Last Update : 06-August-2012, Monday

 

ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવનાર
અમેરિકી એસોલ્ટ રાઈફલનો ભારતીય સેનામાં સમાવેશ કરાશે

સ્પેશ્યલ ફોર્સના ભાથામાં વધુ એક સંહારક શસ્ત્રનો ઉમેરો થશે

નવી દિલ્હી, તા. ૫
યુ.એસ. નેવી સિલ્સ દ્વારા અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં વપરાયેલી એમ-૪ એસોલ્ટ રાઈફલ હવે ભારતીય સેનાના સ્પેશ્યલ ફોર્સના ભાથામાં સ્થાન પામશે.
તાજેતરમાં જ અમેરિકા સાથે થયેલા કરોડો રૃપિયાના સોદા અંતર્ગત આ એમ-૪ કાર્બાઈન રાઈફલ સેનાની આઠ સ્પેશ્યલ ફોર્સીસ બટાલિયનને પૂરી પાડવામાં આવશે. આ રાઈફલો અમેરિકાની સ્પેશ્યલ ફોર્સ દ્વારા ઈરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપકરૃપે વપરાઈ છે અને હવે તે આપણા સ્પેશ્યલ ફોર્સના ઉપયોગમાં પણ આવશે એવું લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાનના અબોટાબાદમાં ઓપરેશન જીરોનિમો દરમિયાન ઓસામા બિન લાદેનને ઠાર મારવા યુ.એસ. નેવી સિલ્સે આ જ રાયફલ વાપરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં વપરાતી ઈઝરાયલી ટેવર-૨૧, ઉઝી અને મીની-ઉઝી રાઈફલો સાથે સાથે આ નવી રાઈફલ ઉપયોગમાં લેવાશે. થોડા વર્ષો અગાઉ જ એકે-૪૭ના સ્થાને ટેવોર-૨૧ સ્પેશ્યલ ફોર્સમાં સ્થાન પામી છે. સેનાના સ્પેશ્યલ ફોર્સને નવી નવી ક્ષમતા ધરાવતા આધુનિક હથિયારો પૂરા પાડવાની નેમ છે એવું સૂત્રોએ કહ્યું હતું.
પેરાશૂટ રેજિમેન્ટની દસ પૈકી આઠ બટાલિયનોને સ્પેશ્યલ ફોર્સ તરીકેની તાલીમ આપવામાં આવી છે. તેમનું મુખ્ય કાર્ય શાંતિકાળમાં દેશની અંદર આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવાનું અને યુદ્ધ દરમિયાન સીમા પાર દુશ્મનોના મથકોમાં ભાંગફોડ કરવાનું છે.
પેરાશૂટ રેજિમેન્ટની ૧, ૨, ૩, ૪, ૯, ૧૦ અને ૧૧ પેરા યુનિટ સ્પેશ્યલ ફોર્સ બટાલિયન તરીકે વર્ગીકૃત છે. આ દળો દેશના વિવિધ ભાગોમાં વહેંચાયેલા છે અને આસપાસના વિસ્તારમાં ૨૬/૧૧ જેવા આતંકવાદી હુમલાઓ થાય તો તેને પહોંચી વળવાની જવાબદારી તેમના શિરે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved