Last Update : 06-August-2012, Monday

 

ઓલિમ્પિક પણ અર્થતંત્ર સાથે સંકળાયેલું પરિબળ
જ્યારે જે દેશ ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન બન્યું હોય એટલે કે જે દેશમાં ઓલિમ્પિક યોજાયો હોય તે દેશે એવરેજ ૫૪ ટકાથી વધુ મેડલ જીત્યા છે

 

આગાહી ઃ કયા દેશને કેટલા મેડલ મળશે?
દેશ કેટલા મેડલ ૨૦૦૮માં કેટલા

અમેરિકા ૧૦૮ (૩૭) ૧૧૦ (૩૬)
ચીન ૯૮ (૩૩) ૧૦૦ (૫૧)
રશીયા ૭૪ (૩૦) ૭૩ (૧૯)
ગ્રેટ બ્રિટન ૬૫ (૨૫) ૪૭ (૨૩)
ઓસ્ટ્રેલીયા ૪૬ (૧૫) ૪૬ (૧૪)
ફ્રાન્સ ૪૧ (૧૪) ૪૧ (૭)
જર્મની ૪૧ (૧૪) ૪૧ (૧૬)
દ.કોરીયા ૩૧ (૧૦) ૩૧ (૧૩)
ઈટાલી ૩૦ (૧૦) ૨૭ (૮)
યુકેરીન ૨૭ (૯) ૨૭ (૭)
ભારત ૫ (૨) ૩ (૧)
(કૌંસમાં આપેલા આંકડા ગોલ્ડ મેડલના છે)
જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઓલિમ્પિક ૨૦૧૨ રમતોત્સ્વ શરૃ થઇ ગયો છે અને ધીમે ધીમે દરેક દેશના ખેલાડીઓ કમર કસીને મેડલ મેળવવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. જે તે ખેલાડીને મળતો મેડલ તે ખેલાડીના દેશનું નામ ચમકાવે છે. આમ, આ રમતોત્સવની પૂર્ણાહૂતિ બાદ કયો દેશ સૌથી વધુ મેડલ જીતે છે તે એક ગૌરવભર્યો - વટભર્યો દેશ પૂરવાર થતો હોય છે.
દર ચાર વર્ષે અલગ અલગ દેશમાં યોજાતા ઓલિમ્પિક રમતોત્લવ અને અર્થતંત્ર વચ્ચે કોઇ સંબંધ ખરો? આમ, તો આ પ્રશ્ન સામાન્ય લાગે છે. પરંતુ આ મુદ્દે ઊંડાણપૂર્વક વિચારીએ તો આ પ્રશ્નનો સહજ ઊકેલ મળી આવે છે. ઓલિમ્પિકમાં જે તે દેશે કરેલો દેખાવ અને આર્થિક પરિમાણો વચ્ચે સંબંધ છે તે યથાર્થ કરે છે. આટલું જાણવા છતાંય આ મુદ્દાને લઇને હજુ પણ માથું ખંજવાળવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે. આ મુદ્દો ખરેખર વિચારણા માગી લે તેવો મુદ્દો છે.
તાજેતરમાં અર્થતંત્ર- નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થા દ્વારા આ વિષય પર અભ્યાસ હાથ ધરાયો હતો. આ અભ્યાસના તારણ મુજબ ઓલિમ્પિક પછીના બાર મહિનામાં યજમાન દેશોએ એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેક્સ કરતા વધુ સારો દેખાવ કર્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યુકેના રોકાણકારો ચાલુ વર્ષે ઓલિમ્પિક લંડનમાં યોજાયો હોઇ ૨૦૧૨ના વર્ષ માટે ઈક્વિટીના મોરચે હકારાત્મક વલણ જોવા મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
આ અભ્યાસના તારણમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઓલિમ્પિકના યજમાન દેશ હોવાના કારણે તેના પાછળ ખર્ચ પણ મોટા પ્રમાણમાં થતો હોય છે. આ કારણને લઇને ચાલુ ૨૦૧૨ના વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન યુકેની જીડીપીમાં પર્સન્ટેજનો વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. જેના પગલે ૧૯૭૦ના દાયકા પછીની યુકે તેની ડબલ-ડીપ મંદીમાંથી બહાર નીકળવામાં મોટાપાયે મદદરૃપ થશે. હાલમાં યુકેના અર્થતંત્રમાં મંદીની ઊંચી માત્રાને કારણે ઓલિમ્પિક રમતોત્સવ મોટાપાયે આર્થિક વળતર પૂરૃ પાડે તેવી શક્યતા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અગાઉ જે દેશોમાં ઓલિમ્પિક યોજાયા હતા તે દેશોને આ મહારમતોત્સવના કારણે મોટા પાયે આર્થિક લાભ પૂરવાર થયા હોવાના દાખલા પણ છે. ભૂતકાળમાં આ મુદ્દે કરાયેલા અભ્યાસમાં સિડની તેનો એક દાખલો છે. આ ઉપરાંત દાયકા અગાઉ એટલે કે ૨૦૦૦માં ઓસ્ટ્રેલિયાને પણ ક્ષમતા પર દબાણનો સામનો કરવો પડયો હતો. આમ, આ મુદ્દાને લઇને અર્થતંત્ર પર સીધી અસર થાય છે તે પૂરવાર થયેલું છે.
આ અભ્યાસના તારણમાં જણાવ્યા મુજબ અગાઉના વર્ષોમાં ઓલિમ્પિકના યજમાન દેશો પર મોટાપાયે હકારાત્મક અસર જોવા મળી હતી. આ આ દેશોમાં ચીન (બેઈજિંગ), ઓસ્ટ્રેલિયા (સીડની) અને ગ્રીસ (એથેન્સ)નો સમાવેશ થાય છે. પ્રવર્તમાન માહોલ જોતા અગાઉના ઓલિમ્પિકમાં જોવા મળેલ સફળતા કરતા વધુ સફળતા આ વખતના યજમાન દેશને સાંપડે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઓલિમ્પિકના કારણે ફોરેક્સ માર્કેટના કામકાજમાં પણ વધારો થતો હોય છે. તેની પણ અર્થતંત્ર પર સીધી જ અસર થતી હોય છે.
આ અભ્યાસની બીજી રસપ્રદ બાબત એ છે કે જ્યારે જે દેશ ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન બન્યું હોય એટલે કે જે દેશમાં ઓલિમ્પિક યોજાયો તે દેશ એવરેજ ૫૪ ટકાથી વધુ મેડલ જીત્યો છે. મેડલ અંગેની આગાહી કરતા આ સંસ્થાએ જણાવ્યું હતું કે ૨૦૦૮માં યોજાયેલ ઓલિમ્પિકમાં ચીને સૌથી વધુ સુવર્ણચંદ્રક જીતીને આ યાદીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. પરંતુ, આ વખતે ચીન ૧૮ ચંદ્રક ગુમાવે તેવી શક્યતા છે. તો બીજી તરફ ગ્રેટ બ્રિટનના ખાતામાં ૧૧ સુવર્ણ ચંદ્રકોનો વધારો થવાની સાથે તેના કુલ મેડલમાં પણ વધારો થશે.
ભારતની વાત કરીએ તો આપણે આ ઓલિમ્પિકમાં સારો દેખાવ કરીએ તેવી શક્યતા સાથે સુવર્ણ ચંદ્રકમાં તેમજ કુલ મેડલમાં વધારો થવાની શક્યતા છે. અને આ વધારા સાથે હાલ ઓલિમ્પિકમાં રેન્કિંગમાં ભારત ૫૦મા ક્રમાંકે છે તે ૩૯માં ક્રમાંકે આવે તેવી અપેક્ષા છે.
આ સંસ્થા દ્વારા કરાયેલી આગાહી મુજબ ઓલિમ્પિક રમતોત્સવના કારણે યુકેના અર્થતંત્રમાં તેજીનો નવો દોરીસંચાર જોવા મળશે. હવે આ મુદ્દે કેવી પ્રગતિ થાય છે તે માટે આપણે રાહ તો જોવી પડશે. લેઇટ અસ વૅઇટ.

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved