Last Update : 06-August-2012, Monday

 

બુધવારથી શરૃ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની શક્યતા

ભાવ વધારો, નબળી આર્થિક સ્થિતિ અને આસામ જેવા મુદ્દાઓ છવાયેલા રહેશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૫
ભાવવધારો, નબળી આર્થિક સ્થિતિ અને આસામ હિંસા મુદે વિરોધ પક્ષોએ સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી હોવાથી બુધવારથી શરૃ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આઠ વર્ષ સુધી સરકાર માટે સંકટમોચકની ભૂમિકા નિભાવનારા પ્રણવ મુખરજીનાં સ્થાને લોકસભાનાં નેતા બનેલા સુશીલકુમાર શિંદેની એક માસ સુધી ચાલનારા સત્રમાં આકરી કસોટી થશે.
રાષ્ટ્ર માટે કલંક સમાન સાબિત થયેલા આસામ રમખાણો અને અમરનાથ યાત્રીઓનાં મોત અંગે સંસદમાં સરકાર અને વિરોધ પક્ષો દ્વારા આરોપ પ્રત્યારોપ મૂકવામાં આવશે. પુણે વિસ્ફોટનો મુદ્દો પણ વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે. તામિળનાડુ એક્સપ્રેસ દુર્ઘટનાનાં મુદ્દે પણ સરકારને ઘેરવામાં આવી શકે છે. ઉત્તર ભારતમાં પાવર ગ્રીડમાં ખામી સર્જાવાને કારણે છવાઇ ગયેલા અંધારપાટ અંગે પણ સરકાર ભીંસમાં મૂકાશે.
દેશનાં કેટલાક રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે કેન્દ્ર સરકાર પર રાજ્યોને આર્થિક સહાય કરવા દબાણ કરવામાં આવશે. નેશનલ વોટર પોલીસી અને ખેડૂતો માટે યોગ્ય નીતિની માંગ કરવામાં આવશે.ડાબેરીઓ દ્વારા ફૂડ સિક્યોરિટી બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેઓ સંસદમાં છત્તીસગઢમાં આદિવાસીઓની હત્યા અને મારુતિનાં માનેસર પ્લાન્ટમાં થયેલી હિંસાનો મુદ્દો ઉઠાવી સરકારને સ્પષ્ટતા કરવાની માંગ કરી શકે છે.
૭ સપ્ટેમ્બરનાં રોજ પૂર્ણ થતાં આ સત્રમાં ચર્ચા કરવા માટે ૩૧ બિલોની યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં ફોર્વડ કોન્ટ્રાક્ટ્સ, બેંકીંગ લો, વ્હીસલ બ્લોઅર્સ, મહિલા અનામત અને પ્રીવેન્શન ઓફ બ્રાઇબરી ઓેફ ફોરેન પબ્લિક ઓફિશીયલ જેવા બીલોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
રિટેલમાં એફડીઆઇને મંજુરી આપવાના સરકારનાં પ્રસ્તાવનો વિવિધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી શકે છે. રિટેલમાં એફડીઆઇને મંજુરી આપતા પહેલા સર્વ પક્ષીય બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે. એરસેલ-મેક્સીસ સોદામાં નાણા પ્રધાન પી. ચિદમ્બરમનાં પરિવારજનોની સંડોવણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.
આ તમામ મુદ્દાઓની વચ્ચે સરકારનાં પ્રધાનોએ જણાવ્યુ હતું કે તેઓ કોઇ પણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. સંસદીય બાબતોનાં પ્રધાન પવનકુમાર બંસલે આશા વ્યક્ત કરી હતી કે ગયા સત્રની જેમ આ સત્ર પણ ફળદાયી નીવડશે. આ સત્રમાં ચર્ચા થનારા બિલોની યાદીમાં લોકપાલ ખરડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved