Last Update : 06-August-2012, Monday

 

કપાસ - યાર્ન -ગ્રે કાપડના વધેલા ભાવ પ્રવર્તતી નાણા ભીડ


કાપડ બજારમાં ઘરાકી છે પરંતુ નાણા નથી. બજારમાં માલ જોઈએ તેટલા પ્રમાણમાં વેચાઈ જાય છે. પરંતુ તેના પેમેન્ટ ઘણા લેઈટ પડતા હોય છે. વરસાદ ખેંચાઈ જવાના લીધે અને વધેલ ફુગાવાના લીધે બજારનું મોરલ નીચું છે. અત્યારે સફેદ-વ્હાઈટ માલોની રમઝાનના લીધે સખત ડીમાન્ડ છે. બજારમાં જેટલો વ્હાઈટ માલો છે તે ફટાફટ વેચાણ થઈ જાય છે. કપાસના ભાવ છેલ્લાં ૧ મહિનાથી વધી ગયેલ છે. કોટન યાર્નના ભાવો પ્રતિ કીલો દીઠ રૃા. ૧૫ ટુંકમાં વધી ગયેલ છે. પોલીયેસ્ટર ફાઈબરના ભાવ રૃા. ૪ વધેલ છે. આના પરિણામે ગ્રે મારકીટ ઉંચુ છે. ગ્રેના ભાવ વધવા પામેલ છે. પરંતુ તેની પેરીટીમાં ફીનીશ માલોના ભાવ વધી શકતા નથી. જોકે મિલોએ ભાવ વધારાની શરૃઆત કરી દીધેલ છે. ડેનિમમાં રૃા. ૫-૭નો ભાવ વધારો ઓગસ્ટથી આવી ગયેલ છે. ડેનિમમાં લાયકા ક્વોલીટીમાં સારી ડીમાન્ડ છે. ડેનિમ ઉત્પાદક યુનિટો પાસે સ્ટોક નથી અને હાથમાં ઓર્ડરો સારા છે. ડેનિમ જોડે નાની ચેક્સના શર્ટની ડીમાન્ડ કોમ્બીનેશનમાં સારા ચાલે છે. યાર્ન ડાઈડ શર્ટિગ્સમાં મોટા ચોકડા અને મોટી પેનલો આઉટ છે. હવે અડધાથી માંડી તેનાથી નાની ચેક્સની ડીમાન્ડ છે. ચેક્સમાં ૪૦/૪૦ ૧૨૦/૮૦ ૫૮ પનો યાર્ન ડાઈડ ચેક્સ જે રેપીયર લૂમ ઉપર બને છે તેના મિલોના ભાવ રૃા. ૧૩૫ અને બજારભાવ રૃા. ૧૮૦-૨૦૦ સુધી વેચાણ થાય છે. લીનનમાં પણ સારી ડીમાન્ડ જોવા મળે છે. લીનન હવે આખા વર્ષ દરમિયાન 'હોટ કેક'ની જેમ ચાલે છે. લીનનમાં બજાર ભાવ રૃા. ૩૦૦થી ૩૫૦ ભાવથી વેચાણ થાય છે. બ્લાઉઝ મટિરિયલ્સમાં ટુ બાય ટુ રૃબિયામાં રૃા. ૫-૭નો વધારો જોવા મળે છે. આના કારણમાં યાર્નનો ભાવ વધારો ગણી શકાય. બેડશીટસમાં મોટા પનાની બેડશીટસની સારી ડીમાન્ડ જોવા મળે છે. ડબલ બેડસીટસમાં એક્ષપોર્ટમાં પણ સારા કામકાજ છે. રીટેલ સ્ટોર્સમાં છેલ્લાં ઘણાં વખતથી લેવાલી ઓછી છે અને ઓગસ્ટમાં 'સેઈલ' થુ્ર વેચાણ કરતા હોય છે. આ વખતે ૫૦ ટકા ઉપર સ્ટોર્સવાળાએ વેચાણ કાઢેલ છે. પરંતુ જોઈએ તે પ્રમાણે વેચાણ થયેલ નથી. ફુગાવો અને જીવન જરૃરીયાત વસ્તુઓના ભાવ વધારાના લીધે સ્ટોર્સમાં વેચાણ જોઈએ તે પ્રમાણે થતું નથી. આગળ વરસાદ કેવો અને કેટલો આવશે તેના ઉપર જીવન જરૃરીયાતના ભાવ કેવા રહેશે અને કાપડ બજારમાં પણ તેની અસર વર્તાય છે. આ વખતે કપાસનો પાક પણ ઓછો છે. પરંતુ આયાતમાં કપાસ સસ્તુ પડતું હોવાના લીધે મોટા પ્રમાણમાં મિલોએ આયાત થુ્ર કપાસની ખરીદી કરવા લાગ્યો છે. ઓગસ્ટ મહિનામાં વધુ પડતી રજાઓના લીધે લેવાલી ઘટતી જોવા મળે છે. ૨જીએ રક્ષાબંધનની રજા ગઈ. તા. ૧૦ જન્માષ્ટમી નિમિત્તે અને ૧૧મી પારણાની પછી ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અને રવિવાર ૫-૧૨-૧૯-૨૬ની રજાઓ તો ખરી જ, આમ વધારા પડતી રજાઓના લીધે બજારમાં કામકાજ ઓછા થવા પામેલ છે. આ વર્ષે અધિક મહિનો હોવાના લીધે જૈનોના પવિત્ર તહેવાર ૧૨ સપ્ટેમ્બરથી શરૃ થશે.
કાપડના ભાવ ઃ
નીચેના કાપડના ભાવ ગ્રે ક્વોલીટીના છે. વરસાદ ખેંચાઈ જવાના લીધે કપાસ, કોટન યાર્ન અને કોટન કાપડના ભાવ વધી જવા લાગ્યા છે. પોલીયેસ્ટર ફાઈબરમાં પણ રૃા. ૪નો વધારો થયેલ છે. મજૂરી વધેલ છે. અને સ્કીલ વર્કરની શોર્ટેજ છે. સુલઝર લૂમ ઉપર પીક ઉપર મજૂરી ૨૬ પૈસા થયેલ છે. રૃટી-સી લૂમ ઉપર નાના પનામાં ૧૧.૫૦ પૈસા અને રૃટી-બી લૂમ ઉપર ૮ પૈસા મજૂરી છે. રેપીયર લૂમ ઉપર ૨૨ પૈસા અને ચેક્સની જાતોમાં ૩૨ પૈસા મજૂરી થયેલ છે.
એરજેટ લૂમમાં કોટન પોપલીન ૬૩ પનો ૪૦/૪૦ ૧૨૪/૬૪ રૃા. ૫૮ અને ૧૨૪/૬૪ ક્વોલીટી રૃા. ૬૦. એરજેટમાં ૬૩ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ ક્વોલીટી કોમ્પેક્ટ બાય કોમ્પેક્ટ રૃા. ૭૨ એરજેટ શીટીંગ ૬૩ પનો ૨૦/૨૦ ૬૦/૫૬ રૃા. ૪૫માં વેચાણ થાય છે. એરજેટ ડ્રીલ ૬૩ પનો ૨૦/૧૬ ૧૦૮/૫૬ રૃા. ૬૮ અને ટ્વીલ ૬૩ પનો ૩૦/૩૦ ૧૨૪/૬૪ રૃા. ૭૪માં વેચાણ થાય છે.
ધોતીમાં ૪૭ પનો ૬૪/૫૬ ૯ મીટર જોડીના ભાવ રૃા. ૧૭૫ અને ૪૭ પનો ૬૪/૫૬ પી.સી. બાય પી.સી. રૃા. ૧૪૦માં વેચાણ થાય છે.
શીટીંગ ૫૦ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૧૭૦ ગ્રામ રૃા. ૩૧માં વેચાણ થાય છે. ૫૯ પનો શીટીંગ ૨૦/૨૦ ૫૬/૬૦ ૨૦૦ ગ્રામ રૃા. ૩૬માં માલો વેચાય છે.
યાર્ન ડાઈડ ચેક્સમાં ૫૮ પનો ૪૦/૪૦ ૧૨૦/૮૦ વીવીગ સ્ટેજે રૃા. ૧૧૦ મીલોના પ્રોસેસના ભાવ રૃા. ૧૩૫ અને બજાર ભાવ રૃા. ૨૦૦ ચાલે છે.
- ઉદયન રસિકભાઈ મોદી

 

 

 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved