Last Update : 06-August-2012, Monday

 

ચાઈનીઝ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની વિકાસ હરણફાળથી નહિ બલ્કે ડ્રેગન ચાલથી...

 

 


૧૯૯૮ સુધી જેનું અસ્તિત્વ જ નહતું તે ચાઈનીઝ ફંડ ઉદ્યોગ આજે રૃા. ૧૯.૪ લાખ કરોડનું સંચાલન કરે છે. જ્યારે ભારતમાં પાંચ દાયકા જેટલો જૂનો આ ઉદ્યોગ માત્ર રૃા. ૬.૮૫ લાખ કરોડની અસ્કામતોનું સંચાલન કરે છે
ચીન આ કાને જ પડે એટલે કંઈક નવા જૂનીના એંઘાણ હોય એ એક સામાન્ય બાબત બની ચૂકી છે. આજે ચીનની ઘણી બધી ઈન્ડસ્ટ્રીએ ભારતમાં પગ પેસારો જ નહીં બલ્કે વિરાટ વૃક્ષની જેમ ફૂલી ફલી છે. અને તે ખૂબ જ સરળતાથી ભારતીય ઉદ્યોગોને હંફાવે છે. આ કારણથી આવા એક નહીં બલ્કે અનેક ઉદ્યોગોએ સહન કરવાનો વારો આવ્યો છે.
આટલું ઓછું હોય તેમ તાજેતરમાં એક નવી બાબત જાણવા મળી અને વાત પણ આમ જોઈએ તો અકલ્પનીય કહી શકાય. આ નવી બાબત છે ચીનનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ. આપનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું નામ કાને અથડાય એટલે ખાસ કોઈ હલચલ ન થાય. કારણ કે વૈશ્વિક પ્રતિકૂળતાઓને લઈને ઈકિવટી બજારો પર પ્રતિકુળ અસર થઈ છે. અને તેની સીધી અસર મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી પર જવા પામી છે. તેથી આપણને મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીનું નામ સાંભળીને ખાસ કોઈ અણસાર આવે જ નહીં.
પરંતુ, અગાઉ જણાવ્યું તે મુજબ આ નવી બાબત એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અને ચીન આ બંને મુદ્દા પર નજર કરીશું તો તે ખરેખર અકલ્પનીય બાબત જ છે. આમ છતાંય આ બાબતને આપણે વાસ્તવિક્તામાં સ્વીકારવી જ રહી.
હા, આ અકલ્પનીય બાબત છે. ચીનમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીનો વિકાસ. ચીનમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીના વિકાસની વાત કરીએ તે પહેલા આપણે ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી પર દૃષ્ટિપાત કરીએ તો,
અંદાજે રૃા. ૬.૮૫ લાખ કરોડનું સંચાલન કરી રહેલા ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાંચ દાયકાથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. જોકે, ભારતીય મુડી બજાર એટલે કે શેરબજારતો ઈતિહાસનો એક સદી કરતા પણ જૂનો છે. એનો આજે એટલે ભારતીય શેરબજાર અસ્તિત્વમાં આવ્યા તેના અડધોઅડધ વર્ષ પછી ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો જન્મ થયો હતો.
ભૂતકાળમાં ઊંડા ઉતરીને જોઈએ તો અંદાજે ૧૯૬૪ના વર્ષમાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો જન્મ થયો હતો અને તે વખતે તેણે યુનિટ સ્કીમ રજૂ કરી હતી. બસ, આ અરસામાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની શરૃઆત થઈ હતી એમ કહેવાય છે. ૧૯૬૪ પછી આ ક્ષેત્રમાં ખાસ કોઈ વધુ મુવમેન્ટ થઈ નહતી. પરંતુ ૧૯૮૭નું વર્ષ આ ઉદ્યોગ માટે મહત્વનું વર્ષ બની રહ્યું હતુ. ૧૯૮૭માં ભારતની જાહેર ક્ષેત્રની બેંકોને ફંડ રજૂ કરવા માટે લાલઝંડી દર્શાવાઈ હતી. સરકાર તરફથી મંજૂરી આપ્યા બાદ એક પછી એક બેંકોએ આ યોજના રજૂ કરી હતી. અને રોકાણકારોએ પણ આ નવા સેગમેન્ટને આવકાર્યું હતું.
જોકે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કાયાપલટ ૧૯૯૩ના વર્ષમાં થઈ હતી. ૧૯૯૩ના વર્ષમાં ખાનગી માલિકોના મ્યુચ્યુઅલ ફંડોનો જન્મ થયો હતો. ખાનગી માલિકીના ફંડોમાં વિદેશી માલિકીના ભંડોળ ઉમેરાતા ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને એક નવી દિશા સાંપડી હતી. અને એક પછી એક નવા નવા ખાનગી મ્યુચ્યુઅલ ફંડો એટલે એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના થતી જતી હતી. અને તે પછી દિન પ્રતિદિન આ ઉદ્યોગ ફૂલતો ફલતો ગયો.
વિકાસની કેડી પર અનેક તડકી છાંયડી જોયા બાદ આજે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ રૃા. ૬.૮૫ લાખ કરોડની અસ્કામતોનું સંચાલન કરી રહ્યો છે જોકે આ અસ્કામતોમાંથી ઇક્વિટીમાં માત્ર રૃા. ૧.૮ લાખ કરોડની જ અસ્કામતો છે. બાકીનું ભંડોળ અન્ય સ્થળે વળેલું છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ આમ જોઈએ તો શેરબજારના પડછાયા જેવો છે. એક ટાઈમ એવો હતો કે મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી નાના-મોટા રોકાણકારોથી ઊભરાતી હતી. પરંતુ, શેરબજારમાં ઉથલપથલ પ્રતિકૂળતાના પગલે રોકાણકારો શેરબજારથી દૂર જવાની સાથોસાથ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એટલે કે ખાસ કરીને ઇક્વિટી શબ્દથી દૂર થઈ ગયા હતા. આમા વિકાસની આ લાંબી કેડી પર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે અનેક તડકા છાંયડા નિહાળી છે અને હાલ આ ઉદ્યોગ પ્રતિકૂળ પરિસ્થિતિનો જ સામનો કરી રહ્યું છે.
હવે આપણે મૂળવાત પર આવીએ એટલે કે ચીનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની વાત કરીએ તો ચીનમાં ૧૯૯૮ સુધી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું અસ્તિત્વ જ નહતું. છેને અકલ્પનીય બાબત. હા, ખરેખર અકલ્પનીય કહી શકાય તેમ જે ઈન્ડસ્ટ્રીઝનું ૧૯૯૮માં અસ્તિત્વ જ નહતું તે ચાઈનીઝ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ આજે રૃા. ૧૯.૪ લાખ કરોડનું સંચાલન કરે છે. અને તેમાં મહત્વની બાબત તો એ છે કે આ તમામ ભંડોળ ઈક્વિટીમાં જ છે.
આમ, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની પાંચ દાયકાની લાંબી વિકાસ યાત્રાની સરખામણીએ ટૂકું અસ્તિત્વ ધરાવતો ચાઈનીઝ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ફુલ સ્પીડે વિકાસ થયો છે. આપણા અને ચીનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કોઈ સરખામણી જ થઈ શકે તેમ નથી. અરે, સરખામણી કરવી એ પણ અકલ્પનીય બાબત છે.
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીનો પાયો તો વર્ષો અગાઉ નંખાયો હતો. પણ આ ઉદ્યોગના ખેલાડીઓ પૂરતા પ્રમાણમાં આક્રમણ ન બનતા ભારતમાં આ ઉદ્યોગ વિકસતા છતાં પણ અણવિકસીત હાલતમાં જ રહી ગયા. જ્યારે તેનાથી વિરુદ્ધ ચીનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે વિકાસની હરણફાળ નહીં બલ્કે ડ્રેગન ચાલ અપનાવી અને તે ટૂંકા સમયગાળામાં ભારતના ફંડ ઉદ્યોગ કરતા વિરાટ વટવૃક્ષ સમાન ફાલી ગયો એવું પણ નથી કે ચીનમાં અમુક છૂટછાટોના કારણે આ ઉદ્યોગ ઝડપથી વિકસી ગયો હોય. ચીનમાં પણ આ ઉદ્યોગે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યાં પણ આ સેગમેન્ટમાં લાંબાગાળાના રોકાણકારો પ્રમાણમાં ઓછા જ હતા. અને આ સેગમેન્ટનો ઉપયોગ ટૂંકા ગાળાના ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે જ કરાતો હતો.
આમ, આ ઈન્ડસ્ટ્રીનો ચીનમાં હોય કે ભારતમાં કે પછી અન્ય ગમે તે દેશમાં જે મહત્વની બાબત છે એ આ ઈન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાની, અદ્યતન સિસ્ટમ થકી તેને મેનેજ કરવાની અને રોકાણકારોને જકડી રાખવાની. આ સઘળા મુદ્દે ચીન બાજી મારી ગયું અને ટૂંકા ગાળામાં અન્ય ઇન્ડસ્ટ્રીની માફક મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેણે ડંકો વગાડીને ભારતને પાછુ પાડી દીધું. લેઈટઅસ વેઈટ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ હવે આગામી સમયમાં કેવો વ્યુહ અપનાવીને વિકાસની કેડીને કંડારે છે તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.

 

 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved