Last Update : 06-August-2012, Monday

 
મધ્ય પ્રદેશ એ.ટી.એસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટથી
અમદાવાદ બ્લાસ્ટમાં 'કી રોલ' ભજવનારા મુજીબ શેખની ધરપકડ

સિવિલમાં બોમ્બ મૂકવાથી માંડીને બોમ્બના રો મટિરીયલ ખરીદવામાં પણ મુજીબનો હાથઃ તૌકીરની કડી મળશે!

અમદાવાદ, રવિવાર
અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં 'કી રોલ' ભજવનારા મુજીબ શેખની આજે ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. સિરિયલ બ્લાસ્ટ બાદ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ સુભાન તૌકીર સાથે ટ્રેનમાં નાસી છુટેલા મુજીબ શેખે સિવિલ હોસ્પિટલમાં કાર બોમ્બ મુકવા ઉપરાંત બોમ્બ બનાવવાના રો મટિરીયલથી માંડીને સમગ્ર ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું ક્રાઇમ બ્રાંચના સૂત્રોનું કહેવું છે. એટલું જ નહીં, મુજીબ જે તે સમયે સુભાન તૌકીર સાથે ભાગ્યો હોવાથી તેની પાસેથી તૌકીર અંગેની વિગતો પણ મળશે તેવી શક્યતા છે.
મધ્ય પ્રદેશ એ.ટી.એસની ટીમે ૫મી જૂને જબલપુરથી એક કોન્સ્ટેબલના મર્ડર કેસમાં મુજીબ શેખની ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલ આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન અંગે માહિતી એકઠી કરતો હોઇ તેની હત્યા કરાઇ હતી. મધ્ય પ્રદેશ પોલીસ હાથે પકડાયાના એક વર્ષ બાદ આજે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી અમદાવાદ તપાસ અર્થે લઇ આવી છે.
ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે મુજીબ શેખ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં મહત્વની કડી છે. મૂળ જૂહાપુરાના મુજીબ શેખની સિવિલ હોસ્પિટલમાં કાર બોમ્બ મુકવા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં બ્લાસ્ટ કરવા સાઇકલ ખરીદવાથી માંડીને બોમ્બ બનાવવાની સામગ્રી ખરીદવા સુધીના કાવતરામાં સામેલ હતો. જે તમામ બાબતો અંગે તેની જીણવટભરી પુછપરછ કરાશે.
બીજી તરફ સૂત્રોએ ઉમેર્યું હતુ કે- અમદાવાદ બ્લાસ્ટ બાદ મુજીબ શેખ મોસ્ટ વોન્ટેડ અબ્દુલ સુભાન તૌકીર સાથે ટ્રેનમાં ભાગ્યો હતો. જેથી તૌકીર વિશે પણ મુજીબ પાસે મહત્વની માહિતી પોલીસને મળી શકે છે. પોલીસને આશા છે કે સિરિયલ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ અન્ય આતંકવાદીઓને પણ ઝડપી પાડવામાં મુજીબ શેખ પાસેથી મહત્વની કડી મળી શકે છે.

મુજીબ શેખે સ્લિપર સેલના સભ્યોની ભરતી કરી હતી..!
* અગાઉ પકડાયેલા આતંકવાદી દાનીશે પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતુ કે- મુજીબ શેખ અમદાવાદના સિરિયલ બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર છે. મુજીબ આઇ.એમ (ઇન્ડિયન મુજાહિદ્દીન)સાથે સંકળાયેલા આતંકીઓને ગુજરાત લઇને આવ્યો હતો અને સિરિયલ બ્લાસ્ટની તૈયારીઓ શરૃ કરી હતી. ઉપરાંત તેણે જ બ્લાસ્ટ માટે પડદા પાછળનું કામ કરનારા એટલે કે સ્લિપર સેલના સભ્યોની ભર્તી કરી હતી. પોલીસ મુજીબ પાસેથી સ્લિપર સેલના જે તે સમયે ભર્તી કરાયેલા શખ્સોની પણ માહિતી મેળવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved