Last Update : 06-August-2012, Monday

 

ચિદમ્બરમની ત્રીજી ઈનિંગ્સ બજાર માટે ‘Good Feel' પૂરવાર થશે ખરી?

 


કયા નાણાંમંત્રી શેરબજાર અને રોકાણકારોને ફળ્યા છે?
* મનમોહનસિંઘ
નાણાંમંત્રી તરીકેનો કાર્યકાળ ૨૧/૭/૧૯૯૧ થી ૧૫/૫/૧૯૯૬
સેન્સેક્સમાં ૧૭૮% રિટર્ન
* યશવંત સિંહા
નાણાંમંત્રી તરીકેનો કાર્યકાળ ૧/૩/૧૯૯૮ થી ૧/૭/૨૦૦૨
સેન્સેક્સમાં -૧૩% વળતર
* પી. ચિદમ્બરમ
નાણાંમંત્રી તરીકેનો કાર્યકાળ ૨૪/૫/૨૦૦૪ થી ૨૯/૧૧/૨૦૦૮
સેન્સેક્સમાં ૭૭.૫%નું વળતર
* પ્રણવ મુખરજી
નાણાંમંત્રી તરીકેનો કાર્યકાળ
૨૩/૫/૨૦૦૯ થી ૨૬/૬/૨૦૧૨
સેન્સેક્સમાં ૨૧.૫ ટકા વળતર

યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ) દ્વારા જુલાઇ માસના અંતિમ તબક્કામાં અચાનક જ પી. ચિદમ્બરમની નાણાંમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આમ, પી. ચિદમ્બરમ હવે નાણાંમંત્રીની ત્રીજી ઈનિંગ્સ રમી રહ્યા છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રણવ મુખરજીએ ગત તા. ૨૬ જુનના રોજ નાણાંમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તે વખતે વડાપ્રધાન મનમોહનસિંઘે નાણાં મંત્રાલયનો હવાલો પોતાના હસ્તક લઇ લીધો હતો.
વડાપ્રધાન મનમોહનસિંહ જેઓ ભારતમાં આર્થિક સુધારાના પ્રણેતા તરીકે ઓળખાય છે, તેમણે નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા બજાર વર્ગ તેમજ રોકાણકારો ખુશખુશાલ બની ગયા હતા. કારણ કે ભૂતકાળમાં મનમોહનસિંઘ જ્યારે નાણામંત્રીના પદ પર હતા ત્યારે તેમણે આર્થિક સુધારાનો પાયો રચ્યો હતો. નીતિવિષયક નિર્ણયો લેવામાં માહેર એવા મનમોહનસિંઘની કાર્યાલયની અને દીર્ઘદ્રષ્ટિના કારણે નાણાંમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન શેરબજારનો પણ સુવર્ણકાળ જોવા મળ્યો હતો. નાણાંમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સેન્સેક્સમાં ૧૭૮ ટકાનું માતબર કહી શકાય તેટલું વળતર છૂટયું હતું.
ત્રીજી વખત નાણાંમંત્રી તરીકે નિયુક્ત થયેલા પી. ચિદમ્બરમના ૨૪/૫/૨૦૦૪ થી ૨૯/૧૧/૨૦૦૮ના નાણાંમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સેન્સેક્સમાં આકર્ષક એવું ૭૭.૫ ટકા વળતર (રિટર્ન) છૂટયું હતું. જ્યારે જૂન માસના અંતે નાણાં મંત્રી પદ પરથી રાજીનામું આપનાર પ્રણવ મુખરજીના નાણાંમંત્રી તરીકેના ૨૩/૫/૨૦૦૯થી ૨૬/૬/૨૦૧૨ સુધીના કાર્યકાળ દરમિયાન સેન્સેક્સમાં ૨૧.૫ ટકા વળતર છૂટયું હતું. એક માત્ર યશવંત સિંહાના નાણાંમંત્રી તરીકેના ૧-૩-૧૯૯૮થી ૧-૭-૨૦૦૨ સુધી કાર્યકાળ દરમિયાન સેન્સેક્સમાં ૧૩ ટકાનું નકારાત્મક વળતર મળ્યું હતું.
પ્રણવ મુખરજીના નાણાંમંત્રી પદ પરથી રાજીનામા બાદ વડાપ્રધાને ખુદ નાણાં મંત્રાલયનો હવાલો સંભાળી લેતા બજાર વર્ગ અને રોકાણકારો ખુશખુશાલ થઇ ગયા હતા. કારણકે ભૂતકાળમાં કપરા સમયમાં પણ મનમોહન સિંઘના આર્થિક સુધારાઓના પરિબળના પગલે શેરબજારમાં એટલે કે સેન્સેક્સમાં ૧૭૮ ટકાનું રિટર્ન મળ્યું હતું.
ભૂતકાળની સિદ્ધિને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મનમોહનસિંઘ હવે ચોક્કસ અને દિશાસૂચક પગલા ભરશે તેવા આશાવાદ પાછળ એક માસ પહેલા બજાર ખૂબ હરખાયું હતું. પરંતુ, હરખના આ તેડા બોદા પૂરવાર થયા હતા. આ એક માસ જેટલા ઈન્ટરીમ પિરીયડ માટે મનમોહનસિંઘે નાણાં મંત્રાલયનો હવાલો સંભાળ્યો હોવા છતાં બજારને ઉત્તેજન - પ્રોત્સાહન મળે તેવા કોઇ જ પગલા ન ભર્યા માત્ર આર્થિક સુધારાને વેગીલા બનાવવાની ગુલબાંગો જ પોકારી. આ ગુલબાંગોની બજાર પર કોઇ જ સાનુકૂળ અસર થવા પામી ન હતી.
આ આખો મામલો કંઇક સમજાય, મનમોહનસિંહ સક્રિય બને તે પહેલા જ અચાનક જ પી. ચિદમબરમની નાણાં મંત્રી તરીકે નિમણૂંક કરી દેવામાં આવી. ચિદમ્બરમ ભૂતકાળમાં એટલે કે મે ૨૦૦૪ થી નવેમ્બર ૨૦૦૮ સુધી નાણાંમંત્રી તરીકે સત્તારૃઢ હતા. ત્યારે શેરબજાર પણ ગુલાબી તેજીના રંગે રંગાયેલું હતું. ચિદમ્બરમના નાણાં મંત્રીના કાર્યકાળ દરમિયાન સેન્સેક્સમાં ૭૭.૫ ટકાનું રિટર્ન છૂટયું હતું. આમ, ચિદમ્બરમની નાણામંત્રી તરીકેની ત્રીજી વખતની નિમણૂંકને બજારમાંથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડયો હતો.
નાણાંમંત્રીનો હવાલો સંભાળ્યે પંદરેક દિવસ થઇ ગયા હોવા છતાં આ સમય દરમિયાન ચિદમ્બરમે મગનું નામ મરી પાડયું નથી. હાલ ભારતીય શેરબજાર ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાભર્યા માહોલમાંથી પસાર થઇ રહ્યું છે. આમ છતાં, બજારને પ્રોત્સાહન મળે તેવું એક વાક્ય અરે, વાક્ય નહીં એક શબ્દ પણ તેમણે ઊચ્ચાર્યો નથી.
આમ, ભૂતકાળમાં બજાર માટે હોટ ફેવરીટ પૂરવાર થયેલા બબ્બે દિગ્ગજો હવે મેદાનમાં હોવા છતાં બજારમાં કોઇ જ ચાર્મ દેખાતો નથી. તે શું દર્શાવે છે?
બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ શેરબજાર હાલ નાજુક તબક્કામાં છે અનેક પ્રતિકૂળતાઓના પગલે શેરબજારની ચાલ દિશા શૂન્ય બની જવા પામેલ છે. પ્રણવ મુખરજીએ રાજીનામું આપ્યું અને મનમોહનસિંઘે નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા બજાર ખુશખુશાલ બની ગયું હતું. વડાપ્રધાન પણ તે વેળાએ આર્થિક સુધારા વેગીલા બનાવવા આકરા પગલા ભરાશે સહિત અન્ય જાહેરાતો કરી દીધી. પણ પછી... કંઇ જ નહીં. આમ મનમોહનસિંઘ બજાર માટે સૌથી વધુ હોટ ફેવરીટ હોવા છતાં શેરબજાર નિષ્ક્રિય જ બની રહ્યું હતું.
હવે નાણાંમંત્રાલ્યનું સુકાન સેકન્ડ હોટ ફેવરીટ ગણાતા એવા પી. ચિદમ્બરમે સંભાળ્યું છે. સુકાન સંભાળ્યે ૧૫ દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં ચિદમ્બરમ સક્રિય બન્યા હોય તેમ જણાતું નથી. ગત સપ્તાહની બજારની નિસ્તેજ ચાલ આ બાબતની ચાડી ખાય છે.
બજારના અભ્યાસુ વર્ગ અને અમુક ચોક્કસ રોકાણકાર વર્ગનું એવું માનવું છે કે બજાર હાલ એવા તબક્કે આવીને ઊભું છે કે જ્યાંથી તેને ટર્ન લેવાનો છે. બજાર ચોક્કસ નીતિવિષયક પગલાની રાહ જોઇ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં બજાર માટે મહત્વની ચારથી પાંચ ઈવેન્ટ ઊભી થઇ હતી કે જ્યાંથી બજાર અપ ટ્રેન્ડ તરફ આગળ વધી શકે. પણ ચોક્કસ નિર્ણયના અભાવે આવા કોઇ ચોક્કસ પગલા સરકારે ભર્યા જ નથી. આમ, બજાર હવે ખૂબ જ સેન્સીટીવ બની જવા પામ્યું છે.
આ સંજોગોમાં બજાર માટે તો હવે મનમોહનસિંઘ હોય કે ચિદમ્બરમ તેનાથી કોઇ ફરક પડતો નથી. બજાર માત્ર ચોક્કસ પગલા ભરી શકે તેવા નાણાંમંત્રી તરફ મીટ માંડીને બેઠુ છે. આમ, હાલના તબક્કે બજારને માત્ર એક સામાન્ય 'બુસ્ટર' ડોઝની જરૃર છે. આ સામાન્ય પણ અસરકારક કહી-ગણી શકાય તેવું પગલું જ બજાર માટે પોઝીટીવ પૂરવાર થશે.
વડાપ્રધાનને ચિદમ્બરમમાં વિશ્વાસ હોવાથી તેમને પુનઃ નાણાંમંત્રીનો તાજ તો પહેરાવ્યો પણ હવે તેઓ શેરજારને સ્પર્શતા મહત્વના પ્રશ્નો 'ગાર'નું અમલીકરણ, એસટીટીનો મુદ્દો, એફઆઇઆઇની મૂંઝવણ જેવા મહત્વના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે જરૃરી છે.
ભૂતકાળમાં એટલે કે ૧૯૯૭-૯૮માં 'ડ્રીમ બજેટ' રજૂ કરીને લોકપ્રિય બનેલા ચિદમ્બરમ તરફ બજાર અનેક ઉમ્મીદોની મીટ માંડીને બેઠું છે. મૃતપ્રાય હાલતમાં જીવી રહેલ પ્રાઇમરી માર્કેટ અને વેન્ટીલેટર પર જીવતા શેરબજારને પુનઃ બેઠું કરવા ચિદમ્બરમ હવે કેવા પગલા ભરશે તેના તરફ માત્ર બજાર જ નહીં બલ્કે, ઓપરેટરો, ખેલાડીઓ અને રોકાણકારો ચાતક નજરે જોઇ રહ્યા છે.
ચિદમ્બરમે જે કોઇ પગલા ભરવાના છે તે ઝડપથી ભરવા પડશે. કારણ કે મનમોહનસિંઘે ઈન્ટરીમ પિરિયડમાં કંઇ જ કર્યું નથી. હવે સપ્ટેમ્બરમાં સંસદનું સત્ર મળશે તે મોટેભાગે દુકાળ, વરસાદની ખેંચ જેવા મુદ્દે પૂરૃ થઇ જશે. ત્યારબાદ દિવાળી આવશે. પછી નવા વર્ષથી તમામ તંત્ર ચૂંટણીમય બની જશે. આમ, ચિદમ્બરમે જે કોઇ નિર્ણય લેવાનો છે તે તાત્કાલીક જ લેવો પડશે. લેઇટ અસ વેઇટ, ચિદમ્બરમની આ ત્રીજી ઈનિંગ્સ બજાર માટે good feel પૂરવાર થશે કે કેમ? તે તો આગામી સમયમાં જાણવા મળશે.

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved