Last Update : 06-August-2012, Monday

 

દાલ-મિલ વિશે જાણકારી

 


વિશ્વના ઘણા દેશોમાં દરેક પ્રકારની દાલ લગભગ ભારતમાંથી એક્સપોર્ટ થાય છે. જેમાં અલગ અલગ ધર્મના લોકો પોતપોતાની પસંદ પ્રમાણેની દાલ ખાતા હોય છે. દાલના પ્રકારોમાં જેવી કે ચાણાદાળ, મગદાળ, અડદદાળ, તુવેરદાળ વિ. હોય છે. મુસ્લીમ કન્ટ્રીમાં વધારે પડતી અડદદાળ ભારતમાંથી જ જાય છે. દાળને રાંધવાના પ્રકારો પણ અલગ અલગ અને ટેસ્ટ પણ લોકોની પસંદના બનતા હોય છે. જેમાં દાલમખની, દાલતડકા, દાલફ્રાય તેમાંયે ગુજરાતની સૌથી મનપસંદગ અને રોજે દરેક રસોડામાં બનતી તૂવેરદાલનું પ્રમાણ સૌથી અધિક હોય છે. બાકીની દાલ વારતહેવારે બનતી હોય છે. જેમાં અડદદાળ શનિવારે ગુજરાતીઓ અચૂક ખાતા હોય છે. ત્યારે છુટી મગદાળ લગ્નપ્રસંગે અથવા તહેવારોમાં બનતી હોય છે.
ગુજરાતીઓની ફેવરીટ દાળઢોકળી સિર્ફ તુવેરદાળમાંથી જ બને છે. જેને ગુજરાતીઓ ખૂબ જ મજાથી ખાતા હોય છે. બીજી દાલ એટલે ચણાદાલનો સૌથી વધારે વપરાશ ગુજરાતમાં થાય છે. જેમાં ચણાના લોટમાંથી બનતા ફાફડા-ગાંઠિયા ભજીયા, ગોટા ગુજરાતીઓનો સવારનો નાસ્તો હોય છે. ગુજરાતીઓ રોજ સવારે ગાંઠિયા-ફાફડા અને તળેલા મરચા અચૂક ખાતા હોય છે. તેવી જ રીતે મગદાળમાંથી બનતા દાળવડા પણ ખૂબ જ ખવાતા હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય પ્રમાણે દાળનો ઉપયોગ થતો હોય છે. જેમાં મહારાષ્ટ્રમાં ચણાદાળમાંથી બનતા વડા-પાઊં, રાજસ્થાનની દાલબાટી, લાડું બહોળા પ્રમાણમાં ખવાતા હોય છે. તેવી જ દાલ મેન્યુફેકચરીંગ વિશે લખીશું.
* દાલ મેન્યુફેકચરીંગ ઃ- ભારતમાં મગ, અડદ, ચણા, તૂવેર જેવા કઠોળ અલગ અલગ પ્રાંતમાં ઉત્પાદન થાય છે. ત્યારબાદ આ પ્રકારના કઠોળની દાલ બનાવવામાં આવે છે. દાલ મેન્યુફેકચરીંગ માટે ખાસ સુકુ વાતાવરણ બહુ જ જરૃરી હોય છે. ભેજવાળા વાતાવરણમાં દાલ મેન્યુફેકચરીંગ અસંભવિત બને છે. સૌથી મોટા દાલ મેન્યુફેકચરીંગ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના જલગાંવ શહેરમાં ઉપલબ્ધ છે. અને દરેક પ્રકારની દાળને જલગાવનું હવામાન ખૂબ જ અનુકૂળ હોય, સૌથી વધારે એક્સપોર્ટ યુનિટ જલગાવમાં સ્થાપિત થયેલ છે. અને દેશના દરેક ભાગોમાં જલગાવથી જ વધારે પડતી દાળ આવે છે. દાલ બનાવવા માટે કઠોળને ઓટોપ્લાન્ટ વડે બે પાર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આ દાળને ફીનિસિંગ આપવામાં આવે છે. હવે જે રીતે ફીનિસિંગ ટેકનોલોજી વિકસેલ છે. તે ખૂબ જ આધુનિક અને સ્વાસ્થ્યપ્રદ છે.
દાલ મેન્યુફેકચરીંગમાં ઓટો ફીનિસીંગ અને અદ્યતન પ્રોડકશન કરી આપતા ઓટો શોર્ટર મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પ્રકારના ઓટો શોર્ટર મશીનો કોમ્પ્યુટરાઇઝ પધ્ધતિના હોય છે. તેનું વિવરણ નીચે પ્રમાણે છે.
* ઓટો શોર્ટર મશીન ઃ- આ એક પ્રકારનું કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક શોર્ટર મશીન હોય છે. આ મશીન દાળને કોમ્પ્રેસરના દબાણ વડે ઉચકી કન્વેયર બેલ્ટ મારફત શોર્ટર સેકસન્સ નં. ૧માં મોકલે છે. જ્યાં દાળ ઉપર રહેલ ફોતરી અને જીણા કચરાને દૂર કરી દાળને શોર્ટર સેકસન્સ નં-૨માં મોકલે છે. અહીં ઓટો મેગ્નેટિક શોર્ટર સિસ્ટમ હોય છે. જે દાળમાં રહેલ આર્યન પાર્ટ જેવા કે ખીલી-ખીલા તેમજ લોખંડની રજકણોને દૂર કરે છે. ત્યારબાદ આ રીતે સ્વચ્છ થયેલ દાળને ઓટો શોર્ટર સેક્સન્સ નં-૩માં મોકલવામાં આવે છે.
* ઓટો શોર્ટર સેકસન્સ નં- ૩ ઃ- આ સેકસન્સમાં ફુલી ઓટોમેટિક ચાર કન્વેયર બેલ્ટ સિસ્ટમ સાથે ચાર ઓટો ડીજીટલ કેમેરા સજ્જ હોય છે. આ ઓટો ડીજીટલ કેમેરા ચાર કન્વેઅર બેલ્ટની સામે તાકીને નજર રાખી રહ્યાં હોય છે. જ્યારે દાળ કન્વેઅર બેલ્ટ ઉપરથી પસાર થાય, ત્યારે આ તાકીને નજર રાખી રહેલા ડીજીટલ કેેેમેરા કોમ્પ્યુટરને દાળમાં રહેલ ગ્રીન, પીળા, કાળા દાણા વિશે માહિતી આપે છે. જેથી કોમ્પ્યુટરાઇઝ શોર્ટર મશીન પોતાની કામગીરી શરૃ કરી દે છે. આ પ્રક્રિયાથી દાળમાં રહેલ ગ્રીન, પીળા, કાળા દાણા આપોઆપ દાળમાંથી જુદા પડી જાય છે. આ પ્રકારે છેલ્લે સ્વચ્છ, સ્વાસ્થ્યપ્રદ, પ્રિવેનશન ઓફ ફુડ ઓથોરિટીઝ પ્રમાણીત ચોખ્ખી, ભેળસેળ વગરની એક જ કલરની દાળ ફીનિશ થઇને બહાર આવે છે. જે પછીથી કન્વેઅર બેલ્ટ મારફત પેકીંગ ડીપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. જ્યાં દાળને નાઈટ્રોજન પેકમાં પેક કરી વેચાણ માટે મોકલવામાં આવે છે. સાથે એક્સપોર્ટ પ્રમોશન માટે આ પ્રકારની દાળ ખૂબ જ અક્સીર સાબિત થયેલ છે.
* લાઈસન્સ ઃ- ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રી એક્ટ, એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જરૃરી બને છે.

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved