જીન તથા MCX માં ઘઉં ઉપર ૮.૯ ટકા અને ખાંડ ઉપર પાંચ ટકા માર્જીન રેશિયો છે. ઘઉંના ભાવો ૨૦ જુન બાદ ૩૦ ટકાના ઉછાળા સાથે પ્રતિ ક્વિન્ટલે ૧૪૪૦/-ની સપાટીએ અને ખાંડના ભાવો ૨૭ ટકાના ઉછાળા સાથે ૩૬૪૫/-ની ઉંચી સપાટીએ ઉછળતાં વાયદા પંચની નજરે ચડતાં બંને ચીજોમાં ઈનીશીયલ માર્જીન ૧૦ ટકા કરીને શરૃઆતી પગલાં લઈ વાયદા પંચ બજારની સમીક્ષા કરી રહ્યું છે.
આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૯૩.૩૦ મેટ્રિક ટન અને ખાંડનું ઉત્પાદન ૨૬ મેટ્રિક ટનની અપેક્ષા છે જે ઘણી ઓછી હોવાથી માલોની અછત સર્જાશે તેવી ભીતિથી સટોડિયા તેમજ સ્ટોકિસ્ટ વર્ગની ખરીદી નીકળતાં ભાવોને સપોર્ટ મળતાં બજારમાં એકતરફી તેજી જોવા મળી રહી છે. શેરડીમાં પણ આ વર્ષે મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશમાં ઓછા વરસાદને કારણે આવક કપાશે તેવી ગણત્રીથી બજારમાં ગરમી પકડાઈ રહી છે.
હળદળ બજારમાં વાયદા પંચે ગત અઠવાડિયે પ્રતિ ક્વિન્ટલે ૬૧૦૦ની પાર ગયેલા ભાવોને રોકવા ખરીદી ઉપર ૪૦ ટકા જેટલું ઉંચુ માર્જીન લાદતાં બજાર ૫૦૦ રૃા. તૂટીને ૫૬૦૦ની સપાટીએ આવી હતી. પરંતુ માર્જીન વધારાની અસર ઝાઝો સમય ટકી નહિ શકતાં વાયદો ફરીથી ઉછળીને ૬૧૦૦/-ની મૂળ સ્થિતિએ આવી જતાં હળદળ વાયદો તપાસનો વિષય બન્યો છે. આજ પ્રમાણે સ્થિતિ રહે તો હળદળ સપ્ટેમ્બર વાયદો ફરીથી ૬૫૦૦ની સપાટી બતાવી શકે એમ છે.
ગુજરાત સહિત ભારતભરમાં આજદિન સુધી કુલ જરૃરિયાતના માંડ ૨૦ થી ૨૫ ટકા એટલે કે માત્ર ચોથા ભાગનો વરસાદ થતાં કૃષિ બજારોની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તો કૃષિ બજારોમાં તેજી લપકારા જોવા મળી શકે છે. આ સંજોગોમાં સરકારની સ્થિતિ બાર સાંધે ને તેર તૂટે જેવી બની રહે તેમ છે. વરસાદની અછતનો લાભ લઈ સટોડિયા વર્ગ કેટલીક કોમોડિટીમાં ભારે પક્કડ જમાવી હોય તેમ છે. મોટા ગજાના જુથો દ્વારા વાયદામાં પોઝીશન વધારી બજારને બાનમાં લેવાની પેરવી થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે ગત સપ્તાહમાં કેટલીક કૃષિ ચીજો ઉપર નજર કરીએ તો એરંડા અને જીરૃમાં બજાર તેજી પકડી રહી છે. બંને ચીજોમાં બદલા વધુ હોવાથી હેજરવર્ગ સક્રિય છે. જીરૃ વાયદો પ્રતિ કિલોએ આઠથી નવ રૃપિયાના વધારાથી ૧૫૫થી ઉછળીને ૧૬૪ની સપાટીએ આવી ગયો છે. જીરાની ઊંઝા મંડીમાં પણ ૭૦૦૦ બોરીની આવક સામે ડબલ એટલે કે ૧૨૦૦૦ બોરીના વેપાર નોંધાઈ ભાવો ૨૯૦૦ રૃા. પ્રતિ મણની સપાટીએ છે. તુર્કી તથા સિરીયામાં જીરાનું ઉત્પાદન ઓછું હોવાના રિપોર્ટને કારણે આંતરરાષ્ટ્રીય ઘરાકી ભારતમાં ફંટાય તેવી ગણત્રીએ બજાર તેજીના મૂડમાં છે. જીરાની નિકાસ પણ છ ટકાના વધારા સાથે એપ્રિલ- ૨૦૧૨માં ૨૫૦૦ ટનની થઈ છે. જીરાની સાથે સાથે મરી વાયદો પણ પ્રતિ કિલોએ ૪૩૫થી વધીને ૪૪૦ થયો છે. આંધ્રપ્રદેશ તેમજ ગુજરાતમાં વરસાદના અભાવે એરંડાના ભાવો ગત અઠવાડિયામાં ૪૦૦ રૃા.ના ઉછાળા સાથે ૪૭૦૦ રૃા.ની સપાટીએ વધ્યા છે. રાજસ્થાન, જલગાંવ તેમજ ઉત્તર ગુજરાતના મોટા જુથો સક્રિય હોવાની ચર્ચા છે. ચણા બજાર પણ ૪૫૦૦થી વધીને ૪૮૫૦ની સપાટી છે. ચણા ઉત્પાદિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વરસાદ ખેંચાશે તો ભાવો વધુ ઉછળીને ૫૦૦૦ની સપાટી કુદાવે તેવી વકી છે. મરચાં બજાર પણ લાલચોળ મરચાં જેવું છે. મોટા જુથોની લેવાલી વધતાં ભાવો સતત ઉછળતા સાથે પ્રતિ ક્વિન્ટલે ૫૮૦૦ની સપાટીએ પહોંચી ગયા છે. માલનો સપ્લાય ઘટી રહ્યો હોવાથી ભાવોને ટેકો સાંપડી રહ્યો છે.
દેશમાં વરસાદ ખેંચાય તો દાળો તથા તેલીબીયાં પણ સરકારને થકવી નાખે તેમ છે. દાળ-તેલના ઉત્પાદન સામે વપરાશ વધુ હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. ગત વર્ષ ૨૦૧૧-૧૨માં વર્ષે દહાડે ૫૫૦૦૦ કરોડની દાળ-તેલની આયાત આ વર્ષે ૬૦,૦૦૦/- કરોડ ઉપરાંતનો આયાત ખર્ચ થાય તેમ છે. જોકે આયાત સામે કૃષિ ચીજોની નિકાસ પણ નોંધપાત્ર રહી છે. ગત વર્ષે ૮૮ ટકાના વધારા સાથે કૃષિ નિકાસ ૮૨૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ રહી હતી. ચાલુ સાલે પણ કૃષિ નિકાસ ૧૫ થી ૨૦ ટકા વધે તેવી અપેક્ષા છે.

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved